ભારતમાં પણ પ્રદૂષણ મુક્ત સ્થળોએ મનાવી શકાય છે વેકેશન, સ્વચ્છતા માટે વખણાય છે આ પ્રવાસન સ્થળો

|

Nov 07, 2021 | 3:06 PM

ભારતમાં મોટા ભાગના શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યુ છે. તે વચ્ચે તમારા માટે ભારતમાં જ કેટલાક પ્રદૂષણ મુક્ત પ્રવાસ સ્થળો છે.

1 / 8
ભારતમાં વધતા જતા પ્રદૂષણની વચ્ચે પ્રવાસન સ્થળો પણ પ્રદૂષિત થઇ રહ્યા છે. જો કે ભારતમાં હજુ પણ કેટલાક એવા સ્થળ છે જ્યાં શુદ્ધ હવા અને સ્વચ્છતા છે. વેકેશનમાં તમે આવા સ્થળોએ વેકેશનની મજા માણી શકો છો.

2 / 8
Mawlynnong: મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સમાં આવેલા માવલીનોંગમાં વાસ્તવિક અને પ્રદૂષણમુક્ત પ્રકૃતિનો અહેસાસ કરી શકાય છે. માત્ર 500 લોકોને વસ્તી ધરાવતા ગામે 'ભારતનું સૌથી સ્વચ્છ ગામ'નું ટેગ પણ મેળવેલુ છે. 2003માં માવલીનોંગે આ ટેગ મેળવ્યો છે. શિલોંગથી આ સ્થળ માત્ર 90 કિમી દૂર છે.

3 / 8
Spiti: હિમાચલ પ્રદેશની સ્પીતિ વેલી માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેની સ્વચ્છતા માટે પણ વખણાય છે.સ્પીતિ 90 ના દાયકાની શરૂઆતથી જ પ્રવાસીઓને આકર્ષિત કરી રહી છે. અહીં સ્થાનિક લોકો પાસે કચરા નિકાલ માટેની એક મેનેજમેન્ટ સિસ્ટમ છે. ગંદા પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ પણ અહીંના સ્થાનિકો પાસે છે. જેના માટે સરકારે અહીંના સ્થાનિકોને પુરસ્કારથી સન્માનિત કરેલા છે.

4 / 8
Landour: દિલ્હીથી 300 કિમી દૂર આવેલુ લેન્ડૌર તેની સ્વચ્છ હવા માટે જાણીતુ છે. અંગ્રેજોના સમયથી જ અહીં પ્રદૂષણનું સ્તર ખૂબ જ નીચુ જળવાતુ આવેલુ છે. પહાડો વચ્ચે આવેલુ આ સ્થળ એક અલગ જ દુનિયાનો અહેસાસ અપાવે છે.

5 / 8
Gokarna: કર્ણાટકના ઉત્તરી કિનારે ગોકર્ણ નામનું નાનું શહેર તેના મંદિરો અને તેના લાંબા દરિયા કિનારા માટે જાણીતું છે. ગોવા કરતાં ઓછા પ્રવાસી, આ પણ દેશના સૌથી સ્વચ્છ બીચ છે.

6 / 8
એક સમયે બેકપેકરનું આશ્રયસ્થાન હતું, ગોકર્ણ હવે વધુ અપસ્કેલ ભીડ અને પરિવારોને પણ આકર્ષે છે. તેની આરામદાયક હવા, દરિયાકિનારાના કારણે તે પ્રવાસીઓનુ મનપસંદ સ્થળ બનતુ જઇ રહ્યુ છે.

7 / 8
Gangtok & Pelling: ગંગટોક હવે ભારતનું આઠમું સૌથી સ્વચ્છ શહેર છે. કોસ્મોપોલિટન ગંગટોકનું કુદરતી છાયામાં વસેલુ શહેર છે. ગંગટોક તેની પ્રાકૃતિક સુંદરતા અને શહેરી આયોજન વચ્ચે સરસ સંતુલન સંભાળે છે.

8 / 8
ગંગટોકનો મુખ્ય માર્ગ, MG રોડ, ટ્રાફિકથી મુક્ત છે અને તેમાં કોઈ કચરો જોવા મળતો નથી. આ સ્થળ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને ઝીરો ડસ્ટ તરફ આગળ વધવા માટે જાણીતું છે.

Next Photo Gallery