AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નહાવાના પાણીમાં 2થી 3 ચમચી મીઠું નાખો અને જુઓ કમાલ, વર્ષો જૂના દેશી નુસખાથી શરીર અને ત્વચામાં આવશે 5 સકારાત્મક બદલાવ !

મીઠું માત્ર ભોજનનો સ્વાદ વધારતું નથી. પરંતુ તેનો ઉપયોગ શરીરની સંભાળ માટે પણ કરવામાં આવે છે. ઘણા લોકો વર્ષોથી સોલ્ટ બાથ (મીઠાના પાણીથી સ્નાન) કરે છે. માનવામાં આવે છે કે તે શરીરને આરામ આપવામાં મદદરૂપ બની શકે છે.

નહાવાના પાણીમાં 2થી 3 ચમચી મીઠું નાખો અને જુઓ કમાલ, વર્ષો જૂના દેશી નુસખાથી શરીર અને ત્વચામાં આવશે 5 સકારાત્મક બદલાવ !
Salt Bath WaterImage Credit source: AI Generated
| Updated on: Jul 09, 2026 | 2:51 PM
Share

મીઠા વિના કોઈપણ વાનગીનો સ્વાદ અધૂરો હોય છે. વાનગી કેટલી પણ સ્વાદિષ્ટ બની હોય, પરંતુ જો તેમાં મીઠું ઓછું કે વધુ થઈ જાય તો આખો સ્વાદ બગડી જાય છે. આ વાત પરથી જ આપણા જીવનમાં મીઠાનું મહત્વ સમજી શકાય છે. મીઠાનો ઉપયોગ માત્ર રસોડા પૂરતો જ મર્યાદિત નથી. શરીર અને મન બંને માટે પણ મીઠાના અનેક ફાયદા હોવાનું માનવામાં આવે છે. ગામમાં મોટાભાગે લોકો મીઠાના પાણીથી સ્નાન કરે છે. તેથી તેમનું સ્વાસ્થ શહેરના લોકો કરતા વધુ સારૂં હોય છે. વર્ષોથી લોકો તેનો ઉપયોગ કરતા આવેલા છે.

મીઠાથી સ્નાન કરવાની સાચી રીત

મીઠાથી સ્નાન કરવા માટે, તમારે તમારા સ્નાનના પાણીમાં એક થી બે ચમચી મીઠું ઉમેરવાની જરૂર છે. સાદું મીઠું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો સેંધા મીઠાનો ઉપયોગ વધુ યોગ્ય માનવામાં આવે છે. હૂંફાળા પાણીમાં મીઠાથી સ્નાન કરવું વધુ ફાયદાકારક હોય છે. મીઠામાં સોડિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા ખનિજો હોય છે. જે આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

ત્વચાને સ્વચ્છ રાખવામાં મદદરૂપ

પાણીમાં થોડું મીઠું નાખીને સ્નાન કરવાથી શરીર સંપૂર્ણપણે સાફ થાય છે. તે એકઠા થયેલા ગંદકી અને મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં પણ મદદ કરે છે. જો તમે સતત થોડા દિવસો મીઠાના પાણીમાં સ્નાન કરશો, તો તમારી ત્વચામાં એક અલગ ચમક દેખાશે. કોઈપણ સ્કિનનો ચેપ અને ડાઘ પણ દૂર કરવામાં તે મદદરૂપ છે.

વજન ઘટાડવામાં કરે છે મદદ

કેટલાક લોકો માને છે કે સોલ્ટ બાથથી વધુ પરસેવો આવે છે. મીઠાના પાણીથી નહાવાથી શરીરની ચરબી (ફેટ) ઘટે છે અથવા વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે તેવા મજબૂત વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. વજન ઘટાડવા માટે સંતુલિત ડાયટ અને નિયમિત કસરત સૌથી અસરકારક રીત છે.

તણાવ અને થાક થાય છે દૂર

ઘણા લોકોનું માનવું છે કે મીઠાના પાણીથી નહાવાથી દિવસભરનો થાક અને શરીરમાં થતો તણાવ ઓછો થાય છે. ખાસ કરીને લાંબા દિવસ બાદ હૂંફાળા પાણીમાં સોલ્ટ બાથ લેવાથી શરીરને આરામ મળી શકે છે.

વાળમાં ચમક પાછી આવે છે

જો તમને લાગે કે તમારા વાળ ખૂબ જ શુષ્ક અને નિર્જીવ થઈ ગયા છે તો મીઠાના પાણીથી સ્નાન કરવાનો પ્રયાસ કરો. મીઠાના પાણીથી સ્નાન તમારા વાળના સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો કરી શકે છે. તે ખોડો દૂર કરે છે અને વાળને ચમકદાર બનાવે છે.

નકારાત્મકતા થાય છે દૂર

જ્યોતિષ અને પરંપરાગત માન્યતાઓ અનુસાર મીઠાના પાણીથી સ્નાન કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. આ ધાર્મિક અથવા પરંપરાગત માન્યતા છે અને તેને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, મહિલાઓની સંખ્યામાં સૌથી આગળ છે આ 10 દેશ ! આ દેશોમાં ‘લેડીઝ ફર્સ્ટ’ માત્ર કહેવત નહીં, વાસ્તવિકતા છે

Follow Us
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
g clip-path="url(#clip0_868_265)">