AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INS Ranvir Explosion: મુંબઈ નેવલ ડોકયાર્ડ ખાતે INS રણવીરમાં બ્લાસ્ટ, 3 નૌસૈનિકો શહીદ અને 11 ઘાયલ

સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં ઈજા પામેલા 11 નૌસૈનિકોની સ્થાનિક નેવી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ શહીદ થયેલા નૌકાદળના જવાનોની ઓળખ હજુ સુધી કરી શકાઈ નથી.  આ મામલે બોર્ડ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

INS Ranvir Explosion: મુંબઈ નેવલ ડોકયાર્ડ ખાતે INS રણવીરમાં બ્લાસ્ટ, 3 નૌસૈનિકો શહીદ અને 11 ઘાયલ
Blast in INS Ranvir (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 12:10 AM
Share

મુંબઈમાં ભારતીય નેવી ડોકયાર્ડમાં યુદ્ધ જહાજ  આઈએનએસ રણવીરમાં (Warship INS Ranvir) થયેલા વિસ્ફોટમાં 3 નૌસૈનિકો શહીદ થયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ ઘટનામાં કેટલાક નૌસૈનિકો ઘાયલ થયા છે. નૌસેનાએ ( Indian Navy) આઈએનએસ રણવીરમાં થયેલા વિસ્ફોટ અંગે તપાસ કરવાના આપ્યા આદેશ.

મંગળવારે મુંબઈમાં ભારતીય નેવી ડોકયાર્ડમાં (Navy Dockyard) યુદ્ધ જહાજ INS રણવીરના (Warship INS Ranvir) આંતરિક ભાગમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં જહાજ પર તૈનાત નૌકાદળના ત્રણ જવાન શહીદ થયા છે અને અનેક જવાનો ઘાયલ થયા છે. જો કે, વિસ્ફોટ પછી તરત જ આગને કાબૂમાં લેવામાં આવી હતી, જેના કારણે જહાજને વધુ નુકસાન થયું ન હતું.

યુદ્ધ જહાજ INS રણવીરમાં થયેલ વિસ્ફોટની ઘટના બાદ તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જહાજના ક્રૂ મેમ્બરોએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. યુદ્ધ જહાજ INS રણવીરને વધારે નુકસાન થયું ન હતું.

મીડિયા અહેવાલો અનુસાર, ઈસ્ટર્ન નેવલ કમાન્ડમાં આઈએનએસ રણવીર નવેમ્બર 2021 થી દરિયાકાંઠાના વિસ્તારમાં ઓપરેશનલ તૈનાત પર હતું અને જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તરત જ તે દરિયાકિનારે પરત આવવાનું હતું. આ મામલે બોર્ડ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. જહાજને કોઈ નુકસાન થયું હોવાના અહેવાલ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં ઈજા પામેલા 11 નૌસૈનિકોની સ્થાનિક નેવી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ શહીદ થયેલા નૌકાદળના જવાનોની ઓળખ હજુ સુધી કરી શકાઈ નથી. 

આ પણ વાંચોઃ

Bombay High Court: 1996માં બાળ હત્યાના આરોપી સીમા અને રેણુકાની ફાંસી રદ્દ, બોમ્બે હાઈકોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી

આ પણ વાંચોઃ

Maharashtra: ભાજપ નેતા રામકદમે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પર FIR દાખલ કરવાની કરી માંગ, PM મોદી પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">