મુંબઈ : EDએ દાઉદ ઈબ્રાહિમ અને તેના સંબંધીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો, જાણો સમગ્ર વિગત

તાજેતરમાં NIAએ દાઉદ અને તેના નજીકના સહયોગીઓ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો હતો.હાલ ED અને NIA આ કેસની તપાસ સંકલનથી કરી રહ્યા છે.

મુંબઈ : EDએ દાઉદ ઈબ્રાહિમ અને તેના સંબંધીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો, જાણો સમગ્ર વિગત
ED file case against Dawood Ibrahim and his relatives
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 8:58 AM

Mumbai : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) એ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિ (Dawood Ibrahim) અને તેના નજીકના સંબધીઓ સામે મની લોન્ડરિંગનો (Money Laundering Case) કેસ દાખલ કર્યો છે. તમને જણાવવુ રહ્યુ કે, મંગળવારે EDએ નાગપાડા ખાતે તેની સ્વર્ગસ્થ બહેન હસીના પારકરના (Haseena Parkar)ઘર સહિત મુંબઈમાં નવ અને થાણેમાં એક જગ્યાએ આ દરોડા પાડવામાં આવ્યા હતા.

દાઉદ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના નિયંત્રણ હેઠળ

હાલ માનવામાં આવી રહ્યુ છે કે દાઉદ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના નિયંત્રણ હેઠળ છે. અહેવાલો મુજબ ED 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના કેસમાં (Mumbai Bomb blast) દોષી ઠેરવવામાં આવેલા દાઉદના જેલમાં બંધ એક સાથી સાથે વરિષ્ઠ રાજકારણીના પ્રોપર્ટી ડીલની તપાસ પણ કરશે.EDને શંકા છે કે આ પ્રવૃત્તિઓ દ્વારા મળેલા નાણાં હવાલા ચેનલો દ્વારા રૂટ કરવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને ભારતમાં ધાર્મિક જૂથો વચ્ચે તિરાડ પેદા પાડવા માટે કરવામાં આવ્યો હતો.

NIAએ પણ દાઉદ અને તેના નજીકના સહયોગીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો

તાજેતરમાં NIAએ દાઉદ અને તેના નજીકના સહયોગીઓ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો હતો. તમને જણાવી દઈએ કે, ED અને NIA આ કેસની સંકલનથી તપાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલ દાઉદ ગેંગનુ હવાલા નેટવર્ક ED ની રડાર પર છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ઉલ્લેખનીય છે કે, EDએ દાઉદના મુખ્ય સહયોગી છોટા શકીલના સાળા સલીમ કુરેશી ઉર્ફે સલીમની પૂછપરછ માટે મંગળવારે અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ હજુ તેની પૂછપરછ ચાલુ છે. EDએ આ કેસમાં ચોક્કસ લીડ્સ પર તેની પૂછપરછ કરવા દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની કસ્ટડી માટે પણ કોર્ટનો પણ સંપર્ક કર્યો છે.

દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની પણ પૂછપરછ કરવામાં આવશે

દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઘર પર દરોડા પડ્યા બાદ કહેવામાં આવી રહ્યું છે કે તેના ભાઈ ઈકબાલ કાસકરની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલ ઈકબાલ કાસકર તળોજા જેલમાં છે. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અબુ બકર ફરાર થયાના 29 વર્ષ બાદ EDની કાર્યવાહી તેજ થઈ છે. અબુ બકરની આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અબુની સંયુક્ત આરબ અમીરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ 1980ના દાયકામાં ભારતમાંથી ભાગી ગયો હતો. આ પછી તે થોડા વર્ષો દુબઈમાં રહ્યો, પછી પાકિસ્તાન કરાચીના પોશ વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો. પરંતુ તે ભારતમાં પોતાના ભાઈઓ અને સંબંધીઓની મદદથી  D કંપનીનો ધંધો ચલાવી રહ્યો છે.

આ પણ વાંચો :શિવસેના સાંસદ સંજય રાઉતે કિરીટ સોમૈયા અંગે આપ્યુ ચોંકાવનારૂ નિવેદન, જાણો શું છે મામલો

આ પણ વાંચો : Maharashtra Budget Session: મહારાષ્ટ્રનું બજેટ 11 માર્ચે રજૂ થશે, 3થી 25 માર્ચ સુધી નાગપુરને બદલે મુંબઈમાં યોજાશે સત્ર

g clip-path="url(#clip0_868_265)">