AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Local Mega Block: લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર, જાણો સમગ્ર વિગતો

તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ લાઇન પર સવારે 10.55થી બપોરે 3.55 વાગ્યા સુધી મેગા બ્લોક રાખવામાં આવશે. આ મેગા બ્લોક હાર્બર લાઇન પર સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી રાખવામાં આવશે.

Mumbai Local Mega Block: લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર, જાણો સમગ્ર વિગતો
Mumbai Local Train (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 11:51 AM
Share

Mumbai Local Mega Block:  મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) મુસાફરી કરી રહેલા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. 30 જાન્યુઆરીના રોજ મુંબઈની લોકલ ટ્રેનોમાં 5 કલાકનો મેગા બ્લોક છે. ઉલ્લેખનીય છે કે, અલગ-અલગ રિપેરિંગ કામોને કારણે આ મેગા બ્લોક (Mega Block) સેન્ટ્રલ લાઈન અને હાર્બર લાઇનમાં રહેશે. મધ્ય રેલવે દ્વારા આ મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. આ મેગા બ્લોક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વિદ્યાવિહાર સુધીની લાઇન પર મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત હાર્બર લાઇન પર પનવેલથી વાશી સુધીના આ મેગા બ્લોક રહેશે. જો કે આ દરમિયાન બેલાપુર-ખારકોપર-નેરુલ વચ્ચે સેવાઓ ચાલુ રહેશે. આ મેગા બ્લોકના કારણે એક્સપ્રેસ ટ્રેનને પણ અસર થઈ છે. કોલ્હાપુર જતી કોયના એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. મધ્ય રેલવે વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

આ સમયે સેન્ટ્રલ લાઇન પર મેગા બ્લોક

મેગા બ્લોકના સમયની વાત કરીએ તો સેન્ટ્રલ લાઇન પર સવારે 10.55 થી બપોરે 3.55 સુધી મેગા બ્લોક રાખવામાં આવશે. જ્યારે હાર્બર લાઇન પર સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી મેગા બ્લોક રાખવામાં આવશે. મેગા બ્લોક દરમિયાન મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ મધ્ય રેલવેએ ખેદ પણ વ્યક્ત કર્યો છે.

આ સેવાઓ શરૂ રહેશે

મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મેગા બ્લોક દરમિયાન, બેલાપુર-નેરુલ અને ખારકોપર વચ્ચેની ટ્રેનો તેમના સમયપત્રક અનુસાર ચાલતી રહેશે. આ ઉપરાંત બેલાપુર-ખારકોપર સ્ટેશનો વચ્ચેની સેવાઓ પણ ચાલુ રહેશે, પરંતુ નેરુલ-ખારકોપરની સેવાઓ રદ કરવામાં આવી છે. મધ્ય રેલવે દ્વારા મુસાફરોને આ અંગે માહિતી આપવામાં આવી છે.

કોયના એક્સપ્રેસ રદ

તમને જણાવી દઈએ કે, આ મેગાબ્લોકના કારણે એક્સપ્રેસ ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કોલ્હાપુર જતી કોયના એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. સેન્ટ્રલ રેલવેએ પણ પોતાના ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે.જો કે બપોરે 3.55 વાગ્યા બાદ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વિદ્યાવિહાર ટ્રેક સુધી સેવાઓ સામાન્ય રહેશે.

આ પણ વાંચો : Omicron New Variant : મહારાષ્ટ્રમાં ઓમીક્રોનના નવા વેરિઅન્ટે વધાર્યુ ટેન્શન, પુણેમાં BA.2 થી સંક્રમિત જોવા મળ્યા બાળકો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">