દિલ્હીમાં અમિત શાહ અને CM ઉદ્ધવ ઠાકરે વચ્ચેની બેઠક પૂર્ણ, નક્સલ પ્રભાવિત વિસ્તારોના વિકાસ માટે ઉદ્ધવે સહાયની કરી માગ !
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બેઠક નક્સલી હિંસાથી પ્રભાવિત રાજ્યો સાથે ચર્ચા કરવા માટે બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યોના નક્સલ પ્રભાવિત ભાગોમાં વિકાસ કાર્યોની સ્થિતિ અને મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Maharashtra : દેશના ગૃહમંત્રી અમિત શાહે 26 સપ્ટેમ્બરના રોજ રાજધાની દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નકસલ પ્રભાવિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓને બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) નક્સલ પ્રભાવિત વિસ્તારોના વિકાસ માટે 1200 કરોડના ભંડોળની માગ કરી હતી.
ઠાકરેએ દુર્ગમ ભાગોમાં પોલીસ દળની મજબૂતાઈ અને વધુને વધુ મોબાઈલ ટાવરો (Mobile Tower) લગાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત મુખ્યમંત્રીએ નક્સલી વિસ્તારોમાં નવી શાળાઓ ખોલવા અંગે પણ જણાવ્યુ હતુ. મુખ્ય સચિવ સીતારામ કુંટે અને પોલીસ મહાનિર્દેશક સંજય પાંડે પણ (DGP) આ બેઠકમાં હાજર રહ્યા હતા.
નક્સલ પ્રભાવિત વિસ્તારોના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશમાં વધતી નક્સલવાદી કાર્યવાહીના સંદર્ભમાં આ મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) નક્સલ પ્રભાવિત ભાગોમાં વિકાસ કાર્યોની સ્થિતિ અને મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. આ બેઠક ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા
આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, (Shivraj Singh Chauhan) બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, ઝારખંડના મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. જો કે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) હાજર નહોતા રહ્યા . આ બેઠક બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહ સાથે અલગ બેઠક કરી હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે.
અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે વ્યક્તિગત મુલાકાત
અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની બેઠકને લઈને અગાઉથી જ રાજકીય ચર્ચાઓ ચાલી રહી હતી. આ પહેલા જ્યારે ઉદ્ધવ ઠાકરે તેમના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી ગયા હતા, ત્યારે તેમણે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે પણ વન-ટુ-વન બેઠક કરી હતી. આ વખતે ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહ સાથે ખાનગી બેઠક કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. શું ભાજપ અને શિવસેના વચ્ચેનું અંતર કાપવાનો કોઈ રસ્તો હશે ? સૌ કોઈની નજર હાલ આ બેઠક પર છે.
આ પણ વાંચો: Maharashtra : રાજ્યમાં શાળાઓ, મંદિરો, થિયેટરો ખોલવાની મંજુરી આપ્યા બાદ, હવે મુંબઈગરોની ઈચ્છા પૂરી થશે ?
આ પણ વાંચો: પ્રેમિકા સાથે સંબંધ રાખીને છેલ્લી ઘડીએ લગ્ન કરવાનો ઇનકાર કરવો બળાત્કાર નથી: હાઇકોર્ટ