AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નીતા અંબાણીએ NMACC ખાતે ‘ધ લાઇબ્રેરી’ લોન્ચ કરી, બોલિવુડ સ્ટાર હાજર રહ્યા

નીતા અંબાણીએ 31 ઓક્ટોમ્બર 2026ના રોજ નીતા મુકેશ અંબાણી કલ્ચલ સેન્ટર (NMACC)માં ધ લાઈબ્રેરીનું ઉદ્ધાટન કર્યું હતુ. જે 1 નવેમ્બર 2026થી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે.

Breaking News : નીતા અંબાણીએ NMACC ખાતે 'ધ લાઇબ્રેરી' લોન્ચ કરી, બોલિવુડ સ્ટાર હાજર રહ્યા
| Updated on: Nov 01, 2026 | 10:54 AM
Share

પુસ્તક, સિનેમા, સંસ્કૃતિ અને વાતચીતની દુનિયાને એક સાથે લાવતા રિલાયન્સ ફાઉન્ડેશનની સંસ્થાપક અધ્યક્ષ નીતા અંબાણીએ નીતા મુકેશ અંબાણી કલ્ચલ સેન્ટરમાં ધ લાઈબ્રેરીની શરુઆત કરી છે. NMACCએ ઈન્સ્ટાગ્રામ પર આ ઉદ્ધાટન સમારોહની એક ઝલક શેર કરી હતી. આ દરમિયાન નીતા અંબાણી જ્વેલરીએ બધાનું ધ્યાન ખેચ્યું હતુ. તેમણે સોઅરિંગ સ્પિરિટ નામનું એક બ્રોચ પહેર્યું હતુ. જેને ફેમસ જ્વેલરી આર્ટિસ્ટ વાલેસ ચાને ડિઝાઈન કર્યું છે.

ધ લાઈબ્રેરી લોન્ચ ઈવેન્ટમાં ઈશા અંબાણી ચમકી

લાઈબ્રેરી લોન્ચ ઈવેન્ટમાં ઈશા અંબાણી સુંદર સ્ટાઈલમાં જોવા મળી હતી. આ ખાસ તક માટે તેમણે ડેનિમ જીન્સની સાથે બ્રોકેડ ટોપ પહેર્યું અને સ્ટાઈલિશ લુક પસંદ કરી હતી. ઈશાએ ખુબ સિમ્પલ લુક સાથે બધાનું ધ્યાન ખેચ્યું હતુ. તેમણે પોતાના લાંબા વાળને ખુલ્લા રાખ્યા હતા.

View this post on Instagram

ધ લાઈબ્રેરીમાં સામેલ થયા સ્ટાર

ધ લાઈબ્રેરી લોન્ચ ઈવેન્ટમાં સાંજે બોલિવુડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. જેમાં બોલિવુડ સ્ટાર કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાન, શાહિદ કપુર અને તેની પત્ની મીરા રાજપુત,વિક્રાંત મેસ્સી, રાજકુમાર રાવ, ફિલ્મ નિર્માાતા રાજકુમાર હિરાની, સોનાલી કુલકર્ણી અને વેદિકા પિન્ટો સામેલ હતી. આ ઈવેન્ટમાં કિમ શર્મા, સોહા અલી ખાન પણ જોવા મળી હતી.

નીતા અંબાણીએ NMACC ખાતે ‘ધ લાઇબ્રેરી’ લોન્ચ કરી

NMACCએ નીતા અંબાણીનો ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું NMACCમાં ધ લાઈબ્રેરી ના ઉદ્ધાટન સમયે અમારી સંસ્થાપક નીતા મુકેશ અંબાણીએ ફેમસ જ્વેલરી આર્ટિસ્ટ વાલેસ ચાન દ્વારા ડિઝાઈન કરેલી સુંદર સોઅરિંગ સ્પિરિટ બ્રોચ પહેર્યું હતુ.

‘ધ લાઇબ્રેરી’ ખોલવાનો હેતુ

મહેમાનોનું સ્વાગત કરતા નીતા અંબાણીએ કહ્યું, લાઇબ્રેરી એ પુસ્તકો, વાતચીત અને સારા ખોરાકનું સ્થળ છે. અમે નવી પેઢીને પુસ્તકો અને વાંચનનો આનંદ પાછો લાવવા માંગીએ છીએ. પુસ્તકો, વાતચીત અને સહિયારા અનુભવો પર ભાર મૂકતા, ‘ધ લાઇબ્રેરી’નો ઉદ્દેશ્ય એક એવી જગ્યા બનાવવાનો છે. જે વાંચનને પ્રોત્સાહન આપે છે અને સાહિત્ય અને સંસ્કૃતિ દ્વારા લોકોને એકસાથે લાવે છે.

કરોડોની સંપત્તિ છતાં અંબાણી પરિવાર બાળકોના ઉછેરમાં પોતે આપે છે સમય , જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
Breaking News : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 21 તાલુકાઓને ધમરોળ્યા
Breaking News : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 21 તાલુકાઓને ધમરોળ્યા
ડેકોરા ગ્રુપનાબિલ્ડરને બર્થ ડે પાર્ટી આપવી મોંઘી પડી, 38 સામે ફરિયાદ
ડેકોરા ગ્રુપનાબિલ્ડરને બર્થ ડે પાર્ટી આપવી મોંઘી પડી, 38 સામે ફરિયાદ
આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન
ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, ખેડૂતોને ભારે નુકસાન
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, ખેડૂતોને ભારે નુકસાન
CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ
CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
g clip-path="url(#clip0_868_265)">