પત્નીના પ્રેમીની કથિત રીતે હત્યા કરનાર આરોપીને બોમ્બે હાઈકોર્ટે(Bombay High Court) જામીન આપ્યા છે. સાંગવી પોલીસે એપ્રિલ 2019માં પુણે જિલ્લાના પિંપરી-ચિંચવડ ખાતે પોતાની પત્નીના પ્રેમીની કથિત રીતે હત્યા (Murder) કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. કોર્ટે હવે આ હત્યાના આરોપીને જામીન આપ્યા (Bail to Murder Accused) છે. કોર્ટે સ્વીકાર્યું છે કે તેની સામેના આરોપો સાબિત થયા નથી. તેથી તે જામીન પર મુક્ત થવા માટે હકદાર છે. કોર્ટે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, આરોપીઓ સામે લગાવવામાં આવેલા આરોપોને બીજી બાજુએ સમર્થન આપ્યું ન હતું.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ, કોર્ટે આરોપી લક્ષ્મણ તુકારામ ખુટેકરને 25,000 રૂપિયાના અંગત બોન્ડ અને એટલી જ રકમની જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે તેને તપાસમાં સહકાર આપવા અને કેસમાં સામેલ થવાની પણ સૂચના આપવામાં આવી હતી. જસ્ટિસ સી વી ભડાંગની સિંગલ બેન્ચે ખુટેકરની જામીન અરજી પર સુનાવણી કરી હતી. જણાવી દઈએ કે અરજદાર વિરુદ્ધ આઈપીસી, આર્મ્સ એક્ટ અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ તેમજ ઘણી જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
લગ્ન કર્યા પછી પણ બીજાની પત્ની સાથે સંબંધ
પુણે પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાના એક દિવસ પછી મૃતકના ભાઈએ 17 એપ્રિલ, 2019ના રોજ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મૃતક આરોપીની પત્ની સાથે સંબંધ ધરાવતો હતો. અરજદારે કહ્યું હતું કે લગ્ન કર્યા પછી પણ મૃતકે તેની પત્ની સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો, જ્યારે તેના ભાઈ અને અન્ય લોકોએ તેને ઘણી મનાઈ કરી હતી. ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે નારાજગીમાં, અરજદારે તેની પર હુમલો કર્યો હતો. આ કેસમાં તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી પુણે સેશેલ કોર્ટમાં શરૂ થઈ હતી.
‘ફરીયાદ પક્ષના સાક્ષીઓએ સમર્થન આપ્યું ન હતું’
અરજદારના વકીલ સના રઈસ ખાને કહ્યું કે આ કેસમાં ફરિયાદ પક્ષના તમામ નજરે જોનારા સાક્ષીઓ પણ ફરી ગયા હતા. તેમણે કહ્યું કે મૃતકના ભાઈએ પણ અરજદાર પર લગાવવામાં આવેલા આરોપોને સમર્થન આપ્યું નથી, જે સાબિત કરે છે કે તપાસ એજન્સીઓએ નકલી તપાસ કરી હતી અને અરજદારને ખોટા કેસમાં ફસાવ્યો હતો.
પોલીસ કાઉન્સિલ જે.એસ. લોહોકરેએ સ્વીકાર્યું હતું કે તમામ મહત્વપૂર્ણ ફરિયાદી સાક્ષીઓની પુછપરછ કરવામાં આવી હતી. પરંતુ તેમણે આરોપોને સમર્થન આપ્યું ન હતું. બેન્ચે કહ્યું કે આ તબક્કે સેશન્સ કોર્ટનો નિર્ણય પૂર્વ-નિર્ધારિત કરવો જરૂરી નથી. સાક્ષીઓએ ફરિયાદ પક્ષને સમર્થન આપ્યું ન હતું, તેથી કોર્ટે અરજદારને જામીન પર મુક્ત કર્યો હતો.