Indian Railway : એવા કયા પાસ છે જે બનાવ્યા પછી તમારે ટ્રેનમાં ઓછું ભાડું ચૂકવવું પડે? જાણો
રેલવે દ્વારા કેટલીક કેટેગરીમાં લોકોને ટ્રેનમાં છુટ મળે છે. જો તમે આ કેટેગરીમાં આવો છે અને તમારી પાસે રેલવેનો પાસ છે. તો તમે ઓછા પૈસામાં ટ્રેનમાં મુસાફરી કરી શકશો. ચાલો વિસ્તારથી જાણીએ.

શું તમે જાણો છો ભારતીય રેલવે દ્વારા કેટલાક લોકોને ભાડામાં છુટછાટ આપવામાં આવે છે. પહેલા રેલવે દ્વારા આ કેટેગરીમાં લોકોને છુટ મળતી હતી પરંતુ હવે માત્ર કેટલાક લોકોને જ આ કેટેગરીમાં છુટછાટ આપવામાં આવે છે. રેલવે દ્વારા તમામ દિવ્યાંગને 4 કેટેગરી, 11 કેટેગરીના દર્દીઓ અને 8 કેટેગરીના વિદ્યાર્થીઓને છુટછાટ આપવામાં આવે છે.
જો તમે પણ આ કેટેગરીમાં આવો છો. તો તમને ભાડામાં કેટલીક છુટછાટ મળશે. જેના માટે પહેલા તમારે પાસ બનાવવો પડશે. તો ચાલો જાણીએ આ પાસ કેવી રીતે બને છે અને કઈ કઈ છુટ મળે છે.
ક્યા કયા લોકોને છુટ મળે છે?
રેલવે પ્રવેશ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને આવવા-જવા માટે છુટ આપવામાં આવે છે. આ સાથે એજ્યુકેશન ટુર, રિસર્ચ વર્ક તેમજ આની સાથે જોડાયેલા વિદ્યાર્થીોને છુટ આપવામાં આવે છે.દૃષ્ટિહીન વ્યક્તિઓ, ઓર્થોપેડિકલી વિકલાંગ, કેન્સરના દર્દીઓ, ટીબીના દર્દીઓ, કિડની રોડ, બિન-ચેપી રક્તપિત્ત, થેલેસેમિયાના દર્દીઓ વગેરેને મુક્તિ આપવામાં આવી છે.
છુટની શરત શું છે?
રેલવે બેસિક ભાડા પર છુટ આપે છે. આ સિવાય છુટ 300 કિલોમીટર કે તેનાથી વધારેની મુસાફરી માટે લાગુ થશે. પરંતુ કેટલીક કેટેગરીમાં 300 કિલોમીટરની શરત લાગુ થતી નથી. નિયમો અનુસાર, પરીક્ષા કેન્દ્રો પર જનારા અને આવનારા વિદ્યાર્થીઓ, હોસ્પિટલોમાં જનારા અને આવનારા કેન્સરના દર્દીઓ વગેરે જેવા ચોક્કસ હેતુ માટે જાહેર કરાયેલી રાહત ટિકિટોના કિસ્સામાં, મુસાફરી દરમિયાન વચ્ચેથી મુસાફરી કરવાની મંજૂરી નથી.
ભાડામાં છુટ સીઝન ટિકિટ,સર્કુલર જર્ની ટિકિટ, રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, વંદેભારત,ગરીબ રથ,વિશેષ ટ્રેન , હમસફર એક્સપ્રેસ ટ્રેન વગેરેમાં નથી. પરંતુ કેટલીક કેટેગરીમાં આ ટ્રેનમાં છુટ મળે છે. બધી ભાડા છૂટ ફક્ત રેલ્વે સ્ટેશનો, રિઝર્વેશન ઓફિસો અથવા બુકિંગ ઓફિસ કાઉન્ટર પર જ આપવામાં આવશે. જો કે, જે દિવ્યાંગ વ્યક્તિઓ પોતાનો પાસ બનાવી ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે છે.
જો કોઈ વ્યક્તિ ટિકિટ વિના, અથવા યોગ્ય ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરે છે, અથવા રાહત ટિકિટ પર મુસાફરી કરે છે, અથવા રાહત ટિકિટને ઉચ્ચ વર્ગમાં રૂપાંતરિત કરે છે. તો તેને ટ્રેનમાં કોઈ પણ પ્રકારની છુટ આપવામાં આવશે નહી.જો દિવ્યાંગજન કેટેગરીમાં પાસ બનાવવા છે. તો આના માટે રેલવેની એક વેબસાઈટ છે.
