AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kedarnath Trip: કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ 4 વસ્તુઓ તમારા બેગમાં જરૂર હોવી જોઇએ

દેવભૂમી ઉત્તરાખંડની પવિત્ર ખીણોમાં ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનું વાતાવરણ છવાયુ્ં છે. કેદારનાથ યાત્રામાં દર વર્ષે લાખોથી પણ વધું ભાવિકો દર્શન માટે આવે છે.

Kedarnath Trip: કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ 4 વસ્તુઓ તમારા બેગમાં જરૂર હોવી જોઇએ
Image Credit source: PTI
| Updated on: Apr 26, 2026 | 1:59 PM
Share

દેવભૂમી ઉત્તરાખંડની પવિત્ર ખીણોમાં ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનું વાતાવરણ છવાયું છે. કેદારનાથ યાત્રામાં દર વર્ષે લાખોથી પણ વધું ભાવિકો દર્શન માટે આવે છે. ચાર ધામ યાત્રા 2026ની શરૂઆત થઈ છે. 22 એપ્રિલ, 2026 ના રોજ કેદારનાથ ધામના કપાટ પણ યાત્રાળુઓ માટે ખુલ્લા કરવામાં આવ્યા છે. જેના કારણે ઉત્તરાખંડની પવિત્ર ખીણોમાં ભક્તિ અને શ્રદ્ધાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

કેદારનાથની યાત્રા આધ્યાત્મિક હોય છે. તેના સાથે જ તે આત્રા તેટલી પડકારજનક પણ છે. કારણ કે કેદારનાથમાં ઊંચાઈ, તીવ્ર ઠંડી, અચાનક હવામાનમાં ફેરફાર, લાંબી ચઢાણ અને ઓક્સિજનની અછત જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી જો તમે આ પવિત્ર યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો, તો પહેલાંથી યોગ્ય તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. જેથી તમારો પ્રવાસ સુરક્ષિત અને આરામદાયક બની શકે.

ઊનના કપડાં

કેદારનાથમાં હવામાન ગમે ત્યારે ઠંડુ હોઈ શકે છે. ખાસ કરીને સવાર અને રાત્રે વધારે ઠંડી હોય છે. ઉનાળામાં પણ ત્યા ઠંડા પવનો ફૂંકાય છે. તેથી, ઊનના કપડાં, જેકેટ, સ્વેટર, મફલર, મોજા પેક કરવાનું ભૂલશો નહીં. આ તમને ઠંડીથી બચાવવામાં મદદ કરશે.

રેઈનકોટ, છત્રી અને ટ્રેકિંગ શૂઝ

કેદારનાથમાં હવામાન ગમે ત્યારે બદલાઈ શકે છે. વરસાદ અચાનક શરૂ થઈ શકે છે. તેથી, તમારી બેગમાં એક રેઈનકોટ અને છત્રી પેક કરવાનું ભૂલશો નહીં. રેઈનકોટ તમારા શરીરને સંપૂર્ણ કવરેજ પૂરું પાડે છે અને તમને વરસાદથી બચાવે છે. કેદારનાથનો માર્ગ લાંબો અને ચઢાણવાળો છે. તેથી આરામદાયક અને મજબૂત ટ્રેકિંગ શૂઝ પહેરવા જરૂરી હોય છે. જે તમારી મુસાફરીમાં કોઈપણ વિક્ષેપને અટકાવે છે.

પૌષ્ટિક ખોરાક

લાંબા ટ્રેકિંગ દરમિયાન શરીર ઝડપથી થાકી જાય છે. તેથી ઉર્જા જાળવી રાખવી પણ મહત્વપૂર્ણ હોય છે. પાણીની બોટલ, ડ્રાય ફ્રૂટ્સ, ફળો અને હળવો નાસ્તો સાથે રાખવો જરૂરી હોય છે. આ વસ્તુઓ તમને તાત્કાલિક ઉર્જાને પૂરી પાડે છે અને મુસાફરી દરમિયાન નબળાઈ આવવા દેતી નથી.

મેડિકલ કિટ

ઊંચાઈવાળા વિસ્તારોમાં ક્યારેક માથાનો દુખાવો, ચક્કર અથવા થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી એક નાની મેડિકલ કિટ સાથે જરૂર રાખવી. જેમાં તાવ, દુખાવો માટેની દવાઓ, બૅન્ડેજ અને એન્ટીસેપ્ટિક ક્રીમ હોય. યાત્રા દરમિયાન ઓળખપત્ર જેમ કે આધાર કાર્ડ અથવા કોઈ સરકારી ઓળખ સાથે રાખવી ખૂબ જ જરૂરી છે. ઉપરાંત મોબાઇલ ચાર્જ કરવા માટે પાવર બેંક અને રાત્રે અથવા અંધારામાં ઉપયોગી થાય તેવી ટોર્ચ પણ સાથે રાખવી જોઈએ. આથી તમે કોઈપણ પરિસ્થિતિમાં મુશ્કેલીથી બચી શકો છો.

Breaking News : બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, વહેલી સવારથી જ જામ્યો શ્રદ્ધાળુઓનો મેળાવળો

Follow Us
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
g clip-path="url(#clip0_868_265)">