Case file on 400 priests : એક સાથે 400 પાદરીઓ સામે ફોજદારી ગુનો નોંધાયો, રીટ્રીટ પ્રોગ્રામમાં કોવિડ-19 પ્રોટોકોલનો કર્યો ભંગ

Case file on 400 priests : પોલીસે ગુરૂવારે દક્ષિણ સાઉથ ચર્ચ ઓફ ઈન્ડિયા (SCI ) ના દક્ષિણ કેરળના બિશપ ધર્મરાજા રસલમ સહિત 400 લોકો સામે ફોજદારી ગુનો નોંધ્યો છે.

Case file on 400 priests : એક સાથે 400 પાદરીઓ સામે ફોજદારી ગુનો નોંધાયો, રીટ્રીટ પ્રોગ્રામમાં કોવિડ-19 પ્રોટોકોલનો કર્યો ભંગ
FILE PHOTO
Follow Us:
| Updated on: May 06, 2021 | 7:03 PM

Case file on 400 priests : દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે દ્દારોજ લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવે છે અને 3500 થી વધુ લોકો મૃત્યુ પામે છે. કોરોનાથી જનતાને બચાવવા માટે સરકાર તનતોડ મહેનત કરી રહી છે અને આ માટે જે તે સમયે નાગરિકો માટે ગાઈડલાઈન પણ જાહેર કરાતી રહે છે, આમ છતાં લોકો બેદરકાર બનીને ખુલ્લેઆમ કોરોના ગાઈડલાઈન અને પ્રોટોકોલનો ભંગ કરતા દેખાય છે. આવી જ એક ઘટના ઘટી છે કેરળમાં.

400 પાદરીઓ સામે ફોજદારી ગુનો કેરળ પોલીસે રીટ્રીટ પ્રોગ્રામમાં કોવિડ-19 પ્રોટોકોલના ભંગ બદલ ગુરૂવારે દક્ષિણ સાઉથ ચર્ચ ઓફ ઈન્ડિયા (SCI ) ના દક્ષિણ કેરળના બિશપ ધર્મરાજા રસલમ સહિત 400 લોકો સામે ફોજદારી ગુનો (Case file on 400 priests) નોંધ્યો છે.ગત મહિને ઇડુક્કી જિલ્લાના હિલ સ્ટેશન મુન્નારમાં ધાર્મિક કાર્યક્રમમાં કોવિડ-19 પ્રોટોકોલ તોડવાના આરોપસર 400 પાદરીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના ગયા અઠવાડિયે કોરોના વાયરસના ચેપને કારણે બે પાદરીઓના મોત બાદ સામે આવી છે. અત્યાર સુધીમાં 100 થી વધુ પાદરીઓના કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યાના અહેવાલ છે.

પાદરીઓએ કર્યો પોતાનો બચાવ કેરળમાં એક સાથે 400 પાદરીઓ સામે ફોજદારી ગુનો (Case file on 400 priests) નોંધાયાનો આ સમગ્ર મામલો આવ્યા પછી ચર્ચના કેટલાક પાદરીઓએ પોતાનો બચાવ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે જો તેઓ આ કાર્યક્રમમાં ભાગ ન લે તો અધિકારીઓ દ્વારા શિસ્તભંગની કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ તેને કાર્યક્રમમાં જોડાવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે આ બાબતને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને કોરોના-પોઝિટિવ અધિકારીઓને કેરળ-તમિલનાડુ સરહદે ચલાવવામાં આવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કાર્યક્રમમાં 450 લોકો શામેલ હતા ઘટના અંગે મહેસૂલ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસની તપાસ કર્યા બાદ 400 પાદરીઓ સામે ફોજદારી ગુનો (Case file on 400 priests) નોંધવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ કાર્યક્રમમાં હાજરી આપનારા 450 થી વધુ લોકોમાં મોટા ભાગના પાદરી છે, તેમણે કોવીડ પ્રોટોકોલનો ભંગ કર્યો છે. બાદમાં જિલ્લા કલેકટર એચ.દિનેશે પોલીસને આ તમામ વિરુદ્ધ ગુનો નોંધવા નિર્દેશ આપ્યો હતો. કેરળના મુખ્યપ્રધાન પિનરાય વિજયને બુધવારે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.

આ પણ વાંચો : આ હોસ્પિટલ સામે ફોજદારી ગુનો નોંધાયો, ઓક્સીજન ખતમ થયાની ફેલાવી હતી અફવા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">