AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ, શિવસૈનિકો થયા આક્રમક, બેરિકેડ તોડીને રાણા દંપતીના બિલ્ડિંગમાં ઘૂસ્યા

મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) ખાનગી નિવાસસ્થાન 'માતોશ્રી' (Matoshree) ની બહાર હનુમાન ચાલીસાના પાઠનો મામલો ગરમાયો છે. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા સામે શિવસૈનિકો (Shiv Sena vs Rana) આક્રમક બન્યા છે.

મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ, શિવસૈનિકો થયા આક્રમક, બેરિકેડ તોડીને રાણા દંપતીના બિલ્ડિંગમાં ઘૂસ્યા
Image Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 10:26 AM
Share

મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) ખાનગી નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના પાઠનો મામલો ગરમાયો છે. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા સામે શિવસૈનિકો (Shiv Sena vs Rana) આક્રમક બન્યા છે. રાણા દંપતી માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મક્કમ છે. તેમણે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે તેઓ આજે (23 એપ્રિલ, શનિવાર) સવારે 9 વાગ્યે માતોશ્રીની બહાર જશે અને હનુમાન ચાલીસાનો પાઠ કરશે. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે પણ તેમને રોકી શકશે નહીં. શિવસેનાના નેતા વરુણ સરદેસાઈએ કહ્યું હતું કે રાણા દંપતીને માતોશ્રી પર આવીને બતાવે, શિવસૈનિક તેમને મહાપ્રસાદ આપશે.

આજે સવારે, તેઓ મુંબઈમાં ખાર સ્થિત તેમના ઘરેથી બહાર નિકળવા જઈ રહ્યા હતા, ત્યારે મધરાતથી તેમના ઘરની બહાર એકઠા થયેલા શિવસૈનિકોએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા અને તેમની બિલ્ડિંગમાં પ્રવેશ્યા. તેઓએ જોર જોરથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા અને તેમને ઘરની બહાર નીકળવાની ચેતવણી આપવાનું શરૂ કર્યું. શિવસૈનિકો બૂમો પાડી રહ્યા છે કે માતોશ્રી સુધી પહોંચવાની વાત બહુ દુર છે, ફક્ત તમારી ઇમારતથી નીચે આવો અને પછી જુઓ.

રાણા દંપતી બીજાના ઘરની બહાર કેમ ડ્રામા કરે છે – ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ

અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે કહ્યું કે રાણા દંપતી તેમના ઘરમાં રહીને હનુમાન ચાલીસાનું પાઠ કેમ નથી કરી રહ્યું? બીજાના ઘરે જઈને હનુમાન ચાલીસા વાંચવાનું નાટક કેમ કરો છો? રાણા દંપતી પાછળ કોઈ અન્ય શક્તિ છે જેઓ બતાવવા માંગે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે કામ કરી રહી નથી. રાજ્યની પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા સક્ષમ છે.

વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રિયા

આ મુદ્દે વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં સ્પષ્ટ સંકેત આપવામાં આવી રહ્યો છે કે જો કોઈ સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવશે. તેમનું રાજ્યમાં રહેવું મુશ્કેલ બનશે. થોડાક શિવસૈનિકોને મોકલીને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તે સફળ થવાનું નથી. અમે જ્યારે બંગાળમાં નથી ડર્યા તો મહારાષ્ટ્રમાં શું ડરશું?

આ પણ વાંચો : Navneet Rana vs Shiv sena : સાંસદ નવનીત રાણાના ઘરની બહાર શીવસૈનિકો એકઠા થયા, હનુમાન ચાલીસાના પાઠને લઈને ચાલી રહ્યો છે વિવાદ

Follow Us
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
g clip-path="url(#clip0_868_265)">