AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો વાહન ચલાવતી વખતે આ ભૂલો કરી તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ થશે રદ, જાણો વિસ્તારથી

વાહન ચલાવતી વખતે લોકોએ અનેક વાતનું ધ્યાન રાખવાનું હોય છે. જેમાં અનેક પ્રકારના ટ્રાફિક નિયમોનું પણ પાલન કરવાનું હોય છે. જો તમે વાહન ચલાવતી વખતે આ નિયમોનું ઉલ્લંધન કર્યું તો તમને મોટું નુકસાન પણ થઈ શકે છે. તેમજ તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ પણ રદ થઈ શકે છે. તો ચાલો આ વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ.

જો વાહન ચલાવતી વખતે આ ભૂલો કરી તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ થશે રદ, જાણો વિસ્તારથી
| Updated on: Feb 02, 2026 | 12:03 PM
Share

ડ્રાઈવિંગ લાઈસન્સ કોઈ પણ વ્યક્તિને વાહન ચલાવવાનો અધિકાર આપે છે, પરંતુ આ અધિકાર ચોક્કસ શરતો સાથે આવે છે. આ શરતોનું ઉલ્લંઘન કરવાથી તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ શકે છે. તમે કદાચ વિચારી રહ્યા હશો કે, મોટાભાગના ટ્રાફિક ઉલ્લંઘનો ટ્રાફિક ચલણના રૂપમાં દંડ ફટકારવામાં આવે છે, પરંતુ કયા ગુનાઓ ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરી શકે છે? જો તમે આ મુદ્દાઓ વિશે વિચારી રહ્યા છો, તો આજે આપણે આના વિશે વિસ્તારથી વાત કરીશું.

ડ્રાઈવિંગ લાઈસન્સ રદ થવાના મુખ્ય કારણો જોઈએ તો

દારુ પીને ગાડી ચલાવવી

આ સૌથી પહેલું કારણ છે. જેનાથી તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ થઈ શકે છે. દારુ પીને ગાડી ચલાવવી માત્ર તમારા માટે જ નહી પરંતુ અન્ય લોકો માટે પણ ખતરનાક છે.

ઓવરસ્પીડમાં ગાડી ચલાવવી

જો તમે ઓવરસ્પીડમાં ગાડી ચલાવી રહ્યા છો. તો આનાથી અકસ્માત થવાની શકયતા વધી જાય છે. આ એક ગંભીર ગુનો છે. જો તમને વારંવાર ઓવરસ્પીડિંગ માટે દોષિત ઠેરવવામાં આવે, તો શક્ય છે કે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ શકે છે.

સિગ્નલ તોડવું

સિગ્નલ તોડવુંએ પણ એક ગંભીર ગુનો છે. તેનાથી અન્ય વાહનો સાથે અથડામણ થઈ શકે છે. વારંવાર આવા ટ્રાફિક ઉલ્લંઘન કરવાથી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે.

ફોગ લાઈટનો ખોટો ઉપયોગ

ફોગ લાઈટનો ઉપયોગ માત્ર ધુંધરું વાતાવરણ કે વરસાદના સમયમાં કરવામાં આવે છે. આનો ખોટો ઉપયોગ કરવાથી તમારું લાઈસન્સ રદ થઈ શકે છે.

મોબાઈલ ફોનનો ઉપયોગ

ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો પણ એક ગંભીર ગુનો છે. જેનાથી ગંભીર દુર્ઘટના પણ બની શકે છે.આ ગુના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ થઈ શકે છે.

ટ્રાફિક નિયમોનું સતત ઉલ્લંઘન

રસ્તાઓ પર શિસ્ત જાળવવા માટે ભારતમાં ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાથી લાઇસન્સ રદ થઈ શકે છે. જો કોઈ ખોટી લેનમાં વાહન ચલાવતું અથવા ખોટી રીતે ઓવરટેક કરતું જોવા મળે, તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે, અને તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરી શકાય છે.

ડ્રાઈવિંગ લાઈસન્સ રદ થવાથી શું નુકસાન થાય

જો તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ થાય તો ગંભીર નુકસાન પણ થઈ શકે છે. ગંભીર ગુના માટે તમારા પર કાનુની કાર્યવાહી પણ થઈ શકે છે. જો તમારું લાઈસન્સ રદ થઈ જાય છે. તો તમારે વીમાનું પ્રીમિયમ વધારે દેવું પડી શકે,તેથી, ટ્રાફિક નિયમોનું પાલન કરીને, તમે ફક્ત તમારા પોતાના જીવનને જ નહીં પરંતુ બીજાના જીવનને પણ બચાવી શકો છો.

ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.ટ્રાવેલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ
પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
g clip-path="url(#clip0_868_265)">