AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAJKOT : હડતાળ કરી રહેલા રેસિડન્ટ ડોક્ટરો અને આરોગ્ય કમિશ્નર વચ્ચેની વાતચીત વાયરલ, આરોગ્ય કમિશ્નરે અપમાન કર્યાના આક્ષેપો

ડોક્ટરોના કહેવા પ્રમાણે જ્યારે તેઓ સરકારને રજૂઆત કરવા માટે ગયા ત્યારે તેઓને ધમકાવવામાં આવ્યા હતા.પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો,ડીન અને HOD દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું.

RAJKOT : હડતાળ કરી રહેલા  રેસિડન્ટ ડોક્ટરો અને આરોગ્ય કમિશ્નર વચ્ચેની વાતચીત વાયરલ, આરોગ્ય કમિશ્નરે અપમાન કર્યાના આક્ષેપો
RAJKOT : Allegations that the health commissioner insulted the striking resident doctors
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 06, 2021 | 12:05 PM
Share

RAJKOT : નોકરીમાં બોન્ડમાં ફેરફાર અને પગાર વધારાની માંગ સાથે છેલ્લા ત્રણ દિવસથી હડતાલ કરી રહેલા રેસિડન્ટ ડોક્ટરો ગત મંગળવારે 3 ઓગષ્ટે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં આરોગ્ય કમિશનરે રેસિડન્ટ ડોક્ટરોનું અપમાન કર્યુ હોવાનો ડોક્ટરોએ આક્ષેપ કર્યો હતો.ડોક્ટરો જ્યારે આરોગ્ય કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આરોગ્ય કમિશનરે “તમારી જીભ બહું ચડી ગઇ છે,બહું સાંભળ્યા છે,અધિકારી છો તેવી રીતે રહો” જેવા શબ્દો કહેતા ડોક્ટરોમાં રોષ જોવા મળ્યો હતો.

રાજકોટના 250 જેટલા રેસિડન્ટ ડોક્ટરો હડતાલમાં જોડાયા છે. ડોક્ટરોનું કહેવું છે કે જ્યારે કોરોનાની મહામારી હતી ત્યારે સરકાર દ્વારા 10 લાખનો બોન્ડ 40 લાખ કરી દેવામાં આવ્યો હતો અને 1 દિવસ નોકરી કરનારને બે દિવસ હાજરી ગણાશે તેવું કહ્યું હતું. જો કે રાજ્ય સરકારે આ બોન્ડમાં ફેરફાર કરતા હડતાળમાં ઉતરવું પડ્યું હતુ.ડોક્ટરોના કહેવા પ્રમાણે જ્યારે તેઓ સરકારને રજૂઆત કરવા માટે ગયા ત્યારે તેઓને ધમકાવવામાં આવ્યા હતા.પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો,ડીન અને HOD દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નિતીન પટેલે પણ હડતાળ કરી રહેલા રેસીડેન્ટ ડોકટરો સાથે શિક્ષાત્મક પગલાં લેવાની વાત કરી હતી, જેની સામે ડોક્ટરોએ કહ્યું કે એક તરફ રાજ્ય સરકાર હાલમાં કોરોનાનું એપેડેમિક બંધ થઇ ગયું હોવાનો દાવો કરે છે તો એપેડેમિક એક્ટ કઇ રીતે લાગું થાય તે મોટો સવાલ છે.

હડતાલને લઇને ડોક્ટરો મક્કમ છે. જ્યાં સુધી તેઓની માંગ નહિ સંતોષાય ત્યાં સુધી તેઓ હડતાલ ચાલુ રાખશે તેવો દાવો કર્યો હતો, એટલું જ નહીં, પણ રેસીડેન્ટ ડોકટરોએ આજે 5 ઓગષ્ટથી ઈમરજન્સી સેવાઓ પણ બંધ કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : SURAT : ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા સ્કુલે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા એકાએક ઘટી

આ પણ વાંચો : JUNAGADH : ગાયના છાણમાંથી રાખડી બનાવી આત્મનિર્ભર બની રહી છે કોયલી ગામની મહિલાઓ

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">