AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 8 હજાર પોલીસ કર્મચારી અને હાઈસિક્યોરિટી ઝોન વચ્ચે થઈ 25 થી 30 લાખના સોનાની ચોરી

બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર દરમિયાન લાખોની ભીડમાં ચોરોએ 25-30 લાખના ઘરેણાની ચોરી કરી હતી. અહી 8 હજાર પોલીસ કર્મચારીઓ હાજર હતા. આટલી કડક સુરક્ષા વચ્ચે આટલી મોટી ચોરીની ઘટના સામે આવતા સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.

Breaking News : 8 હજાર પોલીસ કર્મચારી અને હાઈસિક્યોરિટી ઝોન વચ્ચે થઈ 25 થી 30 લાખના સોનાની ચોરી
| Updated on: Feb 02, 2026 | 11:21 AM
Share

તેમ એવું ઘણી વખત સાંભળ્યું હશે કે, રસ્તામાં કે પછી કોઈ માર્કેટમાં ચેઈન સ્નેચિંગની ઘટના બની હોય પરંતુ આજે અમે એક એવી ઘટના વિશે વાત કરીશું જ્યાં 8 હજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે હાજર હતો. તેમ છતાં 1 , 2 લાખ નહી પરંતુ 25 થી 30 લાખના સોનાના ઘરેણાની ચોરી થઈ છે. બારામતીમાં જ્યારે લાખો લોકો નેતા અજિત પવારને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાક ચોરે આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો. તેમજ ચોરીને મોટો અંજામ આપ્યો હતો. અંતિમ સંસ્કાર દરમિયાન ચેન સ્નેચિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 28 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું હતુ.

બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં તેમના પાર્થિવ દેહનો સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના ખુણે ખુણેથી લાખો લોકો તેમના અંતિમ દર્શન માટે બારામતી પહોંચ્યા હતા, અને સમગ્ર શહેરમાં શોક છવાઈ ગયો હતો.

15 લોકોના ગળામાંથી ચેઈન ગુમ

આ ભીડનો લાભ ઉઠાવી ચોરે લોકોને નિશાન બનાવ્યા હતા. તેમજ અંદાજે 15 લોકોના ગળામાંથી સોનાના ચેનની ચોરી કરી હતી. ચોરી કરેલા ઘરેણાની કિંમત 25 થી 30 લાખ રુપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક સંદિગ્ધ ચોરોએ નાગરિકોને રંગે હાથ ઝડપી લીધી હતા. જ્યારે કેટલાક આરોપીઓને પોલિસને સોંપવામાં આવ્યા હતા.

મહત્વની વાત એ છે કે, તે દિવસે બારમતીમાં અંદાજે 8 હજાર પોલીસકર્મચારીનો કાફલો તૈનાત હતો. તેમ છતાં આટલી મોટી ચોરી થઈ છે. જેથી પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. પીડિત નાગરિકોની ફરિયાદ પર બારામતી તાલુકા પોલીસમાં કેસ નોંધાયા છે.

પોલીસે કોની ધરપકડ કરી?

પોલીસે મોહમ્મદ યુનુસ, રાજકુમાર આઠવલે,એઝાઝ મિરવલે, મોહમ્મદ સિરાજ, બાલુ બોત્રે સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તમામ આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે. એક બાજુ જ્યાં અજિત પવારના અંતિમ સંસ્કાર દરમિયાન માહૌલ ભાવુક હતો. તો બીજી બાજુ ચોરોના કાફલાએ લોકોના ગળામાંથી સોનાની ચેનની ચોરી કરી હતી. આ ઘટનાથી બારામતી શહેરમાં નારાજગી ફેલાય છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થવાથી દુખધ નિધન થયું છે. અહી ક્લિક કરો

Follow Us
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
g clip-path="url(#clip0_868_265)">