પ્રેમિકા સાથે સંબંધ રાખીને છેલ્લી ઘડીએ લગ્ન કરવાનો ઇનકાર કરવો બળાત્કાર નથી: હાઇકોર્ટ

જો કોઈ પ્રેમી તેની પ્રેમિકા સાથે લાંબા ગાળાના સંબંધો રાખીને છેલ્લી ક્ષણે લગ્ન કરવાની ના પાડે છે, તો તે બળાત્કારી નહીં કહેવાય.

પ્રેમિકા સાથે સંબંધ રાખીને છેલ્લી ઘડીએ લગ્ન કરવાનો ઇનકાર કરવો બળાત્કાર નથી: હાઇકોર્ટ
પ્રતિકાત્મક તસવીર

જો કોઈ પ્રેમી તેની પ્રેમિકા સાથે લાંબા ગાળાના સંબંધો રાખીને છેલ્લી ક્ષણે લગ્ન કરવાની ના પાડે છે, તો તે બળાત્કારી નહીં કહેવાય. આ નિર્ણય બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, પીડિત મહિલાની ફરિયાદના આધારે અને રજૂ કરેલા પુરાવાઓના આધારે સાબિત થાય છે કે, આરોપીએ પછીથી લગ્નનો વિચાર બદલી નાખ્યો હશે, પરંતુ પહેલા આરોપીનો ઇરાદો સ્ત્રી સાથે લગ્ન કરવાનું છે. આ કારણે આરોપીઓ સામે બળાત્કારનો કેસ બનતો નથી. આ અભિપ્રાય મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે વ્યક્ત કર્યો છે.

30 વર્ષીય મહિલાએ આરોપી વિરુદ્ધ બળાત્કારનો અને બનાવટ કરી હોવાનો કેસ દાખલ કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, આરોપીએ લગ્નનું વચન આપ્યું હતું અને આ ખોટા વચન પર આધાર રાખીને તેણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બંને પરિવારો વચ્ચે વાતચીત પણ થઈ હતી. તે સમયે પણ આરોપી લગ્ન માટે તૈયાર હતો. આરોપીએ કહ્યું હતું કે, કોવિડ સમયગાળો પસાર થયા બાદ તે લગ્ન કરશે. પરંતુ હવે તે લગ્નથી પીછેહઠ કરી રહ્યો છે. આ ફરિયાદ સામે કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપીએ દલીલ કરી હતી કે તે મહિલા સાથે સહમતિથી શારીરિક સંબંધ ધરાવે છે. તેથી, તેની સામે બળાત્કારનો કેસ બનતો નથી. કોર્ટે આરોપીની આ દલીલ સ્વીકારી હતી.

આ કેસમાં કોર્ટે શું તર્ક આપ્યો હતો?

જસ્ટિસ સુનીલ દેશમુખ અને જસ્ટિસ નીતિન સૂર્યવંશીની ડિવિઝન બેંચે આ મામલાની સુનાવણી બાદ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, જ્યારે બંને પરિવારો મળ્યા ત્યારે આરોપીએ લગ્નની સંમતિ દર્શાવી હતી. એકબીજા વચ્ચેના પ્રેમ અને પરસ્પર સંમતિને કારણે બંને વચ્ચે શારીરિક સંબંધો બન્યા. બાદમાં પ્રેમીએ પોતાનો વિચાર બદલી નાખ્યો અને તેને હવે લગ્નમાં રસ નથી. આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે, આરોપી અગાઉ લગ્ન માટે તૈયાર હતો. એટલે કે, જ્યારે શારીરિક સંબંધ થયો ત્યારે તે સમયે લગ્ન કરવાનો ઈરાદો હતો. આવી સ્થિતિમાં, હવે જ્યારે તે લગ્ન માટે તૈયાર નથી તેનો અર્થ એ નથી કે અગાઉ થયેલા શારીરિક સંબંધને બળાત્કાર ગણવો જોઈએ.

 

આ પણ વાંચો: ONGC recruitment 2021: ગ્રેજ્યુએટ ટ્રેનીની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati