મુંબઈ પોલીસના બહાદુર જવાને બચાવ્યો ડૂબતી મહિલાનો જીવ, ગેટવે ઓફ ઈન્ડિયા પાસે સમુદ્રમાં પડી હતી પર્યટક મહિલા, જુઓ Video

એક મહિલા પ્રવાસી મુંબઈ ફરવા આવી હતી. તે ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એલિફન્ટા જવા માટે બોટમાં સવાર થઈ હતી. પરંતુ થોડે દૂર ગયા બાદ પાણીના જોરદાર મોજા બોટ સાથે અથડાયા અને મહીલા બેલેન્સ ન જાળવી શકી અને દરીયામાં પડી ગઈ.

મુંબઈ પોલીસના બહાદુર જવાને બચાવ્યો ડૂબતી મહિલાનો જીવ, ગેટવે ઓફ ઈન્ડિયા પાસે સમુદ્રમાં પડી હતી પર્યટક મહિલા, જુઓ Video
Mumbai Coastal Police (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 11:29 PM

મુંબઈ પોલીસે (Mumbai Police) એકવાર ફરી પોતાની બહાદુરી બતાવી છે. હિંમત અને સતર્કતા દાખવીને મુંબઈની કોસ્ટલ પોલીસ અને કોલાબા પોલીસે એક મહિલાનો જીવ બચાવ્યો છે. દરરોજ હજારો પ્રવાસીઓ દેશ-વિદેશમાંથી મુંબઈની મુલાકાતે આવે છે. આ પ્રવાસીઓ એલિફન્ટા ગુફા અને માંડવાની મુલાકાત લેવા ગેટવે ઓફ ઈન્ડિયા (Gateway of India) પાસેથી બોટ લઈને જાય છે.

આવી જ એક મહિલા પ્રવાસી મુંબઈની મુલાકાતે આવી હતી. તે ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એલિફન્ટા જવા માટે બોટમાં સવાર થઈ હતી. પરંતુ થોડે દૂર ગયા બાદ પાણીના જોરદાર મોજા બોટ સાથે અથડાયા અને મહીલા બેલેન્સ ન જાળવી શકી અને દરીયામાં પડી ગઈ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઘટનાની માહિતી મળતાં જ મુંબઈ પોલીસની સાગર સુરક્ષા ટીમે સતર્કતા દાખવીને સ્પીડ બોટ લઈને મહિલા જ્યાં બોટમાંથી પડી હતી ત્યાં પહોંચી હતી. ત્યાર પછી મુંબઈ પોલીસના એક સિપાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકીને દોરડું ફેંકી મહિલાને પોતાની તરફ ખેંચી લીધી. મહિલા તે દોરડું પકડવામાં સફળ રહી. આ રીતે તે મહીલાને દરિયાની ઉપર ખેંચવામાં સફળ રહ્યો હતો.

મુંબઈ પોલીસના જવાને પોતાનો જીવ દાવ પર લગાવ્યો અને બચાવ્યો મહિલાનો જીવ

મહિલાને બોટમાં પરત લાવવા માટે મુંબઈ પોલીસ અને સાગર રક્ષકના જવાને પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. પરંતુ મહિલાને દરિયામાં ડૂબવા દેવામાં આવી ન હતી. ઘણા પ્રયત્નો પછી, તે મહીલાને બોટમાં પાછો લાવવામાં સફળ રહ્યો. મહિલાની પણ પ્રશંસા કરવી જોઈએ કે આ સંકટની ઘડીમાં તે ધૈર્ય અને હિંમત સાથે હોડી સુધી પહોંચવાનો પ્રયાસ કરતી રહી. તે મહીલાએ હિંમત ન હારી.

આ પહેલીવાર નથી જ્યારે મુંબઈ પોલીસે પોતાનો જીવ હથેળી પર લઈને પોતાની ફરજ નિભાવી હોય. મુંબઈ પોલીસ અવારનવાર આવા કામો કરતી હોય છે, જેના કારણે લોકોના હૃદયમાંથી તેમના માટે સલામ અને પ્રાર્થનાઓ નીકળે છે. મુંબઈ પોલીસના આ જવાનની બહાદુરીના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. મુંબઈ પોલીસની ફરજના વખાણ કરતા મુંબઈકરોને ફરી એકવાર તેમની પોલીસ પર ગર્વ લેવાનું કારણ મળ્યું છે.

આ પણ વાંચો :  Maharashtra Corona Guidelines: મહારાષ્ટ્રમાં લાદવામાં આવ્યું મીની લોકડાઉન, પરંતુ વેપારીઓ, દુકાનદારો અને ધાર્મિક સ્થળોને છોડી દેવામાં આવ્યા, જાણો શું છે કારણ? 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">