અમિત શાહે મુંબઈના લાલબાગના રાજાના દર્શન કરી BMC ચૂંટણી અભિયાનના શ્રી ગણેશ કરશે

અમિત શાહની મુલાકાત દરમિયાન ભાજપના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર દ્વારા BMCની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે, જ્યાં એક તરફ હિન્દુત્વનું સમર્થન છે તો બીજી તરફ પરિવારવાદ સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.

અમિત શાહે મુંબઈના લાલબાગના રાજાના દર્શન કરી BMC ચૂંટણી અભિયાનના શ્રી ગણેશ કરશે
અમિત શાહImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 5:12 PM

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister)મુંબઈ પ્રવાસ પર જઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકાર બન્યા બાદ પ્રથમ વખત મુંબઈ આવી રહ્યા છે. કોરોના કાળના 2 વર્ષને બાદ કરતાં તેઓ ભાજપના અધ્યક્ષ બન્યા ત્યારથી સતત ‘લાલબાગના રાજા(Lalbaugcha Raja)ના દર્શન કરવા મુંબઈ આવી રહ્યા છે. 5 સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવતા પહેલા બાપ્પાના દર્શન કરશે. ત્યારબાદ મુંબઈ મહાનગરપાલિકાનું ચૂંટણી (Mumbai Municipal Elections)અભિયાન શરુ કરશે. મુંબઈ પ્રવાસ દરમિયાન તે સીએમ શિંદે, ડિપ્યુટી સીએમ ફડણવીસ, મુંબઈ ભાજપ અધ્યક્ષ આશીષ શેલાર સાથે મુલાકાત કરશે અને BMC ચૂંટણીની રણનીતિ નક્કી કરશે.

અમિત શાહ બાદ 15-16 સપ્ટેમ્બરના રોજ ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ મુંબઈ પ્રવાસ પર જશે. હાલમાં અમિત શાહના કાર્યક્રમની વાત કરીએ તો તે લાલબાગના રાજા સિવાય સિદ્ધિ વિનાયક મંદિરે પણ જશે. જ્યાંથી તેઓ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર ઘરે બિરાજમાન ગણપતિના દર્શન કરશે.

ગણેશ દર્શન બાદ બીએમસી ચૂંટણી અભિયાનના શ્રી ગણેશ કરશે

ગણેશજીના દર્શન બાદ અમિત શાહ મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી બાદ એક બાદ એક મહત્વની બેઠક કરશે. છેલ્લા 25 વર્ષથી બીએમસીમાં ઠાકરેની શિવસેનાની સત્તા છે. ભાજપે પોતાની સત્તા મેળવવા માટે શિવસેનાને BMCમાંથી હટાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ માટે ભાજપ દ્વારા ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવશે અને મિશન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન શરૂ થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સરકાર આવી તો હિન્દુ તહેવારો પરથી તમામ વિધ્નો ટળશે

દહીં-હાંડીથી લઈને ગણેશ ચતુર્થી સુધી ભાજપની વ્યૂહરચના સમજવામાં આવી રહી છે, જેમાં તહેવારો ધામધૂમથી ઉજવવાનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે. આ તહેવાર માત્ર કોરોના દુર થવાને કારણે જ નહીં પરંતુ સરકાર બદલાવાને કારણે પણ પાછો ફર્યો છે.

આશિષ શેલાર BMCની વ્યૂહરચના તૈયાર કરી રહ્યા છે

BMCની રણનીતિ તૈયાર કરવાનું કામ ભાજપના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર કરી રહ્યા છે. ભાજપની રણનીતિમાં એક બાજુ હિન્દુત્વ છે તો બીજી તરફ પરિવારવાદ સામે યુદ્ધ છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">