Travel: ઉત્તરાખંડના આ હિલ સ્ટેશનનો પ્રવાસ કરીને તમે મસૂરી-મનાલીને ભૂલી જશો, આજે જ બનાવો ફરવા જવાનો પ્લાન

Travelling tips : ઉત્તરાખંડમાં એક એવુ પર્યટન સ્થળ છે, જેનું પ્રાકૃતિક સૌંદર્ય જોઇને તમને વારંવાર આવવાનું મન થશે. આ સ્થળ એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કે અહીં પ્રવાસીઓ ઓછા આવે છે.

Travel: ઉત્તરાખંડના આ હિલ સ્ટેશનનો પ્રવાસ કરીને તમે મસૂરી-મનાલીને ભૂલી જશો, આજે જ બનાવો ફરવા જવાનો પ્લાન
ઉત્તરાખંડના આ અદભૂત હિલ સ્ટેશનના પ્રવાસનું આયોજન કરો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 10:45 AM

ભારતમાં અનેક હિલ સ્ટેશન (Hill station) આવેલા છે. જેમાંથી ઉત્તરાખંડમાં (Uttarakhand) આવેલા હિલ સ્ટેશન પ્રવાસીઓને વધુ આકર્ષતા હોય છે. ઉત્તરાખંડમાં  એક નહીં પરંતુ અનેક હિલ સ્ટેશન છે. જેમાંથી લોકોને સૌથી વધુ આકર્ષતુ એવુ હિલ સ્ટેશન છે ઋષિકેશ. જો કે, લોકો ઉત્તરાખંડના નૈનીતાલ અને મસૂરીની ટ્રિપ પર જવાનું પણ પસંદ કરે છે. કેટલાક અહીં હનીમૂન માટે આવે છે તો કેટલાક ફેમિલી ટ્રિપ (Family trip) માટે આવે છે.  મેદાનો અને પહાડો વચ્ચેની ભીડભાડવાળી દુનિયાથી દૂર આ સ્થળોએ આવવું મોટાભાગના લોકોને ગમે છે. ઉત્તરાખંડમાં જુદા જુદા હિલ સ્ટેશનના સુંદર દૃશ્યો મનાલી અને મસૂરીને પણ ભુલાવી દે છે. જો કે આજે અમે તમને હિલ સ્ટેશન કનાતલ વિશે જણાવી રહ્યા છીએ. આ એક શાંત અને સુંદર જગ્યા છે જ્યાં તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો. ફેમિલી ટ્રિપ કરનારા લોકો પણ કનાતાલમાં ઘણો આનંદ માણી શકે છે.

આ એક આકર્ષક પર્યટન સ્થળ છે અને તેની પ્રાકૃતિક સુંદરતા જોઈને તમે વારંવાર અહીં આવવાનું મન કરશો. આ સ્થળ એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કે અહીં પ્રવાસીઓ ઓછા આવે છે અને અહીં ભીડ ઓછી હોય છે. આ જગ્યા વિશે જાણો અને સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે તમે અહીં કેવી રીતે વધુ એન્જોય કરી શકો છો.

ટ્રેકિંગ

કેટલાક લોકો માત્ર એડવેન્ચર સ્પોર્ટ્સ માટે જ પ્રવાસ કરે છે. જો તમે પણ આવા પ્રવાસીઓમાંથી એક છો, તો ઉત્તરાખંડમાં કનાતલ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. કનાતલ ટિહરી-ગઢવાલ જિલ્લામાં એક અલગ ગામ છે, જ્યાં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો. પ્રથમ વખત ટ્રેકર્સ સુંદરકાંડ દેવી મંદિર અથવા બટવાલદાર વેનનો રસ્તો પસંદ કરી શકે છે.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

પર્વત પર જ રહેવુ

જો તમે આ સુંદર હિલ સ્ટેશનની તમારી સફર દરમિયાન કંઈક અલગ કરવા માંગો છો, તો અહીં ટ્રેકિંગ કરતી વખતે ચોક્કસપણે પહાડો પર જ રહો. મેદાનો અને ઠંડા પવનો વચ્ચે રહેવાનો એક અલગ જ આનંદ છે. જો તમે તમારા જીવનસાથી સાથે અહીં પહોંચ્યા છો, તો તમને આ પહાડોમાં વિતાવેલી પળ જીવનભર યાદ રહેશે.

નવો ટિહરી ડેમ

ઉત્તરાખંડમાં આવેલા શાંત હિલ સ્ટેશન કનાતાલમાં ઘણા પ્રવાસન સ્થળો પણ છે. તમે અહીં હાજર નવા ટિહરી ડેમની મુલાકાત લઈ શકો છો. એવું કહેવાય છે કે તે વિશ્વનો 10મો સૌથી મોટો બંધ છે અને એશિયાનો સૌથી ઊંચો બંધ છે. આ ડેમ પરથી દેખાતો સુંદર નજારો મનને મોહી લે એવો છે. આ ઉપરાંત ટિહરી ડેમની નજીક ટિહરી તળાવ પણ છે, જ્યાં પ્રવાસીઓ પ્રવાસનો આનંદ માણવા પહોંચે છે.

g clip-path="url(#clip0_868_265)">