Maharashtra : ભાજપના નેતા જયપ્રકાશ ઠાકુરે પોલીસને આપી જોઈ લેવાની ધમકી, વિડિયો થયો વાયરલ

વીડિયો સોમવારનો હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે રાજ્યભરમાં ભાજપનું મંદિર ખોલવા માટે આંદોલન ચાલી રહ્યું હતું. આ દરમિયાન જયપ્રકાશ ઠાકુરે પણ ગોરેગાંવમાં એક મંદિર સામે પ્રદર્શન કર્યું.

Maharashtra : ભાજપના નેતા જયપ્રકાશ ઠાકુરે પોલીસને આપી જોઈ લેવાની ધમકી, વિડિયો થયો વાયરલ
જયપ્રકાશ ઠાકુરે ગોરેગાંવમાં એક મંદિર સામે પ્રદર્શન કર્યું હતું.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 6:49 AM

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા વિદ્યા ઠાકુરના પતિ જય પ્રકાશ ઠાકુર (Jai Prakash Thakur) અને ભાજપ મહારાષ્ટ્રના અધિકારીનો (Mumbai Police) એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ઠાકુર ઈડી (ED) અને સીબીઆઈ (CBI) માંથી પવાર નામના પોલીસકર્મીને જોઈ લેવાની ધમકી આપી રહ્યા છે.

આ વીડિયો સોમવારનો હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે રાજ્યભરમાં ભાજપનું મંદિર ખોલવા માટે આંદોલન ચાલી રહ્યું હતું. આ દરમિયાન જયપ્રકાશ ઠાકુરે પણ ગોરેગાંવમાં એક મંદિર સામે પ્રદર્શન કર્યું. . વિરોધ દરમિયાન પોલીસકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા રોકવામાં આવતાં ઠાકુર ગુસ્સે થઈ ગયા અને ED- CBI દ્વારા પોલીસકર્મીઓને જોઈ લેવાની ધમકી આપી હતી.

મહારાષ્ટ્રમાં મંદિરો ફરીથી ખોલવાના માંગ સાથે ભાજપ રસ્તા પર ઉતર્યું

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીના નેતૃત્વવાળી સરકારના મંદીરો ખોલવાની અનુમતિ નહી આપવાના નિર્ણયના વિરોધમાં વિપક્ષી દળ ભાજપના કાર્યકરોએ સોમવારે રાજ્યના અનેક શહેરોમાં પ્રદર્શન કર્યું હતું. કોવિડ -19 પ્રતિબંધોને કારણે મંદિરો બંધ છે. ઘણા સ્થળોએ, ધરણાં પ્રદર્શન દરમિયાન સોશીયલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું.

આ દરમિયાન, મુંબઈમાં પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવાર અને અન્ય કાર્યકરો વિરુદ્ધ કોવિડ -19 નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુનગંટીવાર અને અન્ય 30 કાર્યકરોની પહેલા ગામદેવી પોલીસે અટકાયત કરી હતી અને બાદમાં તે તમામ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

ભાજપના આધ્યાત્મિક આઘાડી દ્વારા પુણે, મુંબઈ, નાસિક, નાગપુર, પંઢરપુર, ઓરંગાબાદ અને અન્ય સ્થળોએ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા જ્યાં પ્રદર્શનકારીઓએ ઘંટ અને શંખ વગાડ્યો હતો. પુણે અને ઓરંગાબાદમાં ભાજપના કાર્યકરોએ બંધ મંદિરોમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેમને અટકાવ્યા હતા.

મુંબઈમાં  મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે પ્રખ્યાત બાબુલનાથ મંદિર પાસે વિરોધ પ્રદર્શન કર્યું. જોકે પોલીસે પ્રદર્શનકારીઓને મંદિરની નજીક જતા અટકાવ્યા હતા. મુનગંટીવારે પત્રકારોને કહ્યું કે મહારાષ્ટ્ર સિવાય દેશના બાકીના ભાગોમાં મંદિરો ખુલ્લા છે.

આ પણ વાંચો :  Maharashtra : પ્રતિબંધો પર ભડક્યુ પોલિટીક્સ, રાજે ઉધડો લેતા ઉદ્ધવે કહ્યું સરકાર હિન્દુ વિરોધી નહી પણ કોરોના વિરોધી

આ પણ વાંચોઃ Bollywood Drug Case : અરમાન કોહલીની મોબાઈલ ચેટ દ્વારા થયો મોટો ખુલાસો, પેરુ-કોલંબિયાથી આવતું હતું ડ્રગ્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">