AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abu Salem Nephew Arif Detained: ડોન અબુ સાલેમનો ભત્રીજો આરીફ ઝડપાયો, UP પોલીસે મુંબઈથી કરી અટકાયત

યુપી પોલીસને માહિતી મળી હતી કે આરીફ મુંબઈમાં છુપાયો છે. આ પછી યુપી પોલીસે આ અંગે મુંબઈ પોલીસને જાણ કરી હતી અને UP પોલીસે મુંબઈથી તેની અટકાયત કરી,

Abu Salem Nephew Arif Detained: ડોન અબુ સાલેમનો ભત્રીજો આરીફ ઝડપાયો, UP પોલીસે મુંબઈથી કરી અટકાયત
Arif - Abu Salem
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 4:09 PM
Share

Mumbai: યુપી પોલીસે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમના ભત્રીજા આરીફની મુંબઈથી ધરપકડ કરી છે. હવે પોલીસની SOG ટીમ તેને આઝમગઢ લાવી રહી છે. પીડિતા શબાના પરવીનની ફરિયાદ પર આરિફ વિરુદ્ધ આઈપીસીની કલમ 386, 419, 420, 467, 468 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. શબાના પરવીનની ફરિયાદ બાદ પોલીસે હેના, સલમાન અને આરિફને આરોપી બનાવ્યા. તેના પર નકલી દસ્તાવેજો બનાવીને જમીન હડપ કરવાનો અને ખંડણી માંગવાનો આરોપ છે.

આ પણ વાંચો :Maharashtra: મહારાષ્ટ્ર કોંગ્રેસમાં આવશે ભૂકંપ? નાના પટોલેને હટાવવા મોટા નેતાઓનું ડેલિગેશન દિલ્હી પહોંચ્યું

યુપી પોલીસે આરીફને ફરાર જાહેર કર્યો હતો. લાંબા સમયથી તેની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની બાંદ્રાથી ધરપકડ કરવામાં આવી છે. આરીફ અબુ સાલેમનો ભત્રીજો છે. અબ્દુલ હકીમ અબુ સાલેમનો મોટો ભાઈ છે.

આરીફ પાનની દુકાન પર ઊભો હતો

આરીફની માહિતી મળતા જ યુપી પોલીસની એક ટીમ તુરંત બાંદ્રા પહોંચી હતી. ત્યાં આરીફ રસ્તા પર ઊભેલો જોવા મળ્યો. આરીફને આનો કોઈ શંકા ન જાય અને તે સતર્ક ન થઇ જાય તે માટે યુપી પોલીસ સાદા કપડામાં ત્યાં ગઈ. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે આરીફ એક દુકાનની સામે ઉભો છે. ત્યાં પહેલેથી જ કેટલાક અન્ય લોકો છે. આથી યુપી પોલીસના કર્મચારીઓ સાદા યુનિફોર્મમાં ત્યાં પહોંચ્યા અને આરીફને પકડીને બીજી બાજુ લઈ જવા લાગ્યા.

ફરાર ગુનેગારોની શોધ તેજ

માફિયા અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ યુપી પોલીસે ફરાર ગુનેગારોને પકડવા માટે દરોડા તેજ કર્યા છે. જે બદમાશો ધરપકડ દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરી રહ્યા છે, યુપી પોલીસ પણ તેમનો સામનો કરી રહી છે. દરમિયાન, યુપી પોલીસે આજે હિસ્ટ્રીશીટર દીપુની ધરપકડ કરી છે. પોલીસ બદમાશને પકડવા ગઈ હતી, પરંતુ તે દરમિયાન તેણે પોતાને ગોળી મારી દીધી. પોલીસે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બદમાશને પગમાં ગોળી વાગી હતી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">