AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : ભાયખલા વિસ્તારમાં ભીષણ આગ, આઠ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે

મુંબઈના ભાયખલા વિસ્તારમાં મુસ્તફા બજાર પાસે આવેલા લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. હાલ આગને કાબુ કરવા માટે 8 ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

Mumbai : ભાયખલા વિસ્તારમાં ભીષણ આગ, આઠ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 1:02 PM
Share

Mumbai Fire : મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના ભાયખલા વિસ્તારમાં (Bhaykhala Area) આવેલા લાકડાના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. અચાનક લાગેલી આગના(Mumbai Fire)  કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની(Fire Brigade)  8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર તૈયાર રાખવામાં આવી હતી. જો કે હજુ સુધી આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.

આગ લાગવાનું કારણ હજુ અકબંધ

મળતી માહિતી મુજબ, મુંબઈના ભાયખલામાં લાગેલી આ આગમાં હજુ સુધી કોઈ જાનહાનીના સમચાર સામે આવ્યા નથી. હાલ ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહી છે. જો કે આગ (Fire) લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર ઓફિસર કેડી ગાડીગાંવકરે આગની ઘટનાને લઈને જણાવ્યુ હતુ કે, આજે સવારે લગભગ 6 વાગ્યે આ આગ લાગી હતી.હાલ અહીં 8 ફાયર એન્જિન અને 10 વોટર ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આગનો સિલસિલો ક્યારે અટકશે ?

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં ઘાટકોપર વિસ્તારના એક વેરહાઉસમાં (Warehouse) સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી. જો કે થોડા કલાકો બાદ આ આગ કાબુમાં આવી હતી. જો કે રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અંગે નાગરિક અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, જે વેરહાઉસમાં આગ લાગી હતી તે ઘાટકોપરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલું છે. આ આગના વાયરલ થઈ રહેલા વીડિયોમાં આગનુ વિકરાળ સ્વરૂપ જોવા મળ્યુ હતુ. જો કે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચો : કોરોનાનો અજગરી ભરડો: મુંબઈમાં 18 IPS ઓફિસર સહિત 114 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવતા ખળભળાટ

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">