AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhay Deol Getting Married: બોલિવૂડમાં વધુ એક લગ્ન, ફિલ્મ ‘જંગલ ક્રાય’ના પ્રમોશન દરમિયાન અભિનેતાએ કરી લગ્નની જાહેરાત!

ધર્મેન્દ્રના ભત્રીજા અને અભિનેતા અભય દેઓલે (Abhay Deol) તેના લગ્નની જાહેરાત કરી છે. તેની આગામી ફિલ્મ 'જંગલ ક્રાય'ના પ્રમોશન દરમિયાન અભિનેતાએ લગ્નનો ઉલ્લેખ કરતા આ વાત સ્વીકારી છે.

Abhay Deol Getting Married: બોલિવૂડમાં વધુ એક લગ્ન, ફિલ્મ 'જંગલ ક્રાય'ના પ્રમોશન દરમિયાન અભિનેતાએ કરી લગ્નની જાહેરાત!
Abhay DeolImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 6:32 PM
Share

બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં બોલીવુડના મોટા કલાકારો અને ઘણા સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આમાં ઘણા મોટા નામ સામેલ છે. બોલિવૂડના મોસ્ટ ટ્રેન્ડિંગ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે (Ranbir Kapoor- Alia Bhatt) ગયા મહિને જ એકબીજા સાથે સાત ફેરા લીધા છે. આ સિવાય કેટરિના કૈફ અને વિકી કૌશલના (Katrina Kaif-Vicky Kaushal) નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. થોડા દિવસો પહેલા, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નને લઈને ચર્ચામાં છે. આ બધા વચ્ચે બોલિવૂડના વધુ એક બેચલર એક્ટરે પોતાના લગ્નના સમાચાર શેયર કર્યા છે. હા, ધર્મેન્દ્રના ભત્રીજા અને અભિનેતા અભય દેઓલે (Abhay Deol) તેમના લગ્નની જાહેરાત કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર અભય દેઓલનો એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં એક્ટરે પોતાના લગ્ન વિશે જણાવ્યું છે. સમાચાર મુજબ અભયે કહ્યું કે તે જલ્દી લગ્ન કરી રહ્યો છે. તેની આગામી ફિલ્મ જંગલ ક્રાયના પ્રમોશન દરમિયાન, અભય દેઓલે સ્વીકાર્યું કે તે શક્ય તેટલી વહેલી તકે લગ્ન કરશે. લગ્ન વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું, ‘હું લગ્ન કરી રહ્યો છું’. જો કે અભય દેઓલે હજી સુધી કોઈ માહિતી આપી નથી કે તેના જીવનની રહસ્યમય મહિલા કોણ છે, જેની સાથે તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તેમજ આ લગ્ન ક્યારે થશે તેની પણ કોઈ માહિતી મળી નથી.

અભિનેત્રી પ્રીતિ દેસાઈને ડેટ કરી ચૂક્યો હતો

જણાવી દઈએ કે અભિનેતા અભય દેઓલની ઉંમર 46 વર્ષની છે. પોતાની લવ લાઈફની વાત કરીએ તો અભયે લાંબા સમયથી એક્ટ્રેસ પ્રીતિ દેસાઈને ડેટ કરી ચૂક્યો હતો. આ બંનેનો સંબંધ લગભગ 4 વર્ષ સુધી ચાલ્યો. એટલું જ નહીં, બંને લિવ-ઈન રિલેશનશીપમાં પણ હતા, પરંતુ વર્ષ 2014માં કેટલાક કારણોસર બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

અભય દેઓલ લગ્ન માટે નથી બન્યો

આ પહેલા પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન અભયે લગ્નની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તે લગ્નમાં માને છે, પરંતુ તેને લાગે છે કે તે લગ્ન માટે નથી બન્યો.

g clip-path="url(#clip0_868_265)">