Crime: મુંબઈમાં 21 કરોડ રૂપિયાનું 7 કિલો યુરેનિયમ જપ્ત, બે વ્યક્તિઓની ધરપકડ

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) મુંબઈ શહેરના કુર્લા અને માનખુર્દ વિસ્તારમાંથી 7.1 કિલો યુરેનિયમના જથ્થાને જપ્ત કર્યો છે. આ યુરેનિયમની કિંમત 21 કરોડ રૂપિયા છે.

Crime: મુંબઈમાં 21 કરોડ રૂપિયાનું 7 કિલો યુરેનિયમ જપ્ત, બે વ્યક્તિઓની ધરપકડ
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: May 06, 2021 | 7:56 PM

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) મુંબઈ શહેરના કુર્લા અને માનખુર્દ વિસ્તારમાંથી 7.1 કિલો યુરેનિયમના જથ્થાને જપ્ત કર્યો છે. આ યુરેનિયમની કિંમત 21 કરોડ રૂપિયા છે. જથ્થાની સાથે બે વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે. એટીએસના નાગપડા એકમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં જીગર પંડ્યા (27) અને અબુ તાહિર (31)ની ધરપકડ કરવામાં આવી હતી.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

જપ્ત કરેલા યુરેનિયમનું નિરીક્ષણ ટ્રોમ્બેમાં બીએઆરસી ખાતે કરવામાં આવ્યું હતું, જે માનવ જીવન માટે ખૂબ જ જોખમી હોવાનું બહાર આવ્યું છે. ધરપકડ કરાયેલ બંને વ્યક્તિઓએ કેટલાક સમય પહેલા એર ઈન્ડિયાનું વિમાન ભંગારમાં ખરીદ્યું હતું. જેમાંથી તેઓને રેડિયોએક્ટિવ મટીરીયલ મળ્યું હતું. આ રેડિયો એક્ટિવ મટીરીયલને તેઓએ લેબોરેટરીમાં તપાસ કરાવી હતી. ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી તેઓ આ પદાર્થ વેચવાની ફિરાકમાં હતા.

ફેબ્રુઆરી મહિનામાં આ સંદર્ભે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને માહિતી મળી હતી અને તેમણે પહેલા આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમણે બીજા આરોપીની પણ ધરપકડ કરી. આ યુરેનિયમ એક ગોદામમાં રાખવામાં આવ્યું હતું. આ પદાર્થને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. એટીએસએ આ સંદર્ભે ઊર્જા અધિનિયમ (1962) હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">