Vibrant Gujarat ના મુંબઇ રોડ-શોમાં મુખ્યમંત્રીનું સંબોધન, જાણો શું બોલ્યા ભૂપેન્દ્ર પટેલ ?

આ વર્ષના વાઇબ્રન્ટ સમિટની થીમ પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખી છે. ગુજરાતના વૈશ્વિક વિકાસના પાયામાં દ્રષ્ટિવંત નેતૃત્વ, ગુજરાતીઓની ઊદ્યમશીલતા, સુદ્રઢ નાણાંકીય સૂઝ-બૂઝ, શ્રેષ્ઠ આંતરમાળખાકીય સુવિધા રહેલા છે. આ વિકાસમાં સૌ ગુજરાતીઓની આપત્તિઓને અવસરમાં પલ્ટાવવાની આવડત કૂનેહ અને સ્વીકૃતિ પણ મહત્વપૂર્ણ છે.

Vibrant Gujarat ના મુંબઇ રોડ-શોમાં મુખ્યમંત્રીનું સંબોધન, જાણો શું બોલ્યા ભૂપેન્દ્ર પટેલ ?
મુુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 1:15 PM

Vibrant Gujaratના મુંબઈ રોડ-શોમાં મુખ્યમંત્રી તરીકે હું આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌનો આટલો ઉમળકાભર્યો પ્રતિસાદ વેપાર-ઉદ્યોગ જગતના ગુજરાત પરના વિશ્વાસ-ભરોસાની પ્રતીતિ કરાવે છે. હું સ્પષ્ટપણે માનું છું કે ગુજરાત (GUJARAT) ઉપરના આપના ભરોસા-વિશ્વાસના મૂળમાં (PM MODI) વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતને વિશ્વમાં શ્રેષ્ઠત્તમ બનાવવાની આગવી વિચારધારા રહેલી છે.

કોઇપણ રાષ્ટ્ર-રાજ્યના ડેવલોપમેન્ટ-વિકાસમાં સ્થિર શાસન પોલિટીકલ સ્ટેબિલિટી મહત્વની હોય છે. (PM MODI)વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતમાં પાછલા અઢી દાયકાથી જે પોલિટીકલ સ્ટેબિલીટી, ડેવલોપમેન્ટ માટેનું કમીટમેન્ટ અને ઓલ રાઉન્ડ હોલિસ્ટીક ડેવલોપમેન્ટનું એન્વાયરમેન્ટ બન્યું છે.

આના પરિણામે આજે ગુજરાત (GUJARAT) સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી હરેક ક્ષેત્રે વિકાસનું રોલ મોડેલ બની ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ સવાસો કરોડ દેશવાસીઓના આગવા વિકાસ માટે આત્મનિર્ભર ભારતનું જે વિઝન અપનાવ્યું છે તેને પરિપૂર્ણ કરવા ગુજરાત પ્રશાસન સંપૂર્ણ પ્રતિબધ્ધતાથી કર્તવ્યરત છે તેવો વિશ્વાસ-ખાતરી આપ સૌને આપુ છું.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

આ વર્ષના વાઇબ્રન્ટ સમિટની થીમ પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખી છે. ગુજરાતના વૈશ્વિક વિકાસના પાયામાં દ્રષ્ટિવંત નેતૃત્વ, ગુજરાતીઓની ઊદ્યમશીલતા, સુદ્રઢ નાણાંકીય સૂઝ-બૂઝ, શ્રેષ્ઠ આંતરમાળખાકીય સુવિધા રહેલા છે. આ વિકાસમાં સૌ ગુજરાતીઓની આપત્તિઓને અવસરમાં પલ્ટાવવાની આવડત કૂનેહ અને સ્વીકૃતિ પણ મહત્વપૂર્ણ છે.

મુંબઈ (MUMBAI) શહેરને ભારતની આર્થિક રાજધાની કહેવામાં આવે છે તો ગુજરાત ભારતના મેન્યુફેક્ચરિંગ હબ, ઓટોમોબાઇલ હબ, ફાર્મા હબ, MSME હબ તરીકે દેશનું રોલ મોડેલ બન્યું છે. કોઇપણ રાજ્ય કે દેશના વિકાસ માટે વ્યાપારને અનુકૂળ નીતિઓ જરૂરી છે જ, એ ઉપરાંત વ્યાપારને અનુકૂળ માહોલ પણ આપવો પડે છે. તો જ સર્વાંગી વિકાસ શક્ય બને.

ગુજરાતના આ વિકાસમાં સુદ્રઢ કાયદો અને વ્યવસ્થા લેબર પીસ, ઝિરો મેન ડેયઝ લોસ અને સામાજીક સમરસતાનું પણ મોટુ યોગદાન છે. આખા દેશમાંથી લોકો કામ માટે ગુજરાત આવે છે અને ગુજરાત તેમને જીવનમાં આગળ વધવા માટેના નીતનવા અવસર પ્રદાન કરે છે. વસુધૈવ કુટુમ્બકમના સિદ્ધાંતને ગુજરાતે સાર્થક કરીને બતાવ્યો છે.

વાઇબ્રન્ટ સમિટની ૨૦૦૩માં (Vibrant Gujarat)નરેન્દ્રભાઇ એ શરૂ કરાવેલી શૃંખલા ગુજરાતની ગ્લોબલ બ્રાંડ ઇમેજ બની ગઇ છે. પહેલા આ સમિટમાં ગુજરાતમાં મૂડીરોકાણની ચર્ચા થતી હતી પણ હવે અહીં રોકાણની સાથે સાથે વિશ્વની સમસ્યાઓ, તેના સમાધાન અને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ અવસરોનું ચિંતન-મંથન પણ થાય છે. નેટવર્કીંગ અને નોલેજ શેરીંગ પણ થાય છે.

આ ઇવેન્ટના માધ્યમથી આખી દુનિયા જાણી ગઈ છે કે ગુજરાતે વર્લ્ડક્લાસ સ્ટેટ બનવા માટેના નક્કર કદમ ભર્યા છે. આ જ વિરાસતને આગળ ધપાવી આપણે વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૨નું આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે નોંધપાત્ર આર્થિક અને સામાજિક વિકાસ સાધ્યો છે, અને ભારત વિશ્વમાં એક અગ્રણી દેશ તરીકે ઉભરી આવ્યો છે.

પી.એમ ગતિશક્તિ માસ્ટર પ્લાન, પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ સ્કીમ, પારદર્શી અને સરળ ટેક્સ માળખું, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઈઝ ઓફ લિવિંગ, મેક ઈન ઈન્ડિયા સહિતની અનેક પહેલથી દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ગુજરાત આ બધી પહેલમાં લીડ લઇને આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતના મંત્રથી મક્કમતાથી આગળ વધ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનો હું ખાસ ઉલ્લેખ કરવા માંગું છું.

આ પ્રોજેક્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ભારે વેગ આપશે અને સાથે-સાથે રોજગાર સર્જન, ઝડપી પરિવહન અને પ્રદૂષણમાં ઘટાડા સહિતના બીજા અનેક ફાયદા પણ આ પ્રોજેક્ટથી મળશે. મિત્રો, ગુજરાત દેશના સૌથી વધુ ઈન્ડસ્ટ્રીયલાઈઝ્ડ અને અર્બનાઈઝ્ડ અર્થતંત્રો પૈકીનું એક છે અને સામાજિક-આર્થિક વિકાસ મામલે વિવિધ ક્ષેત્રોમાં નેશનલ લીડર છે.

હું અહિં ઉપસ્થિત ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયૂશન્સ, ફિનટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ યુનિટ સૌને કહેવા માંગુ છું કે જો તમે હજુ સુધી ગુજરાતના ગિફટ સિટીમાં આવ્યા ન હોવ તો હવે એ દિશામાં પોઝિટીવલી વિચારો. ગિફટ સિટીમાં તમને વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર, બુલિયન એક્સચેન્જની સુવિધા, ફિનટેક હબ, એર ક્રાફટ લિઝીંગ એન્ડ શિપ લીઝીંગ બિઝનેસ એક્ટીવીટીઝ, ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ, બિઝનેસ કોસ્ટ એફિસીયન્સી જેવી બહુવિધ સુવિધાઓ અંડર વન અંબ્રેલા મળશે. ગુજરાત સરકારે રાજ્યમાં MSMEના વિકાસ માટે એક સાનુકૂળ ઈકોસીસ્ટમ તૈયાર કરવા ઉપર પણ ભાર મૂક્યો છે.

MSME એકમોને પ્રોત્સાહન, પહેલા પ્રોડક્શન પછી પરમિશનની નીતિ, યુવા સ્ટાર્ટઅપને ઇન્સેન્ટિવઝ અને કોરોના પછી રી-લોકેટ થવા માંગતા ઉદ્યોગોને અનૂકૂળ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી, ઇ-વ્હીકલ પોલીસી, સોલાર પોલીસી જેવી વિવિધ પોલીસીઓથી ગુજરાત દેશ અને દુનીયાના ઉદ્યોગોને આવકારવાં આતુર છે. સાતત્યપૂર્ણ સામાજિક-આર્થિક વિકાસને બળ આપવા ગુજરાત સરકાર નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને ડિજીટલ નેટવર્ક, ઈમર્જીંગ ટેક્નોલોજી, ફિનટેક, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન, ઈ-વ્હીકલ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, નોલેજ એક્સ્ચેન્જ, એક્સ્પોર્ટ, ટુરિઝમ અને ફાઈનાન્સીયલ સર્વિસ જેવા ક્ષેત્રોમાં વધુ મૂડીરોકાણ મેળવવાની અમારી નેમ છે.

મિત્રો, ગુજરાતમાં અતુલનીય ઔદ્યોગિક વિકાસ છે, સુગ્રથિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને અદ્વિતિય ઉદ્યોગસાહસિકતા છે. ગુજરાતીઓના લોહીમાં જ વેપાર-ઉદ્યોગ સાહસિકતા વણાયેલા છે. આગામી સમયમાં ભારતના સ્ટાર યુનિકોર્ન ગુજરાતમાં તૈયાર કરી આત્મનિર્ભર, સેલ્ફ-રિલાયન્ટ ગુજરાતના નિર્માણનું લક્ષ્ય અમે રાખ્યું છે.

આજના આ અવસરે હું આપ સૌને ગુજરાતમાં પધારવા તેમજ જાન્યુઆરી-2022માં આયોજિત 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પાઠવું છું. મિત્રો, આપ સૌ ગુજરાતની પ્રગતિના સાથીદાર રહ્યા છો. ગુજરાતના આર્થિક વિકાસમાં આપ સૌ દાયકાઓથી અમારી પડખે રહ્યા છો. ગુજરાત સર્વસમાવેશક અને સાતત્યપૂર્ણ વિકાસ માટેની એક સર્વગ્રાહી ઈકોસીસ્ટમ ધરાવે છે તેનાથી આપ સૌ ભલીભાંતિ પરિચિત છો.

આત્મનિર્ભર ગુજરાતના નિર્માણ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “આત્મનિર્ભર ભારત” ના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ” ની અમારી વિકાસયાત્રામાં સહભાગી બનવા હું આપને આમંત્રણ પાઠવું છું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">