કિંગમાંથી કિંગમેકરની ભૂમિકામાં કેવી રીતે ઉભરી આવ્યા દેવેન્દ્ર ફડણવીસ? વાંચો રાજકીય જીવનની સફર

આ પહેલી વાર નથી કે દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) પહેલીવાર મોટું દિલ રાખ્યુ હોય. 2019ની વિધાનસભા ચૂંટણીમાં સાથે મળીને લડ્યા હોવા છતાં શિવસેના અલગ થઈ ગઈ ત્યારે ફડણવીસે અજિત પવાર સાથે મુખ્યમંત્રીની ખુરશી શેર કરવા સંમત થયા હતા.

કિંગમાંથી કિંગમેકરની ભૂમિકામાં કેવી રીતે ઉભરી આવ્યા દેવેન્દ્ર ફડણવીસ? વાંચો રાજકીય જીવનની સફર
Devendra Fadnavis (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 11:16 PM

મહારાષ્ટ્રના રાજકારણમાં 30 જૂનની તારીખ એક નવા સૂર્યના ઉદય તરીકે નોંધાઈ છે. મહાવિકાસ અઘાડી સરકારના પતન પછી એકનાથ શિંદે (Eknath Shinde) નવા મુખ્યમંત્રી બન્યા છે. ભાજપની ટોચની નેતાગીરી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) ફરી એકવાર મોટું દિલ રાખ્યું છે. તેમણે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે હિંદુત્વના મુદ્દા પર સાથ આવેલા એકનાથ શિંદેને સીએમની ખુરશી સોંપી દીધી છે અને પોતે ડેપ્યુટી સીએમ બનવાનું સ્વીકાર્યું છે. તેમના નિર્ણયની પ્રશંસા થઈ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ફડણવીસના વખાણ કર્યા છે.

જેપી નડ્ડાએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે મોટું દિલ બતાવ્યું છે. આ નિર્ણય પાર્ટીના નેતા, કાર્યકરનું ચરિત્ર દર્શાવે છે કે અમે કોઈ પદના લોભી નથી. વિચારો અમારા માટે પ્રથમ આવે છે. ભાજપ માત્ર મહારાષ્ટ્રના લોકોનું કલ્યાણ ઈચ્છે છે. આ પહેલીવાર નથી કે જ્યારે ફડણવીસનું આ સ્વરૂપ જોવામાં આવ્યું હોય.

કિંગથી કિંગ મેકર

રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં દેવેન્દ્ર ફડણવીસ એવા નેતા તરીકે ઓળખાય છે, જે ચૂપચાપ મોટા ફેરફારો કરવા માટે જાણીતા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ રાજકીય ડ્રામા હોય કે પછી 2019ની વિધાનસભા ચૂંટણી પછી NCP સાથે છેડો ફાડીને સરકાર બનાવવાની વ્યૂહરચના તૈયાર કરવી હોય… ભાજપમાં રહીને તેઓ આવી રાજકીય યુક્તિઓમાં નિષ્ણાત બની રહ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

એકનાથ શિંદેને મુખ્યપ્રધાન બનાવવાની જાહેરાત સાથે તેમણે સાબિત કર્યું કે પોતે ખરેખર મોટા દિલના વ્યક્તિ છે. પહેલા તો તેમણે ખુરશી સાથેનો લગાવ છોડીને સરકારને બહારથી ટેકો આપવાની જાહેરાત કરી હતી. જોકે, ભાજપના ટોચના નેતૃત્વની વિનંતી બાદ તેમણે ડેપ્યુટી સીએમની જવાબદારી સ્વીકારી હતી. તેમ છતાં ભાજપ ચાલાકીભરી રાજનીતિને નકારી રહ્યું છે. પરંતુ ભૂતકાળમાં જે રીતે ઉદ્ધવ સરકારને પછાડવા માટે સ્ક્રીપ્ટ લખવામાં આવી રહી હતી, તેમાં ફડણવીસે ક્યાંકને ક્યાંક ભૂમિકા ભજવી હશે.

આ દરમિયાન તેઓ દિલ્હીની મુલાકાત લેતા રહ્યા, કેન્દ્રીય નેતૃત્વને મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલથી વાકેફ રાખતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી રહી ચૂકેલા દેવેન્દ્ર ફડણવીસ આ વખતે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવીને કિંગમાંથી કિંગમેકર બની ગયા છે.

અજિત પવાર માટે પણ મોટું દિલ રાખ્યુ હતું!

આ પહેલી વાર નથી કે દેવેન્દ્ર ફડણવીસે પહેલીવાર મોટું દિલ બતાવ્યું હોય. 2019ની વિધાનસભા ચૂંટણીમાં એકસાથે લડ્યા છતાં શિવસેના અલગ થઈ ગઈ ત્યારે ફડણવીસે અજિત પવાર સાથે મુખ્યમંત્રીની ખુરશી શેયર કરવા સંમત થયા હતા. ત્યારબાદ અજિત પવારે એનસીપી પ્રમુખ શરદ પવાર સામે બળવો કર્યો અને રાતો-રાત ભાજપ-એનસીપીની સરકાર બની. જેના માટે તેઓ દીલ્લી જઈને સરકાર બનાવવાની પરવાનગી લઈને આવ્યા.

ત્યારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં સરકાર રચવા અંગેની વાતચીત દરમિયાન વિભાગોની વહેંચણી અંગે કોઈ વાત બની ન હતી. અજિત પવાર વાતચીતથી અસંતુષ્ટ હતા. આવી સ્થિતિમાં, જ્યારે તેમને ભાજપ તરફથી ઓફર મળી, ત્યારે તેમણે અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની માંગ કરી. પછી ફડણવીસે મોટું દિલ બતાવીને તેમને સંમતિ આપી. જોકે, કમનસીબે તેઓ સફળ થઈ શક્યા નહીં. અજિત પવારને મહાવિકાસ આઘાડી સરકારમાં ડેપ્યુટી સીએમનું પદ મળ્યું અને તેઓ ફરી ત્યાં જતા રહ્યા.

આરએસએસ શાખાથી શરૂ થઈ સફર

નાગપુરમાં જન્મેલા દેવેન્દ્ર ફડણવીસ આજે જે શિખર પર છે ત્યાં સુધી પહોંચવું સરળ નહોતું. તેમના પિતા ગંગાધર રાવ ફડણવીસ નાગપુરના MLC હતા. ફડણવીસની યાત્રા આરએસએસની શાખાથી શરૂ થઈ હતી. 1989માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે જોડાયેલા હતા. ત્યારપછી તેઓ ભાજપ યુવા મોરચાના વોર્ડ પ્રમુખ બન્યા અને પછી 1992માં તેઓ પ્રથમ વખત નાગરિક ચૂંટણી લડ્યા અને જીત્યા. 1994 માં, તેમને ભાજપ યુવા મોરચા, મહારાષ્ટ્ર રાજ્યના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. તે જ વર્ષે, તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી યુવા કાઉન્સિલર તરીકે ચૂંટાયા. ત્યારે તેમની ઉંમર માત્ર 22 વર્ષની હતી. 1997માં જ તેઓ નાગપુરના સૌથી યુવા મેયર તરીકે ચૂંટાયા હતા, જ્યારે તેઓ માત્ર 27 વર્ષના હતા. અને પછી વર્ષ 2001 માં, તેમને BJYM ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

આ રીતે મોટું થતું ગયું કદ અને પદ

2009ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપને રાજ્યમાં માત્ર 46 વિધાનસભા બેઠકો મળી હતી, પરંતુ 2014ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેનાએ ગઠબંધન તોડી નાખ્યું હોવા છતાં, ભાજપે 122 બેઠકો જીતી હતી. પ્રદેશ અધ્યક્ષ તરીકે દેવેન્દ્ર ફડણવીસની આ સફળતાની પ્રશંસા કરવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસ 1999, 2004 અને 2009માં ત્રણ વખત વિધાનસભા ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેમને મંત્રી પદ પણ મળ્યું ન હતું. 2014માં મોટી જીત બાદ તેઓ મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ તેમનું કદ વધતું ગયું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">