Maharashtra: શાળાઓ ખોલવાને લઈને મુંઝવણ હજુ પણ યથાવત, કેબિનેટની બેઠકમાં કોઈ ચર્ચા ન થયાનું આરોગ્ય પ્રધાને જણાવ્યું

1 ડિસેમ્બરથી રાજ્યમાં પ્રાથમિક શાળા ખોલવાના નિર્ણય પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અંતિમ મહોર મારવાની છે. આ પ્રસ્તાવ શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કર્યો હતો. જેના પર આરોગ્ય વિભાગે લીલી ઝંડી આપી દીધી છે. દરમિયાન, ઓમિક્રોન વેરિઅન્ટની ધમકીએ મૂંઝવણ ઊભી કરી છે.

Maharashtra: શાળાઓ ખોલવાને લઈને મુંઝવણ હજુ પણ યથાવત, કેબિનેટની બેઠકમાં કોઈ ચર્ચા ન થયાનું આરોગ્ય પ્રધાને જણાવ્યું
Minister of Health Rajesh Tope

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (new variant Omicron)ને લઈને ભારતમાં પણ સતર્કતા રાખવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકા (South Africa)થી આવનારા પ્રવાસીઓ પર નજર રાખવામાં આવી રહી છે. જો કે હજુ પણ આ વેરિઅન્ટ (Variant) ઝડપથી ફેલાશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ આશંકાની વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra)માં શાળાઓ (Schools) ખોલવી કે નહીં તે અંગે મુંઝવણ હજુ પણ યથાવત છે.

કારણ કે સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં શાળા શરૂ કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. સ્વાસ્થ્ય પ્રધાન (Minister of Health Rajesh Tope) રાજેશ ટોપેએ આ અંગે માહિતી આપી હતી. મહત્વનું છે કે 1 ડિસેમ્બરથી રાજ્યમાં પ્રાથમિક શાળા ખોલવાના નિર્ણય પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અંતિમ મહોર મારવાની છે. આ પ્રસ્તાવ શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કર્યો હતો. જેના પર આરોગ્ય વિભાગે લીલી ઝંડી આપી દીધી છે. દરમિયાન, ઓમિક્રોન વેરિઅન્ટની ધમકીએ મૂંઝવણ ઊભી કરી છે.

શાળા પ્રશાસન અસમંજસમાં

શાળા ખુલવાને હજુ બે દિવસ બાકી છે, પરંતુ આજે કેબિનેટની બેઠકમાં આ અંગે કોઈ ચર્ચા થઈ ન હતી. તેથી આ નિર્ણયને મુખ્યમંત્રીએ પણ મંજૂરી આપી ન હતી. આવી સ્થિતિમાં શાળા પ્રશાસનની તૈયારીઓને લઈને અસમંજસ પ્રવર્તી રહી છે. બાળકોના વાલીઓ પણ અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. હાલ બોલ આરોગ્ય વિભાગના કોર્ટમાં છે.

અંતિમ નિર્ણય આરોગ્ય વિભાગ લેશે

રાજેશ ટોપેએ કેબિનેટની બેઠકમાં થયેલી ચર્ચા અંગે કહ્યું કે મોટાભાગની ચર્ચા આ મુદ્દાઓ પર થઈ હતી કે ઓમિક્રોન વેરિઅન્ટના જોખમને લઈને રાજ્યમાં નવા નિયંત્રણો અને માર્ગદર્શિકાઓ અંગે શું કરવું જોઈએ? કોરોના યુગના નિયંત્રણો બાદ અર્થવ્યવસ્થા ઘણી મુશ્કેલી સાથે પાટા પર આવી છે.

આવી સ્થિતિમાં, જો ફરીથી નિયંત્રણો લાદવામાં આવે છે તો અર્થવ્યવસ્થા પણ નીચે બેસી જવાની અણી પર આવી શકે છે. આવી સ્થિતિમાં મોટાભાગના મંત્રીઓનું સૂચન હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ અંગે ચર્ચા કરવી જોઈએ, ત્યારબાદ નવી માર્ગદર્શિકા તૈયાર કરવી જોઈએ.

શાળા ખોલવામાં આવે તો નિયમોનું પાલન સરળ નથી

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ વધુમાં કહ્યું કે, આ બેઠકમાં શાળા શરૂ કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. આ અંગે હવે આરોગ્ય વિભાગ નિર્ણય લેશે. શાળા શરૂ કરતા પહેલા ઘણી તૈયારીઓ કરવી પડે છે. કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. માસ્ક પહેરવું જરૂરી રહેશે. શાળા પરિસરમાં ભીડ ન હોય તેની જવાબદારી શાળા પ્રશાસને લેવાની રહેશે.

શાળામાં સેનિટાઈઝેશનની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. જો કેટલાક વિદ્યાર્થીઓ શાળાએ આવી શકતા ન હોય તો તેમના માટે ઓનલાઈન વર્ગોની વ્યવસ્થા કરવી પડશે. મહારાષ્ટ્રમાં કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી મોટી છે અને શાળાની જગ્યા નાની છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ઘણી શાળાઓએ 1 ડિસેમ્બરથી શાળાઓ ખોલવાની તૈયારી પણ શરૂ કરી નથી. દરમિયાન, ઓમિક્રોન વેરિઅન્ટના જોખમને લઈને માતાપિતાના મનમાં પણ શંકાઓ ઊભી કરી છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર આગામી બે દિવસમાં શું નિર્ણય લે છે તેના પર તમામની નજર રહેશે.

આ પણ વાંચો : શિક્ષક કે પંડિત ? મંત્રના ટોનથી ગણિત ભણાવતા શિક્ષકનો વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ ‘ ફેમિલીના પ્રેશરમાં શિક્ષક બની ગયા કે……’

આ પણ વાંચો : બાઈક સ્ટાર્ટ કરવા આ યુવતીએ લગાવ્યુ ગજબનુ દિમાગ ! પણ બ્રેક ન લાગતા દીદીના હાલ થયા બેહાલ, જુઓ VIDEO

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati