AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાની એપ્સને ટકકર આપે છે આ ભારતીય એપ્લિકેશન, જોઈ લો ફોટો

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે લોકપ્રિય એપ્લિકેશનો અને સેવાઓની સરખામણી બતાવવામાં આવી છે. આ સરખામણી ભારતમાં વિકસિત સ્વદેશી વિકલ્પોને પ્રકાશિત કરે છે. જેમાં બ્રાઉસરથી લઈ મેસેજિંગ એપને પણ સામેલ કરવામાં આવી છે.

અમેરિકાની એપ્સને ટકકર આપે છે આ ભારતીય એપ્લિકેશન, જોઈ લો ફોટો
| Updated on: Oct 13, 2025 | 5:27 PM
Share

આપણે પણ ભારતમાં રહીને ભારતીય ટેકનોલોજી નહી પરંતુ યુએસએની ટેકનોલોજી એટલે કે, એપલિકેશનનો કે પછી સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરીએ છીએ.આ ફોટો યુએસ-આધારિત ટેકનોલોજી ઉત્પાદનોની ભારતીય વિકલ્પો સાથે તુલના કરે છે. તમે જ જોઈ લો આ ફોટો.યુએસ ઉત્પાદનોમાં ગૂગલ ક્રોમ, જીમેલ, ગૂગલ ડ્રાઇવ, માઈક્રોસોફ્ટ ઓફિસ સ્યુટ (પાવરપોઇન્ટ, વર્ડ, એક્સેલ), ગૂગલ મીટ, ગૂગલ ફોર્મ્સ, ગૂગલ કેલેન્ડર, વોટ્સએપ, વિન્ડોઝ અને પ્લેસ્ટોરનો સમાવેશ થાય છે.ભારતીય વિકલ્પો પણ અનેક છે.

 ભારતમાં લોકપ્રિય એપ્લિકેશનની સરખામણી

યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસએ) અને ભારતમાં લોકપ્રિય એપ્લિકેશનની સરખામણી દર્શાવે છે. એટલે આપણે ભારતની ટેકનોલોજીથી દુર રહીને વિદેશી ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરી રહ્યા છીએ. આમાંથી મોટા ભાગની એપ્લિકેશન તમારા ફોનમાં પણ જોવા મળશે.

એક ફોટોમાં યુએસ-આધારિત ટેકનોલોજી ઉત્પાદનોની ભારતીય વિકલ્પો સાથે તુલના કરવામાં આવી છે. તો ચાલો જોઈએ.યુએસએમાં Chrome ભારતમાં Ulaa ,યુએસએમાં Gmail ભારતમાં Zoho Mail ,યુએસએમાં Google Drive ભારતમાં Zoho Work Drive ,યુએસએમાં PowerPoint ભારતમાં Zoho Show યુએસએમાં MS Word ભારતમાંZoho Writer છે.

USA vs India

તેમજ યુએસએમાં MS Excel તો ભારતમાં Zoho Sheets ,યુએસએમાં Google Meet ભારતમાં Zoho Meeting, ,યુએસએમાં Google Forms ભારતમાં Zoho Forms ,યુએસએમાં Google Calendar ભારતમાં Zoho Calendar ,યુએસએમાં WhatsApp ભારતમાં Arattai ,યુએસએમાં Windows ભારતમાં BOSS અને યુએસએમાં Playstore ભારતમાં Indus AppStore છે. તમે પણ મેડ ઈન ઈન્ડિયાને સપોર્ટ કરો.

Arattai સતત ચર્ચામાં

તમને જણાવી દઈએ કે,સ્વદેશી Zoho ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ, Arattai સતત ચર્ચામાં રહી છે. તે તાજેતરમાં જ દેશભરમાં લોન્ચ કરવામાં આવી હતી, અને લોકો જલ્દી ડાઉનલોડ્સ પણ કરી રહ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આ એપ વોટ્સએપ સાથે સીધી સ્પર્ધા કરી રહી છે.Arattai ભારતમાં ઝડપથી અપનાવવામાં આવી રહી છે. જ્યારે લોકો આ એપથી પ્રભાવિત થઈ રહ્યા છે,

દરેક ક્ષેત્ર માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, કૃષિ ક્ષેત્રે, ઈન્ફોર્મેશન ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે, કન્સ્ટ્રક્શન ક્ષેત્રે વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">