Maharashtra : મુંબઈમાં દહી હાંડી ઉજવવા બદલ 9 FIR દાખલ, MNSના નેતાઓએ CM ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર દહી હાંડી તોડીને નોંધાવ્યો વિરોધ
મુંબઈમાં પ્રતિબંધ હોવા છતા દહીં હાંડીની (Dahi Handi Celebration) ઉજવણી કરતા કુલ નવ FIR દાખલ કરવામાં આવી છે, ત્યારે રાજ ઠાકરેની પાર્ટીના નેતા અખિલ ચિત્રે સહિત બાકીના કાર્યકોએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર દહી હાંડી તોડીને વિરોધ નોંધાવ્યો હતો.
Maharashtra : રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ છતાં મંગળવારે દહીં હાંડીની ઉજવણી કરવામાં આવી હતી. જેને પગલે કુલ નવ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે રાજ ઠાકરેની પાર્ટીના નેતાઓએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા સ્થિત નિવાસસ્થાનની બહાર દહીં હાંડી ફોડીને, પ્રતિબંધનો વિરોધ નોંધાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, દહીં હાંડીની ઉજવણીમાં (Dahi handi Celebrations) કોરોના નિયમોના ઉલ્લંઘન બદલ એમએનએસ પાર્ટી ઉપાધ્યક્ષ અખિલ ચિત્રે અને કાર્યકર ઓમકાર ખાંડેકર વિરુદ્ધ ખેરવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ઉપરાંત MNS નેતા અવિનાશ જાધવે થાણેમાં (Thane) અને નેતા બાલા નંદગાંવકરે પણ કાલા ચોક ખાતે દહી હાંડીની ઉજવણી કરી હતી. જેને પગલે બાલા નંદગાંવકરને કસ્ટડીમાં (Custody) લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે,પ્રતિબંધ હોવા છતાં દહી હાંડી ઉજવવા માટે મુંબઈમાં 9 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ પણ દહીં-હાંડીની ઉજવણી કરી હતી,જેને પગલે તેના વિરુધ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
MNS leader Akhil Chitre was seen breaking Dahi Handi outside Matoshree, residence of Maharashtra CM Uddhav Thackeray, earlier today. Case registered against him & an MNS worker
A total of nine cases have been registered so far in connection with Dahi Handi celebrations in Mumbai pic.twitter.com/APm7Wx2I5I
— ANI (@ANI) August 31, 2021
કોરોના રેલીઓ દરમિયાન ફેલાતો નથી, કોરોના ફક્ત તહેવારો દરમિયાન જ ફેલાય છે ? – રાજ ઠાકરે
રાજ્ય સરકારે દહીં હાંડી ઉજવવા માટે પ્રતિબંધ (Prohibition) લગાવ્યો હતો,ત્યારે અનેક પક્ષના નેતાઓએ કાર્યકરોને દહીં હાંડી ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા દહી હાંડી પર લગાવેલા પ્રતિબંધનો સખત વિરોધ કર્યો હતો. રાજ ઠાકરેએ કહ્યું કે, તેઓ દહી હાંડી ઉત્સવની ઉજવણી ચાલુ રાખશે, તેઓ કેસની કોઈ પરવા કરતા નથી. વધુમાં જણાવ્યુ કે,’ રેલીઓ અને સભાઓ શરૂ થઈ રહી છે, માત્ર તહેવારો પર પ્રતિબંધ છે. રાણેની જન આશીર્વાદ યાત્રા દરમિયાન (Jan Ashirwad Yatra) જ્યારે શિવ સૈનિકોએ વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે કોરોના ફેલાતો નહોતો? શું તહેવાર દરમિયાન જ કોરોના ફેલાય છે? વગેરે સવાલ કરીને શિવસેના પર આકરા પ્રહાર કર્યા હતા.
દહી હાંડી સ્વતંત્રતા સંગ્રામ નથી, જો તમારે લડવું હોય તો કોરોના સામે લડવું – ઉદ્ધવ ઠાકરે
તેના જવાબમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) કહ્યું કે, જો તમારે લડવું છે તો કોરોના સામે લડો, સરકાર સામે નહીં. ઉપરાંત MNSના કાર્યકર્તાઓ દ્વારા દહી હાંડીની ઉજવણી કરવા પર મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘દહી હાંડી એ સ્વતંત્રતા સંગ્રામ નથી કે તેના પર હંગામો કરવામાં આવે, લોકોને કોરોનાથી બચાવવા માટે ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમને કેન્દ્ર તરફથી સાવચેતી રાખવાની સૂચનાઓ મળી છે, અમે એમનુ જ પાલન કરી રહ્યા છીએ. ‘
આ પણ વાંચો: Maharashtra : ભાજપના નેતા જયપ્રકાશ ઠાકુરે પોલીસને આપી જોઈ લેવાની ધમકી, વિડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Maharashtra : ED સમક્ષ હાજર ન થયા પરિવહન મંત્રી અનિલ પરબ, વકીલે પુછ્યુ શું પૂછપરછ કરવી છે તે જણાવો