ભારતના ત્રણ એરપોર્ટ પર શરૂ થઈ ‘ડિજિયાત્રા’, ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોન્ચ કરી ડિજિયાત્રા એપ

ડિજિયાત્રા (DigiYatra) સુવિધાનો લાભ લેવા માટે મુસાફરોએ ડિજીયાત્રા એપ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આધાર વેરિફિકેશન અને સેલ્ફ ઈમેજ કેપ્ચર સેવાનો ઉપયોગ કરીને આ સેવાનો લાભ લઈ શકાય છે. એટલે કે હવે તમારો ચહેરો જ તમારો બોર્ડિંગ પાસ બની જશે.

ભારતના ત્રણ એરપોર્ટ પર શરૂ થઈ 'ડિજિયાત્રા', ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોન્ચ કરી ડિજિયાત્રા એપ
AirPort
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 7:50 PM

એરપોર્ટ પર ભીડને કંટ્રોલ કરવા માટે ભારતે ખૂબ જ આધુનિક ટેક્નોલોજી વિકસાવી છે. સરળ અને મુશ્કેલી મુક્ત હવાઈ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે ગુરુવારથી દેશમાં ડિજિયાત્રા નામની એક મિકેનિઝમ શરૂ કરી રહ્યું છે. તે એક ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી છે. ભારતમાં ત્રણ એરપોર્ટ પર ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી શરૂ કરવામાં આવી રહી છે. આના દ્વારા મુસાફરોને એરપોર્ટ પર કોઈપણ સંપર્ક વિના અવરજવરની સુવિધા મળશે. પહેલા તબક્કામાં તે સાત એરપોર્ટ પર અને માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરો માટે શરૂ કરવામાં આવશે. જો તમે દિલ્હી, વારાણસી અને બેંગલુરુ એરપોર્ટથી કોઈ ફ્લાઈટ લેવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમે બોર્ડિંગ પાસ વગર પણ આ એરપોર્ટ પરથી યાત્રા કરી શકશો. તમારો ચહેરો તમારા બોર્ડિંગ પાસ તરીકે કામ કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે ​​આ માટે ડિજિયાત્રા કાર્યક્રમની શરૂઆત કરી હતી.

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે ડિજિયાત્રાનું અનાવરણ કર્યું. ડિજિયાત્રા સાથે એરપોર્ટ પર ચેક-ઈન પેપરલેસ હશે. ચહેરાની ઓળખ ટેકનોલોજીના આધાર પર યાત્રીઓ આ એરપોર્ટ પરથી મુસાફરી કરી શકશે. દિલ્હી સિવાય બેંગલુરુ અને વારાણસી એરપોર્ટ પર ગુરુવારે ડિજિયાત્રા શરૂ થઈ રહી છે.

કેવી રીતે કામ કરશે ડિજિયાત્રા

કોઈપણ એરલાઈન દ્વારા મુસાફરી કરતા તમામ સ્થાનિક યાત્રીઓ ડિજિયાત્રા એપ ડાઉનલોડ કરીને મુસાફરી કરી શકશે. તેના દ્વારા યાત્રીઓ એરપોર્ટમાં એન્ટ્રી લઈ શકશે. ગેટ પર કોઈપણ સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે નહીં. આનો અર્થ એ છે કે યાત્રીઓ માત્ર એક એપ વડે બોર્ડિંગ ગેટ સુધી જઈ શકશે અને સમયની બચત સાથે સરળ અને સુરક્ષિત યાત્રાનો આનંદ માણી શકશે.

પહેલા તબક્કામાં સામેલ હશે આ એરપોર્ટ

પહેલા તબક્કામાં સાત એરપોર્ટ પર આ સુવિધા લોન્ચ કરવામાં આવશે. શરૂઆતમાં તે ત્રણ એરપોર્ટ દિલ્હી, બેંગલુરુ અને વારાણસી માટે કરવામાં આવી રહ્યું છે. માર્ચ 2023 સુધીમાં તેને હૈદરાબાદ, કોલકાતા, પૂણે અને વિજયવાડા એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે. આ પછી આ ટેકનિક આખા દેશમાં લાગુ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે તેને હાલમાં ડોમેસ્ટિક ફ્લાઈટ પેસેન્જર્સ માટે લોન્ચ કરવામાં આવી છે.

કેવી રીતે કામ કરશે આ ટેક્નોલોજી

ડિજિયાત્રા એપ પર રજિસ્ટર કર્યા પછી યાત્રીઓ માટે એક કોડેડ બોર્ડિંગ પાસ જનરેટ કરવામાં આવશે. તેને સ્કેન કરવું પડશે. ત્યારબાદ ઈ-ગેટ પર લગાવવામાં આવેલ ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ યાત્રીની ઓળખ કરશે અને તેના ડોક્યુમેન્ટ્સ વેરિફાય કરશે. ત્યારબાદ પેસેન્જર એરપોર્ટમાં પ્રવેશ કરી શકશે. એરપોર્ટ પર એન્ટ્રી કર્યા બાદ પેસેન્જરે સિક્યોરિટી ચેક અને અન્ય સામાન્ય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. આ એપ દ્વારા યાત્રા કરતા મુસાફરોની માહિતી ક્યાંય સ્ટોર કરવામાં આવશે નહીં. પેસેન્જર આઈડી અને ટ્રાવેલ ઓળખપત્રો પેસેન્જરના સ્માર્ટફોનમાં જ સુરક્ષિત વોલેટમાં સ્ટોર કરવામાં આવે છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">