IRCTC Tour Package રામ નવમી પર ‘ભારત નેપાળ આસ્થા યાત્રા’ , મુસાફરોને મળશે આ સુવિધાઓ
IRCTC રામનવમી પર ભારત નેપાળ આસ્થા યાત્રા શરુ કરવા જઈ રહ્યું છે. જ્યાં તમે આ પેકેજ હેઠળ ટિકીટની કિંમત સંપુર્ણ શેડ્યુલ જોઈ શકો છો.
આઈઆરસીટીસીએ ભારત ગૌરવ ટ્રેન હેઠળ ભારત નેપાળ આસ્થા યાત્રા શરુ કરી રહ્યું છે. આ વર્ષે રામ નવમી 30 માર્ચે ગુરુવારના રોજ મનાવવામાં આવશે. 10 દિવસના આ ટુર પેકેજમાં 4 મહત્વપૂર્ણ યાત્રાધામ અને હેરિટેજ સ્થળો પર લઈ જવામાં આવશે.”દેખો અપના દેશ” ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનની શરૂઆત સાથે સ્થાનિક પ્રવાસમાં વિશેષ રસ ધરાવતા લોકોને પ્રોત્સાહિત કરવાનો ભારત સરકારનો પ્રયાસ છે. નવ રાત અને દસ દિવસની રજા તમને નેપાળમાં પશુપતિનાથ (કાઠમંડુ) અને ભારતમાં અયોધ્યા, વારાણસી અને પ્રયાગરાજ જેવા સ્થળો લઈ જશે.
‘ભારત નેપાળ આસ્થા યાત્રા’ પ્રવાસ વિગતો
ટ્રેનનું મુખ્ય પ્રસ્થાન સ્ટેશન જલંધર છે પરંતુ યાત્રિકો દિલ્હીના સફદરજંગ સ્ટેશનથી પણ ટ્રેનમાં બેસી શકે છે.ભારત નેપાળ આસ્થા યાત્રા 31 માર્ચ, 2023 ના રોજ તેની યાત્રા પર નીકળશે. 10-દિવસીય પ્રવાસમાં અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી, સર્યુઘાટ, નંદીગ્રામ જેવા સ્થળોનો સમાવેશ થાય છે; કાઠમંડુમાં પશુપતિનાથ મંદિર, દરબાર સ્ક્વેર, સ્વયંભૂનાથ સ્તૂપ; તુલસી માનસ મંદિર, સંકટમોચન મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર અને મંદિર, વારાણસીમાં વારાણસી ઘાટ પર ગંગા આરતી અને ગંગા-યમુના સંગમ, પ્રયાગરાજ ખાતે હનુમાન મંદિરે દર્શન કરવામાં આવશે.
જાણો ટિકિટની કિંમત
જો તમારે એક વ્યક્તિ માટે ટિકિટ બુક 39,850 રુપિયા અને 2 લોકો માટે 34,650 રુપિયા છે. બાળકો (5-11)ની ટિકિટ કિંમત 31,185 રુપિયા હશે.
આ પણ વાંચો : IRCTC Tour Package: માત્ર 20 હજારમાં મહારાષ્ટ્રની મુસાફરી કરો, IRCTC લાવ્યું સસ્તું ટુર પેકેજ
આ સુવિધાઓ મળશે
આઈઆરસીટીસી મુજબ આ પેકેજમાં 3AC ક્લાસની 600 ટિકિટ સામેલ હશે. કુલ 600 સીટ હશે.
આ ઉપરાંત, નોન-એસી બસોમાં તમામ પરિવહન અને જોવાલાયક સ્થળોનો સમાવેશ પેકેજમાં છે. આ પેકેજમાં બપોરના ભોજન માટે માત્ર શાકાહારી ભોજન સામેલ છે. આ સિવાય સારી ગુણવતા વાળી હોટલ પણ સામેલ છે.
પેકેજમાં તમામ કર યાત્રી વિમો અને ટ્રેન સુરક્ષા સામેલ છે.,
જોવાલાયક સ્થળો અને મંદિરના દર્શન માટે હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપી COVID-19 રસીકરણ પ્રમાણપત્ર જરૂરી છે. વધુ માહિતી માટે અહિ ક્લિક કરો
આ પણ વાંચો : IRCTC Package: મનાલીની વાદીઓમાં મનાવો હનીમૂન , IRCTC લાવ્યું સસ્તામાં ટુર પેકેજ કે જે Honeymoonને બનાવશે યાદગાર