Big News: મહારાષ્ટ્રમાં ભાજપનું વિરોધ પ્રદર્શન, લોકલ ટ્રેન સેવા શરુ કરવા ધરણા

મહારાષ્ટ્રમાં ભાજપનું વિરોધ પ્રદર્શન શરુ થઇ ગયું છે. વેક્સિન લીધેલા લોકો માટે લોકલ ટ્રેન શરુ કરવા આ પ્રદર્શન ભાજપ કરી રહી છે.

Big News: મહારાષ્ટ્રમાં ભાજપનું વિરોધ પ્રદર્શન, લોકલ ટ્રેન સેવા શરુ કરવા ધરણા
bjp protests in maharashtra to start local train service for vaccinated passengers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 12:50 PM

મહારાષ્ટ્રમાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહારાષ્ટ્રમાં વેક્સિનના બંને ડોઝ લીધેલા લોકો માટે લોકલ ટ્રેન સેવા શરુ કરવા માટે વિરોધ પ્રદર્શન થયું. મુંબઈ શહેરમાં લોકલ ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવાને લઈને ભાજપના કાર્યકરોએ ચર્ચગેટ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

ભાજપના પ્રવિણ દારેકરે કહ્યું કે, આ પોલીસ દ્વારા સરકારની સરમુખત્યારશાહી છે, પરંતુ અમારો વિરોધ સામાન્ય માણસના ભલા માટે છે. રાજ્ય અમને વિરોધ કરવા દેતું નથી, કે સેવાઓ ફરી શરૂ કરતું નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભાજપના પ્રવિણ દારેકરે કહ્યું કે “મને 260 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે મેં ટીકીટ માંગી ત્યારે ટિકિટ કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે હજુ લોકલ ટ્રેન સેવાઓ ફરી શરૂ થઈ નથી.

મહારાષ્ટ્રમાં ભાજપ મહાવિકાસ આઘાડી (Maharashtra BJP Protest) સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુંબઈ લોકલ (Mumbai Local Train Service)ને સામાન્ય જનતા માટે ખુલ્લી મુકવામાં આવે તેવી માંગ કરવા ભાજપ આજે રસ્તા પર ઉતરશે એવી જાહેરાત કરી હતી. ભાજપે માંગ કરી છે કે કોરોનાની રસી મેળવનારાઓ માટે સ્થાનિક ટ્રેન સેવા પુન:સ્થાપિત કરવામાં આવે.

મહારાષ્ટ્ર ભાજપે ઉદ્ધવ સરકાર સામે આવું ન કરવા બદલ વિરોધ કરવાની ચેતવણી આપી છે. પક્ષની માંગ છે કે જે લોકોએ રસીના બંને ડોઝ (Corona Vaccine Both Dose)) લીધા છે તેમના માટે લોકલ ટ્રેન સેવા ફરી શરૂ કરવી જોઈએ. ભાજપના નેતા પ્રવીણ ડેરેકરે આજે મુંબઈના ચર્ચગેટ સ્ટેશન પર વિરોધ પ્રદર્શન (Protest On Church Gate) કર્યું હતું.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, ખેલ રત્ન એવોર્ડ હવે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના નામે અપાશે

આ પણ વાંચો: RAJKOT : હડતાળ કરી રહેલા રેસિડન્ટ ડોક્ટરો અને આરોગ્ય કમિશ્નર વચ્ચેની વાતચીત વાયરલ, આરોગ્ય કમિશ્નરે અપમાન કર્યાના આક્ષેપો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">