Relationship Tips: લગ્ન પછી આ છ ભૂલો કરવાની ભૂલ ન કરો, લગ્નજીવનમાં પડી શકે છે ભંગાણ

તમારા જીવનસાથીના (Life partner)હિસાબે તમારું બજેટ નક્કી ન પણ હોય. આ કારણે તે ખૂબ જ ચિડાઈ શકે છે. તેથી, તમારા જીવનસાથી સાથે આવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરો.

Relationship Tips: લગ્ન પછી આ છ ભૂલો કરવાની ભૂલ ન કરો, લગ્નજીવનમાં પડી શકે છે ભંગાણ
Mistakes after marriages (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 9:10 AM

ભૂલો (Mistake) વ્યક્તિથી થાય છે કે તે પરિણીત (married) હોય કે કુંવારો, પરંતુ જો તે ભૂલો આદત (Habit) બની જાય છે તો તે તમારા સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે અને તમારા જીવનસાથીના હૃદયમાં તમારા માટે રહેલા પ્રેમને પણ ઘટાડી શકે છે. લગ્ન પછી વ્યક્તિ તેના જીવનસાથી સાથે બંધનમાં બંધાય છે અને તે બંનેની જવાબદારી છે કે તેઓની લાગણીઓને ઠેસ ન પહોંચે. કેટલીક એવી ભૂલો હોય છે જે લગ્ન પછી લોકો ઘણીવાર કરી બેસે છે. શરૂઆતમાં આ ભૂલો બહુ નાની લાગે છે પણ સમય જતા તે બહુ મોટું સ્વરૂપ ધારણ કરી છે અને લગ્નજીવનમાં ભંગાણ પડે છે. અમે તમને આજે આવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છે. લગ્ન બાદ તમારે આ ભૂલો પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

લગ્ન પછી ન કરો આ ભૂલો

1. એકબીજાને દોષ ન આપો

જો તમે પણ તમારી ભૂલ સ્વીકારવાને બદલે હંમેશા તમારી સામેની વ્યક્તિ પર દોષારોપણ કરો છો તો આ આદતને જલદીથી સુધારી લો, નહીંતર તમારી આ ભૂલથી દર વખતે તમારા પાર્ટનરના દિલમાં તમારા માટેનો પ્રેમ ઊડી જશે.

2. કોઈ બીજા સાથે દખલ કરવી

જો તમે ત્રીજા વ્યક્તિના નિર્ણયને વધુ મહત્વ આપો છો તો તે તમારા જીવનસાથીને ખૂબ જ ચિડાઈ અને ઈર્ષ્યા અનુભવે છે. એવું ન કરો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

3. તમારી ઈચ્છાઓ જણાવતા નથી

જો તમે તમારા જીવનસાથી સાથે તમારી ઈચ્છાઓની ચર્ચા નથી કરતા તો આમ કરવાનું શરૂ કરો. તેનાથી તમારો પ્રેમ વધશે.

4. તમારા પાર્ટનરને ઓછો આંકશો નહીં

જો તમે તેમની સાથે કંઈપણ શેર ન કરો અને તેમને હંમેશા હળવાશથી લો તો પછી આમ કરવાનું બંધ કરો.

5. નાણાની ચર્ચા ન કરવી

તમારા જીવનસાથીના હિસાબે તમારું બજેટ નક્કી ન પણ હોય. આ કારણે તે ખૂબ જ ચિડાઈ શકે છે. તેથી, તમારા જીવનસાથી સાથે આવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરો.

6. માન ન આપવું

જો તમે બીજાની સામે મજાકમાં તમારા પાર્ટનરનું અપમાન કરો છો અથવા તેમનું સન્માન નથી કરતા તો જલ્દી જ તમારી વચ્ચે અણબનાવ થઈ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">