AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : કમોસમી વરસાદના કારણે ખેડૂતો થયા પાયમાલ, હજુ ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

મહારાષ્ટ્રમાં 24 માર્ચથી ફરી એકવાર વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદ પડશે.

Maharashtra : કમોસમી વરસાદના કારણે ખેડૂતો થયા પાયમાલ, હજુ ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 7:29 AM
Share

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે.ઉત્તર મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડાના 9 થી વધુ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદે પાકને બરબાદ કર્યો છે. જો શહેરોની વાત કરીએ તો મંગળવારે સવારે મુંબઈ, થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, નવી મુંબઈ, પુણેમાં વરસાદે જનજીવન ખોરવ્યુ હતુ. હવે 24 માર્ચથી રાજ્યના ધણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને મુંબઈ, થાણે, રાયગઢ, કોંકણમાં આગામી ત્રણ દિવસ સુધી હળવો વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

માર્ચમાં ત્રીજી વખત પડશે કમોસમી વરસાદ

અત્યાર સુધી તૈયાર કરેલો રવિ પાક કમોસમી વરસાદમાં સડી ગયો છે, ધોવાઈ ગયો છે. જો કે હજુ પણ આ આફત યથાવત રહેશે, એટલે કે માર્ચ મહિનામાં ત્રીજી વખત કમોસમી વરસાદનું જોર વધશે. જો કે આ પહેલા પણ આગામી 48 કલાકમાં ઉત્તર મહારાષ્ટ્ર, દક્ષિણ કોંકણમાં વરસાદની સંભાવના છે.

CM એકનાથ શિંદેએ પાક નાશ પામ્યા બાદ તાત્કાલિક પંચનામા કરીને ખેડૂતોને રાહત આપવાની જાહેરાત કરી હતી, જો કે હજુ પણ કમોસમી વરસાદ થવાના એંધાણ છે, હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચ મહિનામાં ત્રીજી વખત કમોસમી વરસાદ પડશે.

મુંબઈ-થાણે અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે

મુંબઈમાં આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદ પડશે. વરસાદનું કારણ દરિયામાંથી ફૂંકાતા પશ્ચિમી પવનોને જણાવવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે સવારે પવન પૂર્વ દિશા તરફ ફૂંકાય છે, પરંતુ મંગળવારે તે સમુદ્રમાંથી પશ્ચિમ તરફ ફૂંકાવા લાગ્યો હતો, જેના કારણે મુંબઈ, થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, નવી મુંબઈમાં સવારથી જ વરસાદ શરૂ થયો. મંગળવારે મુંબઈ અને આસપાસના વિસ્તારો ઉપરાંત રત્નાગીરી, પુણે, સતારા અને નંદુરબાર જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">