Mumbai monsoon: આ વખતે વરસાદ દરમિયાન મુંબઈ ડૂબવું જોઈએ નહીં… એકનાથ શિંદેની BMC અધિકારીઓને ચેતવણી !

મુખ્યમંત્રીએ કહ્યું કે ચોમાસા દરમિયાન મુંબઈગરાઓને તકલીફ ન પડે તે માટે નાળાઓની સંપૂર્ણ સફાઈ કરવાની જવાબદારી BMC અધિકારીઓની છે. મુંબઈમાં પાણી ભરાયુ તો અધિકારીઓએ ઘરે બેસવાનો વારો આવશે અને જો મુંબઈની જનતાને કોઈ મુશ્કેલી ન પડે તો અધિકારીઓને માન પણ આપીશું.

Mumbai monsoon: આ વખતે વરસાદ દરમિયાન મુંબઈ ડૂબવું જોઈએ નહીં... એકનાથ શિંદેની BMC અધિકારીઓને ચેતવણી !
CM Eknath Shinde
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 9:19 AM

મુખ્યમંત્રી એકનાથ શિંદે BMC અધિકારીઓને સ્પષ્ટ કહ્યું કે આ વખતે વરસાદ દરમિયાન મુંબઈ ડૂબવું જોઈએ નહીં. ગટરમાંથી કેટલો કાદવ કાઢવામાં આવ્યો તેની સાથે મારે કોઈ લેવાદેવા નથી, ગટરોની સફાઈ થવી જોઈએ. ગુરુવારે મુખ્યમંત્રી શિંદેએ મીઠી નદી, બીકેસી વિસ્તારમાં વાકોલા નદી અને દાદરના પ્રમોદ મહાજન ગાર્ડનમાં બનેલી ભૂગર્ભ પાણીની ટાંકીની મુલાકાત લીધી હતી અને સ્થળ પર જ નાળાઓની સફાઈનું નિરીક્ષણ કર્યું હતું. નાળાઓની સફાઈનું નિરીક્ષણ કર્યા પછી, શિંદેએ વર્લીમાં લવ ગ્રોવ પમ્પિંગ સ્ટેશનની તૈયારીઓ પણ જોઈ હતી.

આ પણ વાંચો: Breaking News : સુરતમાં જાણીતા પીઝા બ્રાન્ડ પીઝા-હટ અને ડોમીનોઝના ફૂડ સેમ્પલના નમૂનાના ફેલ

ડિસિલ્ટિંગ કામોનું નિરીક્ષણ કરતી વખતે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સાંતાક્રુઝમાં મિલાન સબવે પરની ગટર ગંદી મળી આવતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વિભાગના મુખ્ય ઈજનેરને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મુખ્યમંત્રીએ કહ્યું કે ચોમાસા દરમિયાન મુંબઈગરાઓને તકલીફ ન પડે તે માટે નાળાઓની સંપૂર્ણ સફાઈ કરવાની જવાબદારી BMC અધિકારીઓની છે. મુંબઈમાં પાણી ભરાયુ તો અધિકારીઓએ ઘરે બેસવાનો વારો આવશે અને જો મુંબઈની જનતાને કોઈ મુશ્કેલી ન પડે તો અધિકારીઓને માન પણ આપીશું.

મુખ્યમંત્રીએ બીએમસી કમિશનર આઈ.એસ. ચહલની હાજરીમાં કહ્યું કે આ વખતે સ્વચ્છતાની ટકાવારી નહીં ચાલે. જો મુંબઈમાં લગભગ 2200 કિમી નાળાઓની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તો મુંબઈવાસીઓ આ વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકે છે.

નાળાઓમાંથી કેટલા મેટ્રિક ટન કચરો કાઢવામાં આવ્યો તેનાથી કોઈ ફરક પડતો નથી. તેના બદલે, તે મહત્વનું છે કે મુંબઈમાં ક્યાંય પાણી ભરાઈ જવાની સ્થિતિ ન હોવી જોઈએ. શુક્રવારે પણ સતત બીજા દિવસે મુખ્યમંત્રી પશ્ચિમ ઉપનગરોની મુલાકાત લઈને નાળાઓ અને નદીઓની સફાઈની સમીક્ષા કરી.

BMC અધિકારીઓને ચેતવણી આપી

મુખ્યમંત્રીએ કહ્યું કે મુંબઈમાં દર વર્ષે પાણી ક્યાં ભરાય છે તેની જાણકારી અધિકારીઓને હોય છે. એટલા માટે આવી જગ્યાઓ પર નોડલ ઓફિસરની નિમણૂક કરીને કોન્ટ્રાક્ટરોને વધુ સારું કામ કરવવામાં આવે. વરલીમાં લવ ગ્રોવ પમ્પિંગ સ્ટેશન પરના નાળાઓમાં ફ્લડ ગેટ લગાવવામાં આવ્યા છે, જેથી દરિયાનું પાણી વધુ ભરતી વખતે નાળાઓમાં ન જાય.

વરસાદનું પાણી દરિયામાં ઝડપી ગતિએ ફેંકતા ફ્લડ ગેટ અને પંપની સંખ્યા વધારવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. શિંદેએ કહ્યું કે રેલવે પરિસરમાં આવેલી ગટરોની પણ યોગ્ય રીતે સફાઈ થવી જોઈએ. જો રેલ્વેના પુલને સાફ કરવામાં આવે તો લોકલ સેવા બંધ ન થાય, તેનુ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.

ઉદ્ધવ જૂથ પર નિશાન સાધ્યું

ઉદ્ધવ ઠાકરે જૂથ પર આડકતરી રીતે નિશાન સાધતા શિંદેએ કહ્યું કે કેટલા ટકા ગટરોની સફાઈ થઈ છે તેમાં મને કોઈ રસ નથી. અગાઉની સરકારો સપનામાં પણ તક્કા (કથિત કમિશન) જોતી હતી, તેમને માત્ર ટકાવારીમાં જ રસ હતો. જે સ્થળોએ 4 મીટર કાદવ કાઢવામાં આવ્યો હતો તે જગ્યાએ હવે 5 મીટરનો કાદવ કાઢવામાં આવશે.

300 મીમી વરસાદમાં પણ મુંબઈ અટકશે નહીં

BMC કમિશનર I.S. ચહલે દાવો કર્યો કે BMCએ એવી તૈયારીઓ કરી છે કે આ વખતે મુંબઈમાં એક દિવસમાં 300 મિમી જેટલો વરસાદ પડે તો પણ અટકશે નહીં. તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે 35 દિવસના વિલંબ પછી ગટરની સફાઈ શરૂ થઈ હતી, તેમ છતાં ગટરની સફાઈનું કામ સમયસર પૂર્ણ થયું હતું.

મુંબઈમાં પહેલીવાર એવું બન્યું કે ગયા વર્ષે વરસાદને કારણે એક વખત પણ લોકલ સેવા બંધ ન થઈ. પૂરની પરિસ્થિતિમાંથી બચાવવા માટે મીઠી નદી પર ફ્લડ ગેટ પણ લગાવવામાં આવશે. કુર્લાના ઘણા વિસ્તારોને તેનો લાભ મળશે. મીઠી નદી પર ફ્લડ ગેટ લગાવવા પાછળ 2 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અહીં કુલ 28 ગેટ લગાવવામાં આવશે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">