AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! હવે એરપોર્ટ પર ત્રણ કલાક પહેલાં પહોંચવું પડશે, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેર કરી માહિતી

હવેથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડવા માટે સાડા ત્રણ કલાક વહેલા અને ડોમેસ્ટિક ફ્લાઇટ પકડવા માટે અઢી કલાક વહેલા એરપોર્ટ પહોંચવું પડશે. વધતી ભીડને જોતા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે માહિતી જાહેર કરી છે.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! હવે એરપોર્ટ પર ત્રણ કલાક પહેલાં પહોંચવું પડશે, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેર કરી માહિતી
Chhatrapati Shivaji Maharaj International Airport
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 3:50 PM
Share

હવેથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડવા માટે સાડા ત્રણ કલાક અને ડોમેસ્ટિક ફ્લાઇટ પકડવા માટે અઢી કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે. મુસાફરોની વધતી જતી ભીડને જોતા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે આ સંબંધમાં માહિતી જાહેર કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરપોર્ટ પર વધતી જતી ભીડ, હવાઈ ટ્રાફિકની ભીડનો તાગ મેળવ્યો. જે બાદ આ અંગેની માહિતી જાહેર કરવામાં આવી હતી. એરપોર્ટ પર વધતી ભીડની સમસ્યાને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ માહિતી જાહેર કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં તમામ મહત્વના એરપોર્ટ પર સુરક્ષા તપાસની ક્ષમતાને ધ્યાનમાં લઈને મહત્વના એરપોર્ટના વહીવટીતંત્રને સમયપત્રકના સંચાલન અંગે યોજના તૈયાર કરવા જણાવાયું છે. માલસામાન અને ભીડનું ચેકિંગ કરતા મશીનો અનુસાર આ કામ માટે જે સમય લાગે છે તેના કારણે નિર્ણય લેવાયો છે.

તહેવારનો સમય હોવાથી મુંબઈ એરપોર્ટ પર મુસાફરોની ભીડ વધી ગઈ છે. આગામી સપ્તાહમાં આ સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે. તેથી જ મુસાફરોને લગતી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધારાનો સમય રાખવાની સલાહ આપવામાં આવી છે.

વધતી જતી ભીડ અને હવાઈ ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે પગલાં લેવામાં આવ્યા

એરપોર્ટ પર અરાજકતા, હવાઈ ટ્રાફિકને લગતી સમસ્યાઓ અને ભીડને ટાળવા માટે યોજનાઓ તૈયાર કરવા કેન્દ્ર દ્વારા એર ટ્રાફિક સાથે સંબંધિત તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે. મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે લોકસભામાં એર ટ્રાફિક અને એરપોર્ટની સમસ્યાઓ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘મેં ઈમિગ્રેશન, એરપોર્ટ સુરક્ષા માટે જવાબદાર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ટીમ અને અન્ય સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરી અને એરક્રાફ્ટની અવરજવર અને એરપોર્ટની જરૂરી પ્રક્રિયાઓનો સ્ટોક લીધો અને તેને સુધારવા માટે પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો.’

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભાના શિયાળુ સત્રમાં ગુરુવારે પ્રશ્નકાળ દરમિયાન આ માહિતી આપી હતી. દરમિયાન મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે પણ આ અંગે નોટિસ જાહેર કરી છે અને મુસાફરોને 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">