AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra 2023 : આજથી અમરનાથ યાત્રાનું Registration શરૂ, ઘરે બેસી આ રીતે કરો રજિસ્ટ્રેશન

જો તમે અમરનાથ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માંગતા હોવ તો તમે ગુગલ પ્લે સ્ટોર પરથી શ્રી અમરનાથજી યાત્રા એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

Amarnath Yatra 2023 : આજથી અમરનાથ યાત્રાનું Registration શરૂ, ઘરે બેસી આ રીતે કરો રજિસ્ટ્રેશન
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 12:43 PM
Share

જો તમે અમરનાથ યાત્રામાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે અમરનાથ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આજે એટલે કે, 17 એપ્રિલ સોમવારથી અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરુ થયુ છે. અમરનાથ યાત્રા માટે 31 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. જેના માટે તમારે જરુરી કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. કારણ કે, આ યાત્રા માટે 13 થી 70 વર્ષ સુધીના લોકો જ ઓનલાઈન આવેદન કરી શકે છો પરંતુ 6 અઠવાડિયાથી વધુ પ્રેગ્નેટ મહિલાઓને આ યાત્રા માટની પરવાનગી નથી.

આ પણ વાંચો : Amarnath Yatra 2023 : અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન આજથી શરૂ, પહેલાથી જ કરી લો આ તૈયારી નહીં થાય કોઈ મુશ્કેલી

જો તમે ભારતીય નાગરિક છો અમરનાથ યાત્રા માટે તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવવા માટે નિયુક્ત બેંક શાખાઓ દ્વારા પ્રતિ યાત્રી દીઠ 120 રૂપિયા ચૂકવવા પડશે. ઓનલાઈન રજિસ્ટ્રેશનની ફી 220 રૂપિયા પ્રતિ પેસેન્જર છે. બીજી તરફ, જો તમે NRIની સિરીઝમાં આવો છો, તો તમારે PMB દ્વારા 1520 રૂપિયા પ્રતિ યાત્રી ફી ચૂકવવી પડશે.

યાત્રા 2023થી શરુ કર્યા પહેલા તમામ રજીસ્ટર યાત્રિકો માટે જમ્મુ કાશ્મીર સ્થિત કોઈ પણ કેન્દ્રમાંથી આરએફઆઈડી કાર્ડ મેળવવાનું રહેશે. યાત્રા દરમિયાન ગળામાં આરએફઆઈડી ટેગ પહેરીને રાખો.

આવી રીતે કરો રજિસ્ટ્રેશન

  1. દેશભરમાં પંજાબ નેશનલ બેન્ક, એસબીઆઈ, જમ્મુ અને કાશ્મીર બેન્ક અને યસ બેન્ક દ્વારા એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
  2. નિયુક્ત બેંક શાખાઓની યાદી અમરનાથજી યાત્રા શ્રાઈન બોર્ડ (SASB)ની વેબસાઈટ https://jksasb.nic.in પર ઉપલબ્ધ છે.
  3. ઓન લાઈન રજિસ્ટ્રેશન માટે વેબસાઈટ https://jksasb.nic.in પર કરી શકો છો.
  4. ઓનલાઈન રજિસ્ટ્રશન માટે લિંક એસએએસબીની મોબાઈલ એપ શ્રી અમરનાથજી યાત્રા પર ઉપલબ્ધ છે. જે ગુગલ પ્લે પર ઉપલ્બધ છે.
  5. પંજાબ નેશનલ બેંક જમ્મુ દ્વારા ચુકવણી કરવા માટે cojkitd@pnb.co.in પર જાઓ.

આવી રીતે કરાવો ગ્રુપ રજિસ્ટ્રેશન

જો તમે આ ગ્રુપની સાથે રજિસ્ટ્રેશન કરાવવા માંગો છો તો 5 થી 50થી ઓછી સંખ્યા ધરાવતા ગ્રુપે SASB ને પોસ્ટ દ્વારા તમામ સભ્યોના જરૂરી દસ્તાવેજો મોકલીને ગ્રુપ નોંધણી માટે અરજી કરી શકે છે. તમે વેબસાઇટ https://jksash.nic.in પર આપેલા સરનામા પર તમામ માહિતી મોકલી શકો છો.

જો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છો છો તો તમે ગુગલ પ્લે સ્ટોર પરથી શ્રી અમરનાથજી યાત્રા એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો.

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">