AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Corona Updates: મુંબઈના સાંતાક્રુઝમાં મળ્યો કોરોનાના નવા XE વેરિઅન્ટનો દર્દી, ગુજરાતની લેબમાં થયું હતું ટેસ્ટિંગ 

XE Variant In Mumbai : કોરોનાના નવા XE વેરિઅન્ટનો દર્દી હવે મહારાષ્ટ્રમાં પણ મળી આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા XE વેરિઅન્ટનો પહેલો કેસ મુંબઈના સાંતાક્રુઝમાંથી મળી આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ (Maharashtra Health Minister Rajesh Tope) આ જાણકારી આપી છે.

Maharashtra Corona Updates:  મુંબઈના સાંતાક્રુઝમાં મળ્યો કોરોનાના નવા XE વેરિઅન્ટનો દર્દી, ગુજરાતની લેબમાં થયું હતું ટેસ્ટિંગ 
Maharashtra Health Minister Rajesh Tope
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 9:32 PM
Share
કોરોનાના નવા XE વેરિઅન્ટનો (Corona new variant XE) દર્દી હવે મહારાષ્ટ્રમાં પણ મળી આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા XE વેરિઅન્ટનો પહેલો કેસ મુંબઈના (Corona XE case found in mumbai) સાંતાક્રુઝમાંથી મળી આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ જાણકારી આપી છે. દર્દીનો કોરોના ટેસ્ટ ગુજરાતની લેબમાં કરાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવ્યા બાદ રાજ્ય સરકારે કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જીવન હવે કોરોના સમયગાળા પહેલાની જેમ પાટા પર આવી ગયું છે. આવા સમયે આ તણાવ વધતા સમાચાર સામે આવ્યા છે. સંબંધિત દર્દીના સેમ્પલ ટેસ્ટ ગુજરાતની લેબમાં કરવામાં આવ્યું હતું. ટેસ્ટ રિપોર્ટમાં દર્દી કોરોનાના નવા વેરિઅન્ટ XEથી સંક્રમિત જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રના 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ નકલી! મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે તપાસ માટે કમિટીની રચના કરવાનો આપ્યો આદેશ

g clip-path="url(#clip0_868_265)">