AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : ED સમક્ષ હાજર ન થયા પરિવહન મંત્રી અનિલ પરબ, વકીલે પુછ્યુ શું પૂછપરછ કરવી છે તે જણાવો

અનિલ પરબનું કહેવું છે કે ED એ એમને સમન્સ કેમ આપ્યું છે, કયા વિષય પર પૂછપરછ કરવી છે તે પણ સ્પષ્ટ નથી. તેથી જ તેઓ આજે (મંગળવાર, 31 ઓગસ્ટ) ED સમક્ષ હાજર થયા ન હતા. તેમણે હાજર થવા માટે 14 દિવસનો સમય પણ માંગ્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે પૂર્વ આયોજિત કાર્યક્રમને કારણે તેઓ આજે હાજર થઈ શકતા નથી.

Maharashtra : ED સમક્ષ હાજર ન થયા પરિવહન મંત્રી અનિલ પરબ, વકીલે પુછ્યુ શું પૂછપરછ કરવી છે તે જણાવો
અનિલ પરબ (પરીવહન મંત્રી)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 9:55 PM
Share

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબ (Anil Parab) આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડી (Enforcement Directorate-ED) ઓફિસમાં હાજર થયા ન હતા. અનિલ પરબે તેમના વકીલ મારફતે ED ને એક પત્ર આપ્યો છે. અનિલ પરબનું કહેવું છે કે ED એ તેમને શા માટે સમન્સ પાઠવ્યું છે અને કયા વિષય પર પૂછપરછ કરવી તે સ્પષ્ટ નથી. તેથી જ તે ED સમક્ષ હાજર થયાં નથી. સાથે જ તેમણે લખ્યું છે કે પૂર્વ આયોજિત કાર્યક્રમને કારણે તેઓ પૂછપરછ માટે આવી શકતા નથી. તેણે હાજર થવા માટે 14 દિવસનો સમય માંગ્યો છે.

રવિવારે ઇડીએ તેમને સમન્સ પાઠવીને મંગળવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે 100 કરોડની રિકવરી કેસમાં સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેએ એનઆઈએ કસ્ટડીમાંથી લખેલા પત્રના આધારે અનિલ પરબને સમન્સ મોકલવામાં આવ્યા છે.

અનિલ પરબે રવિવારે સાંજે મીડિયાને પણ કહ્યું હતું કે તેમને ED તરફથી નોટિસ મળી છે અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, પરંતુ પૂછપરછ માટેનું કારણ આપવામાં આવ્યું નથી.  એટલે કે, તેમણે રવિવારે સંકેત આપ્યો હતો કે તેઓ અનિલ દેશમુખના માર્ગ પર ચાલવા જઈ રહ્યા છે અને તેમની જેમ જ વકીલ દ્વારા પત્ર મોકલશે. જણાવી દઈએ કે ED એ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મની લોન્ડરિંગના કેસમાં અત્યાર સુધીમાં પાંચ વખત સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. દેશમુખ કોઇ પણ સમન્સમાં પૂછપરછ માટે હાજર થયા ન હતા.

અનિલ પરબની  3 મિલકતો પર ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા

અગાઉ ગઈકાલે (સોમવાર, 30 ઓગસ્ટ) ED એ અનિલ પરબની કેટલીક મિલકતો પર દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગના કેસમાં અનિલ પરબના ત્રણ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે મની લોન્ડરિંગના આરોપ સાથે સંબંધિત હોવાના કારણે આ મિલકતો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીએ નાગપુરમાં અનિલ પરબના નજીકના આરટીઓ અધિકારી બજરંગ ખરમાટેના ઠેકાણા પર પણ દરોડા પાડ્યા હતા.

એકંદરે મામલો આ છે

થોડા દિવસો પહેલા ભાજપની જન આશીર્વાદ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર આપેલા નિવેદન બદલ તેમની મહાડમાં ધરપકડ કરવામાં આવી હતી, બાદમાં તે જ રાત્રે તેમને જામીન મળી ગયા હતા. અનિલ પરબ આ ધરપકડ માટે રત્નાગીરી પોલીસને સૂચના આપી રહ્યા હતા. રાજ્યના પરિવહન મંત્રી હોવા ઉપરાંત અનિલ પરબ રત્નાગીરીના સંરક્ષક મંત્રી પણ છે. અનિલ પરબનું આ કૃત્ય ટીવી 9 ના કેમેરામાં રેકોર્ડ થઈ ગયું હતું. પોતાના હોદ્દાનો ઉપયોગ પોલીસને ઓર્ડર આપવા માટે કરવા પર વિવાદ થયો હતો.

આ ઘટના બાદ, ઇડીએ તેમને રવિવારે સમન્સ પાઠવ્યું અને મંગળવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું. કહેવામાં આવી રહ્યું છે કે 100 કરોડની રિકવરી કેસમાં સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેએ એનઆઈએ કસ્ટડીમાંથી લખેલા પત્રના આધારે અનિલ પરબને સમન્સ મોકલવામાં આવ્યું છે. પરંતુ આ સમન્સના ટાઈમિંગને લઈને રાજકીય ક્ષેત્રે ચર્ચાઓનું બજાર ગરમ છે.

દરમિયાન, ઇડી તરફથી સમન્સ મળ્યા બાદ અનિલ પરબ રવિવારે જ ઉતાવળમાં સંજય રાઉતને તેમની ઓફિસે મળવા ગયા હતા. આ પછી તેઓ એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલને મળવા માટે મંત્રાલય ગયા હતા. આ બેઠક બાદ જયંત પાટિલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી કે ઇડીનો ઉપયોગ કરીને સરકારને બદનામ કરવા માટે મહા વિકાસ આઘાડી સરકારમાં સામેલ પક્ષોના નેતાઓ સામે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

ભાજપ તરફ ઇશારો કરતા સંજય રાઉતે પણ કહ્યું કે તમે ગમે તેટલું માથું ફટકો, મહા વિકાસ આઘાડી સરકારની દીવાલ મજબૂત છે, તે પડવાની નથી. આ તરફ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ હવે 11 નામોની યાદી બહાર પાડી છે અને અનિલ દેશમુખ, અનિલ પરબ અને ભાવના ગવલી બાદ આ 11 લોકો સામે ભ્રષ્ટાચારને લગતા અલગ અલગ કેસોમાં કાર્યવાહીની માંગણી કરીને ઠાકરે સરકારનું ટેન્શન પણ વધાર્યું છે.

આ પણ વાંચો :  Maharashtra : પ્રતિબંધો પર ભડક્યુ પોલિટીક્સ, રાજે ઉધડો લેતા ઉદ્ધવે કહ્યું સરકાર હિન્દુ વિરોધી નહી પણ કોરોના વિરોધી

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">