જો આ આદતો તમારા લાઈફ પાર્ટનરમાં હોય, તો તેની સાથે ભૂલથી પણ ના કરતા લગ્ન

Relationship tips : લગ્ન પહેલા પોતાના પાર્ટનરની દરેક આદત વિશે જાણી લેવુ જરુરી છે. નહીં પાછળથી સંબંધોમાં ખટાશ આવી શકે છે. અને સંબંધો તૂટી પણ શકે છે.

જો આ આદતો તમારા લાઈફ પાર્ટનરમાં હોય, તો તેની સાથે ભૂલથી પણ ના કરતા લગ્ન
Relationship tipsImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 11:22 PM

Relationship tips : લગ્નએ દરેકના જીવનનો એક અમૂલ્ય અને યાદગાર પ્રસંગ હોય છે. બે વ્યક્તિઓની સાથે બે પરિવારોનું પણ મિલન થતુ હોય છે. લોકો લગ્ન (Marriage) એટલા માટે કરે છે કે જેથી તે પોતાનું આગળનું જીવન તેની સાથે વીતાવી શકે, વધારે સારી રીતે જીવન જીવી શકે અને વધારે ખુશ રહી શકે. પણ ઘણી વાર આ બધુ ઉલટુ થઈ જાય છે. કારણ કે લોકો લગ્ન પહેલા પોતાના પાર્ટનરને સારી રીતે જાણી નથી લેતા. તેના કારણે લગ્ન જીવન ખરાબ થતુ જાય છે.

લગ્ન એ આપણા જીવનનો એક એવો નિર્ણય છે, જેને લેતા પહેલા યોગ્ય રીતે વિચારવું  ખૂબ જ જરૂરી છે. ઘણીવાર લોકો ઉતાવળમાં અથવા પરિવારના દબાણમાં આ નિર્ણય લે છે અને તેમને પાછળથી પસ્તાવો કરવો પડે છે. આજના સમયમાં કપલ્સ (Relationship tips) લગ્ન કરતા પહેલા એકબીજાને યોગ્ય રીતે જાણી લેવુ વધુ સારું માને છે. અરેન્જ્ડ મેરેજ કરનારા યુગલો પણ લગ્ન પહેલાં એકબીજાને જાણવાના તમામ પ્રયાસો કરે છે.

ઘણી વખત એવું પણ બને છે કે લોકો પાર્ટનર સાથે એટલા કનેક્ટ થઈ જાય છે કે તેઓ તેની કેટલીક આદતોને નજરઅંદાજ કરવા લાગે છે. આ આદતો લગ્ન પછી દાંપત્ય જીવનમાં વિવાદનું કારણ બની શકે છે. અહીં અમે તમને આ આદતોનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. તેમના વિશે જાણો…

આ પણ વાંચો

લગ્ન અંગે મૂંઝવણ – કેટલાક લોકો અમુક પ્રકારના દબાણ કે લાલચમાં લગ્ન માટે હા પાડી દે છે, પરંતુ તેઓ આ સંબંધને સ્વીકારવામાં અસમર્થ હોય છે. તેઓ તેમના ભાવિ જીવનસાથી સાથે યોગ્ય રીતે વાત કરતા નથી અથવા તેમને મળવાનું ટાળે છે. ભલે તે કોઈપણ કારણોસર લગ્નને લઈને મૂંઝવણમાં હોય, પરંતુ તેની આ ભૂલ કોઈ બીજાની જીંદગી પણ બગાડી શકે છે. જો તમને લાગતું હોય કે તમારો પાર્ટનર તમને વારંવાર નજર અંદાજ કરે છે. તો તેની સાથે લગ્ન કરતા પહેલા સારી રીતે વિચાર કરો.

અલગ વિચાર- એ વાત તો સાચી છે કે દરેકની વિચારસરણી એકસરખી નથી હોતી, પરંતુ પરસ્પર સમજણ વડે બાબતો ઉકેલી શકાય છે. ઘણી વખત એવું બને છે કે બે લોકો લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ અલગ-અલગ વિચારસરણીના કારણે તેઓ ઘણીવાર ઝઘડો કરે છે. દરેક નાની-નાની વાત પર અલગ-અલગ વિચારને કારણે સમસ્યા આવી શકે છે અને લગ્ન પછી મોટા ઝઘડાનું કારણ બની શકે છે. જો તમારો પાર્ટનર દરેક બાબતમાં અલગ રીતે વિચારે છે, તો તેની સાથે લગ્ન કરતા પહેલા ફરીથી વિચાર કરો.

તમારા નિર્ણયો લાદવા- કેટલાક સંબંધો એવા પણ હોય છે જેમાં પાર્ટનર સામેની વ્યક્તિને પોતાના કરતા ઓછો માને છે. તે નાણાકીય કે અન્ય બાબતોમાં નબળા હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે દરેક જગ્યાએ તેના નિર્ણયો તેના પર લાદવા લાગે. જો જોવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં આવું થાય છે. જો તમને પણ સગાઈ પછી આવું લાગતું હોય તો ભૂલથી પણ આવા વ્યક્તિને તમારો લાઈફ પાર્ટનર ન બનાવો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">