Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : શિલ્પા શેટ્ટીના પરિવારની મુશ્કેલી વધી, 21 લાખની લોન ન ચૂકવવા બદલ તેની માતા વિરુદ્ધ વોરંટ જાહેર

કોર્ટે કહ્યું હતું કે, શિલ્પાના દિવંગત પિતા સુરેન્દ્ર શેટ્ટી અને સુનંદા તેની કંપનીમાં ભાગીદાર હતા અને તેમની પુત્રીઓ પણ ભાગીદાર હતી, કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો ન હતો અને તેઓનો દેણા સાથે કોઈ સંબંધ નથી.

Maharashtra : શિલ્પા શેટ્ટીના પરિવારની મુશ્કેલી વધી, 21 લાખની લોન ન ચૂકવવા બદલ તેની માતા વિરુદ્ધ વોરંટ જાહેર
શિલ્પા શેટ્ટીના પરિવારની મુશ્કેલી વધી, 21 લાખની લોન ન ચૂકવવા બદલ તેની માતા વિરુદ્ધ વોરંટ જાહેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 8:45 AM

Maharashtra: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પરિવારની મુશ્કેલીઓ વધી રહી છે. એક કોર્ટે મંગળવારે શિલ્પા શેટ્ટીની માતા વિરુદ્ધ 21 લાખ રૂપિયાની લોનની કથિત ચુકવણી(Loan repayment case) ન કરવા બદલ જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (અંધેરી કોર્ટ) આરઆર ખાને અગાઉ શિલ્પા, તેની માતા સુનંદા અને બહેન શમિતા(Shamita Shetty) ને છેતરપિંડીના કેસમાં સમન્સ જાહેર કર્યા હતા.

શિલ્પા સહિત બંને બહેનોને રાહત

શેટ્ટી પરિવારે આ સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સોમવારે, સેશન્સ જજ એઝેડ ખાને શિલ્પા અને શમિતા (Shamita Shetty)વિરુદ્ધ મેજિસ્ટ્રેટના આદેશ પર સ્ટે મૂક્યો હતો પરંતુ તેમની માતાને રાહત આપી ન હતી.

કોર્ટે કહ્યું હતું કે શિલ્પાના દિવંગત પિતા સુરેન્દ્ર શેટ્ટી અને સુનંદા તેની કંપનીમાં ભાગીદાર હતા અને તેમની પુત્રીઓ પણ ભાગીદાર હતી, કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો ન હતો અને તેઓનો દેણા સાથે કોઈ સંબંધ નથી.

લોકો કેમ ઘરની બહાર લાલ અને ભૂરા રંગની પાણી ભરીને બોટલ મૂકે છે?
ભગવાનને કાપેલા ફળો ધરાવવા કે આખા ફળ ધરાવવા ? જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી
ઘરમાં અચાનક પોપટનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?

શું છે આ મામલો

પોતાની ફરિયાદમાં વેપારીએ આરોપ લગાવ્યો છે કે સુરેન્દ્ર શેટ્ટીએ જાન્યુઆરી 2017માં વ્યાજ સહિત રકમ ચૂકવવાની હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે શિલ્પા, શમિતા અને સુનંદા 2015માં તેમના પિતા દ્વારા કથિત રીતે ઉછીના લીધેલા પૈસા પરત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. શિલ્પાના પિતાએ 18 વર્ષની ઉંમરે તેની પાસેથી વાર્ષિક વ્યાજના દરે લોન લીધી હતી. બિઝનેસમેને એવો પણ આરોપ લગાવ્યો હતો કે શિલ્પા, શમિતા અને તેમની માતાએ માત્ર લોન ચૂકવવાની ના પાડી પરંતુ જવાબદારીનો પણ ઇનકાર કર્યો.

શિલ્પાના પતિ રાજ કુન્દ્રા પોર્ન કેસમાં ફસાયા હતા

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા રાજ કુન્દ્રાનું નામ પોર્ન કેસમાં સામે આવ્યું હતું. જુલાઈ 2021 માં, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, રાજ કુન્દ્રા પર દોઢ વર્ષમાં 100થી વધુ પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાનો આરોપ હતો. આ પછી પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. રાજને બે મહિના જેલમાં રહેવું પડ્યુંને જામીન મળી ગયા જ્યારે તે બહાર આવી શક્યો.

આ પણ વાંચો : Russia Ukraine War : રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે ભારતને લાગી શકે છે મોંઘવારીના આંચકાઓ, જાણો ખાસ વિગતો

આ પણ વાંચો : પોસ્ટ ઓફિસના આ ખાતાઓમાં હવે વ્યાજના પૈસા જમા નહીં થાય, 1લી એપ્રિલથી બંધ થશે સુવિધા

g clip-path="url(#clip0_868_265)">