How to Store Milk in Summer: ઉનાળાની ઋતુમાં દૂધનો સંગ્રહ કરવો ખૂબ જ મુશ્કેલ કામ છે. આનું કારણ એ છે કે દૂધ ઘણીવાર ગરમીને કારણે ખરાબ થઇ જાય છે. પછી ભલે તે ફ્રીજમાં રાખેલુ હોય. વાસ્તવમાં, મોટાભાગના ઘરોમાં દૂધનો વારંવાર ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ફ્રીજમાંથી દૂધ બહાર કાઢવું પડે છે. જેના કારણે તેનું તાપમાન સમયાંતરે બદલાતું રહે છે અને તેના કારણે તે બગડવાની શક્યતા વધી જાય છે. પરંતુ જો તમે દૂધને યોગ્ય રીતે સંગ્રહિત કરો છો, તો તાપમાન વધવા છતાં તેને ઘણા દિવસો સુધી તાજું રાખી શકાય છે. આજે અમે તમને ઉનાળામાં દૂધનો સંગ્રહ કરવાની કેટલીક ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેથી તમારું દૂધ સંપૂર્ણપણે તાજું રહી શકે.
આ પણ વાંચો :Heat Wave: ઉનાળામાં આ બાબતોનું ધ્યાન રાખો, પશુઓ નહીં પડે બીમાર, દૂધનું ઉત્પાદન થશે વધારે
ઉનાળાની ઋતુમાં દૂધને બગડતું અટકાવવા માટે કાચની બોટલ અથવા જગમાં દૂધ સંગ્રહિત કરવું એ વધુ સારી રીત છે. આ માટે દૂધને સારી રીતે ઉકાળો અને ઠંડુ કરો. ત્યારબાદ જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં રાખો. જેના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ નહીં બગડે. આ સાથે દૂધનો ટેસ્ટ પણ તાજા દૂધ જેવો જ રહેશે.
તમે દૂધ સ્ટોર કરવા માટે પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ કરી શકો છો. પ્લાસ્ટિકના ડબ્બામાં દૂધને સંગ્રહિત કરવા માટે, સૌ પ્રથમ દૂધને ઉકાળો અને તેને સંપૂર્ણપણે ઠંડુ કરો. ત્યાર બાદ દૂધને પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરો. જેના કારણે દૂધ ત્રણથી ચાર દિવસ સુધી બગડે નહીં.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.