AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મુંબઈ-અમદાવાદ હાઈવે પર જાનૈયાઓ ભરેલી ટ્રક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતાં 12 લોકોના કમકમાટીભર્યા મોત- જુઓ Video

મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય રાજમાર્ગ પર પાલઘર નજીક એક કાળજું ધ્રુજાવી દેનારો અકસ્માત સર્જાયો છે. લગ્ન પ્રસંગમાં જઈ રહેલા લોકોથી ખિચોખિચ ભરેલી ટ્રક આગળ ઉભેલા કન્ટેનર પાછળ ધડાકાભેર અથડાઈને પલટી મારી જતાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Breaking News: મુંબઈ-અમદાવાદ હાઈવે પર જાનૈયાઓ ભરેલી ટ્રક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતાં 12 લોકોના કમકમાટીભર્યા મોત- જુઓ Video
Image Credit source: Tv9Gujarati
| Updated on: May 18, 2026 | 8:02 PM
Share

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પરથી એક અત્યંત ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. પાલઘર જિલ્લાના ધાનીવારી ગામ નજીક આજે સોમવારે એક આઈશર ટ્રક અને કન્ટેનર વચ્ચે એટલો ભયાનક અકસ્માત થયો કે લગ્ન અને સગાઈના મંગળ પ્રસંગની ખુશીઓ ગણતરીની મિનિટોમાં જ મરણચીસો અને માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 25 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ટોળું વળ્યું અને ટ્રક પલટી મારી ગઈ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ આઈશર ટ્રકમાં ક્ષમતા કરતાં વધુ એટલે કે આશરે 50 થી 100 જેટલા લોકો સવાર થઈને લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. હાઈવે પરથી પસાર થતી વખતે ટ્રકના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોડની સાઈડમાં ઉભેલા એક મોટા કન્ટેનર પાછળ ટ્રક ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક રોડ પર જ ફંગોળાઈને પલટી મારી ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા અસંખ્ય લોકો લોખંડના બોડી અને સામાન નીચે દબાઈ ગયા હતા.

સ્થાનિકોએ શરૂ કર્યું બચાવ કાર્ય

આ ભયાનક ધડાકાનો અવાજ સાંભળીને આજુબાજુના ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટ્રક નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાનું મુશ્કેલ બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે કાના ઉપજિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી ઘણા લોકોની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેમને વધુ સારવાર માટે અન્ય મોટી હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે, જેથી મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે.

ડ્રાઈવરની બેદરકારી કે ઓવરસ્પીડ? તપાસ શરૂ

ટ્રકમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવામાં આવ્યા હોવાની હકીકત સામે આવતા જ તંત્ર હરકતમાં આવ્યું છે. અકસ્માત તેજ ગતિના કારણે થયો, ડ્રાઈવરની બેદરકારીના લીધે કે પછી કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી તે દિશામાં પોલીસે ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. વહીવટી તંત્રે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને તમામ જરૂરી તબીબી સહાય મફત આપવાની જાહેરાત કરી છે.

આ અકસ્માતે ફરી એકવાર હાઈવે પર માલવાહક વાહનોમાં ગેરકાયદેસર રીતે થતી મુસાફરોની હેરાફેરીના ગંભીર મુદ્દાને સપાટી પર લાવી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે આવી મોટી હોનારતો પછી પણ તંત્ર હાઈવે પર ઓવરલોડિંગ અને ક્ષમતાથી વધુ મુસાફરો ભરતા વાહનો સામે કેટલી કડક કાર્યવાહી કરે છે.

કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી સંસ્થા NTA ની સ્થાપનાથી લઈને NEET વિવાદ સુધીની ઇનસાઇડ સ્ટોરી

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">