AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબા સાહેબ આંબેડકર યાત્રા માટે IRCTC લાવ્યું સસ્તું ટૂર પેકેજ, જાણો રૂટ અને કિંમત

દેખો અપના દેશ અંતર્ગત, IRCTC બાબા સાહેબ આંબેડકર યાત્રા પ્રવાસ પેકેજ લઈને આવ્યું છે. જેમાં ડો.ભીમરાવ આંબેડકરના જીવન સાથે જોડાયેલી મુખ્ય જગ્યાઓ બતાવવામાં આવશે. આ ટૂર પેકેજ હેઠળ તમને ગયા, નાગપુર, સાંચી, વારાણસી સહિતના ઘણા શહેરોની મુલાકાત લેવાની તક મળશે.

બાબા સાહેબ આંબેડકર યાત્રા માટે IRCTC લાવ્યું સસ્તું ટૂર પેકેજ, જાણો રૂટ અને કિંમત
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 2:51 PM
Share

ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC)એ દેખો અપના દેશ હેઠળ બાબા સાહેબ આંબેડકર યાત્રા પ્રવાસ પેકેજ લાવ્યું છે. જેમાં ડો.ભીમરાવ આંબેડકરના જીવન સાથે જોડાયેલી મુખ્ય જગ્યાઓ બતાવવામાં આવશે. બાબા સાહેબ આંબેડકર યાત્રાની પ્રથમ યાત્રા 14 એપ્રિલ 2023ના રોજ નવી દિલ્હીથી શરૂ થશે.7 રાત અને 8 દિવસનું આ ટૂર પેકેજ દિલ્હીથી ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા શરૂ થશે અને તેનું પ્રથમ સ્ટોપ મધ્ય પ્રદેશમાં ડો. આંબેડકર નગર (મહુ) છે, જે બાબા સાહેબની જન્મભૂમિ (ભીમ જન્મભૂમિ) છે.

ત્યારબાદ આ ટ્રેન નાગપુર રેલ્વે સ્ટેશન જશે જ્યાં પ્રવાસીઓ નવયાન બૌદ્ધ ધર્મના પવિત્ર સ્મારક દીક્ષાભૂમિની મુલાકાત લેવા આગળ જશો. ત્યારપછી ટ્રેન નાગપુરથી સાંચી માટે રવાના થશે. જેમાં સાંચીના સ્તૂપ અને અન્ય બૌદ્ધ સ્થળોને સાંચીના જોવાલાયક સ્થળોમાં સામેલ કરવામાં આવ્યા છે.

યાત્રા નવી દિલ્હીમાં પૂરી થશે

સાંચી પછી વારાણસી આગામી સ્થળ હશે જ્યાં સારનાથ અને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ સામેલ છે. આગલું અને છેલ્લું સ્થળ ગયા છે. ત્યાં પ્રવાસીઓને પ્રસિદ્ધ મહાબોધિ મંદિર અને અન્ય મઠોની મુલાકાત લેવા બોધ ગયાના પવિત્ર સ્થળ પર લઈ જવામાં આવશે. રાજગીર અને નાલંદાના અન્ય મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થળોને પણ આવરી લેવામાં આવશે. આ યાત્રા  નવી દિલ્હીમાં પૂરી થશે. પ્રવાસીઓ પાસે દિલ્હી, મથુરા અને આગ્રા કેન્ટ સ્ટેશનો પર ટ્રેનમાં ચઢવા/ઉતરવાનો વિકલ્પ હશે.

IRCTC દ્વારા બહાર પાડવામાં આવેલા બાબાસાહેબ આંબેડકર યાત્રાનો હેતુ આંબેડકરના જીવન સાથે સંકળાયેલા સ્થળો અને સીમાચિહ્નોને પ્રકાશિત કરવાનો છે. આ પ્રવાસ પેકેજ સંબંધિત અન્ય માહિતી IRCTC વેબસાઇટ irctctourism.com પર ઉપલબ્ધ છે.

ડો. બાબા સાહેબ આંબેડકર, જેને પ્રેમથી બાબા સાહેબ કહેવામાં આવે છે, તે ભારતીય બંધારણના મુખ્ય નિર્માતા હતા. આ ઉપરાંત તેઓ પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી, રાજકીય કાર્યકર્તા, માનવશાસ્ત્રી, લેખક, વક્તા, ઇતિહાસકાર, અર્થશાસ્ત્રી અને વિદ્વાન પણ હતા. આંબેડકર અસ્પૃશ્યતા જેવા સામાજિક દુષણોને નાબૂદ કરવા માટે તેમના જીવનભર લડ્યા અને સામાજિક રીતે પછાત વર્ગોના અધિકારો માટે ઉભા થયા.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">