મુંબઈ મહાનગરની ચૂંટણી માટે અમિત શાહે આપ્યો 150 બેઠકોનો ટાર્ગેટ, કહ્યું મોદી સરકાર પર વિશ્વાસનો ફાયદો મળશે

હજુ સુધી BMC ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. જો કે આ ચૂંટણી આ વર્ષે નવેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતા છે. આ માટેની સૂચના ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

મુંબઈ મહાનગરની ચૂંટણી માટે અમિત શાહે આપ્યો 150 બેઠકોનો ટાર્ગેટ, કહ્યું મોદી સરકાર પર વિશ્વાસનો ફાયદો મળશે
Amit Shah has given a target of 150 seats for the Mumbai metropolitan elections, said that the Modi government will benefit from trust.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 1:07 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah ) આગામી BMC ચૂંટણીને લઈને સોમવારે મુંબઈમાં (Mumbai ) બીજેપી શિંદે જૂથ ગઠબંધન સાથે બેઠક યોજી હતી. તેમણે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી વધુને વધુ લોકો સુધી પહોંચવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે ભાજપનું શિવસેના સાથે ગઠબંધન છે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં શિંદે જૂથ જ અસલી શિવસેના છે ઉદ્ધવ ઠાકરે નહીં. તેમણે ગઠબંધનના નેતાઓ સાથે ઓછામાં ઓછી 150 બેઠકો મળવાનો લક્ષ્યાંક આપ્યો હતો. તેમણે કહ્યું કે દેશની જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર વિશ્વાસ છે. પાર્ટીને આનો ફાયદો BMC ચૂંટણીમાં મળશે.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી ભાજપ શિંદે જૂથના ગઠબંધન સાથેની બેઠકમાં ખૂબ જ ઉત્સાહિત હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમને 150 બેઠકો મળવાની છે. આ પ્રસંગે અમિત શાહે મોદી સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી. ખાસ કરીને તાજેતરમાં પૂર્ણ થયેલી યોજનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આનાથી લોકોનું જીવન સ્તર સુધરશે અને લોકો પક્ષ સાથે જોડાશે. તેમણે કહ્યું કે આ યોજનાઓને કારણે આ ચૂંટણી ઘણી સરળ બની ગઈ છે. તેમણે આ બેઠકમાં ઉપસ્થિત તમામ સાંસદો, ધારાસભ્યો, એમએલસી અને મહાગઠબંધનના કોર્પોરેટરોને અત્યારથી જ ચૂંટણીની તૈયારી પૂર્ણ શક્તિ સાથે શરૂ કરવા હાકલ કરી હતી.

ઉદ્ધવે સત્તા માટે છેતરપિંડી કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તેમણે સત્તા મેળવવા માટે માત્ર ભાજપ સાથે દગો કર્યો નથી, પરંતુ તેમણે વિચારધારા અને જનમતનું પણ અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે તેમને 2019ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બનવાનું વચન આપવામાં આવ્યું ન હતું, પરંતુ તેઓ મુખ્યમંત્રી બનવાની ઉતાવળમાં હતા. તેથી ભાજપ સાથે દગો કરીને વિરોધી છાવણીમાં ગયા. પરિણામે, શિવસેનાને સંકટમાંથી પસાર થવું પડ્યું અને તેના સમર્થક ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો થયો. જણાવી દઈએ કે, જુલાઈમાં ખુરશી પરથી હટ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું હતું કે ભાજપે તેમને રોટેશનમાં સીએમ બનાવવાનું વચન આપ્યું હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નવેમ્બરમાં ચૂંટણી થઈ શકે છે

હજુ સુધી BMC ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. જો કે આ ચૂંટણી આ વર્ષે નવેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતા છે. આ માટેની સૂચના ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ માટે બીજેપી શિંદે ગઠબંધન અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યું છે. આ સાથે જ અન્ય વિરોધ પક્ષોએ પણ મતદારોને રીઝવવા કવાયત શરૂ કરી દીધી છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">