IRCTC Tour Package: માત્ર 6,000માં વારાણસીની મુલાકાત લો, સસ્તા પેકેજમાં પરિવાર સાથે બનાવો ફરવા જવાનો પ્લાન

TV9 GUJARATI

|

Updated on: May 24, 2023 | 5:31 PM

IRCTC Tour Package : જો તમે વારાણસીની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે સસ્તું પેકેજ લઈને આવ્યું છે. આવો જાણીએ આ ખાસ પેકેજ વિશે

IRCTC  Tour Package: માત્ર 6,000માં વારાણસીની મુલાકાત લો, સસ્તા પેકેજમાં પરિવાર સાથે બનાવો ફરવા જવાનો પ્લાન

Follow us on

ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઈચ્છતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. IRCTCએ વારાણસી માટે ખૂબ જ વૈભવી અને શાનદાર પ્રવાસ પેકેજ લાવ્યું છે. પેકેજમાં તમને કાશી વિશ્વનાથ મંદિર, કાલ ભૈરવ મંદિર, અન્નપૂર્ણા ઘાટ, ભારત માતા મંદિર અને સારનાથની મુલાકાત લેવાની તક મળશે. IRCTCએ ટ્વીટ કરીને આ પેકેજ વિશે જાણકારી આપી છે. તમે માત્ર રૂ. 5,865ના શાનાદાર પેકેજમાં વારાણસીની મુસાફરી કરી શકો છો.

ઉનાળાના વેકેશનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો

ઉનાળુ વેકેશન આવતાની સાથે જ લોકો ફરવાનું પ્લાનિંગ કરવા લાગે છે. લોકો તેમના બજેટ પ્રમાણે ફરવા માટેના સ્થળોનું આયોજન કરે છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ ઉનાળાના વેકેશનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો IRCTCનો આ પ્લાન તમારા માટે છે. IRCTC દેશમાં અલગ-અલગ સ્થળો માટે ટૂર પ્લાન લાવતું રહે છે.

દર સોમવારે વારાણસી માટેની ટ્રેન જોધપુર અને જયપુરથી ઉપડશે. આ પેકેજ 3 રાત અને 4 દિવસ માટે છે. આ પેકેજમાં તમને ટ્રેનમાં સ્લીપર અથવા થર્ડ એસીમાં મુસાફરી કરવા મળશે. આ સિવાય ફરવા માટે કેબ અને બસની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. IRCTC દ્વારા રાત્રિ રોકાણ માટે હોટલની સુવિધા પણ આપવામાં આવશે.

આ પણ વાંચો : Summer Vacations: આ ઉનાળામાં કાશ્મીર જાવ તો ખીણના આ 5 છુપાયેલા સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, જુઓ Video

ટૂર પેકેજ

  • પેકેજનું નામ- Varanasi ex Jodhpur/Jaipur (NJR045)
  • ડેસ્ટિનેશન – વારાણસી અને સારનાથ
  • પ્રવાસ કેટલો સમય હશે – 3 રાત અને 4 દિવસ
  • ક્યારે શરુ થશે – દર સોમવારે
  • બોર્ડિંગ/ડિબોર્ડિંગ પોઈન્ટ- જોધપુર, રાયકા બાગ, ગોતાન, મેર્ટા રોડ, દેગાના જંક્શન, મકરાણા જંક્શન, કુચમન સિટી, નવા સિટી, સંભાર લેક, ફુલેરા જંક્શન, જયપુર, ગાંધીનગર જેપીઆર, દૌસા અને બાંદિકૂઈ જંક્શન
  • મુસાફરી – ટ્રેન અને કાર
  • ક્લાસ – સ્લીપર અને થર્ડ એ.સી

આ પણ વાંચો : જૂન મહિનામાં આ પ્રવાસન સ્થળો મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ છે, જાણો આ કુદરતી સૌદર્યથી ભરપૂર પ્રવાસન સ્થળો વિશે

બુકિંગ કેવી રીતે કરવું

ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહી છે.આ ટૂર પેકેજ માટે બુકિંગ IRCTC વેબસાઇટ www.irctctourism.com પર જઈને ઓનલાઈન કરી શકાય છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati