Meaningful Gifts Idea: વેલેન્ટાઈન વીક પર તમારા પાર્ટનરને આપો મીનીંગફૂલ ગિફ્ટ્સ, તમારું પાર્ટનર ખુશીથી જૂમી ઉઠશે
આ વેલેન્ટાઈન વીકમાં તમાર ખાસને કઈ વધારે ખાસ ગિફટ આપી પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માંગો છો, તો સારામાં સારો સમય છે. યુગલો આખા વર્ષ દરમિયાન રોમેન્ટિક વીક એટલે કે વેલેન્ટાઈન વીકની રાહ જોતા હોય છે.

ફેબ્રુઆરી મહિનો પ્રેમ અને સ્નેહના મહિના તરીકે ઓળખાય છે. વેલેન્ટાઈન ડે દર વર્ષે આ મહિનામાં 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. આ દરમિયાન કપલ્સ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. ફરવા જાય છે. લોકો પોતાના પાર્ટનરને ગિફ્ટ્સ પણ આપે છે. વેલેન્ટાઈન વીકનો પહેલો દિવસ રોઝ ડે છે તેમજ આવતીકાલે પ્રપોઝ ડે છે ત્યારે આ ખાસ વેલેન્ટાઈન વીકમાં તમારા ખાસને કઈ વધારે ખાસ ગિફટ આપી પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માંગો છો, તો આ સારામાં સારો સમય છે.
યુગલો આખા વર્ષ દરમિયાન રોમેન્ટિક વીક એટલે કે વેલેન્ટાઈન વીકની રાહ જોતા હોય છે. ત્યારે આ વેલેન્ટાઈનને તમે કંઈક અલગ કરી ઉજવી શકો છો. તેમજ તમારા જીવનસાથીને સમજી વિચારીને કોઈ સરસ મીનીંગ ફૂલ ગીફ્ટ આપી શકો છો.
આ પણ વાંચો: Rose Day 2023: ખરેખર કેમ ઉજવાય છે રોઝ ડે અને શું છે તેનું મહત્વ?, જાણો આ દિવસ સાથે જોડાયેલ કેટલીક વાતો
આ વેલેન્ટાઈન તમારા પાર્ટનરને આપો મીનીંગફૂલ ગીફ્ટ
આ પ્રકારની ભેટ તમારા પાર્ટનરને ખૂબ જ પસંદ આવશે. હંમેશાની જેમ નોર્મલી ભેટ આપીને ખુશ કરવાના બદલે કઈક અલગ કરો જેના કારણે તમારા પાર્ટનરને ખુશી મળશે તેમજ તે ક્ષણ પણ તે ક્યારેય નહીં ભૂલી શકે. ગિફ્ટ આપવાને બદલે, તમે થોટફૂલ વિચાર કરીને કઈ ભેટ કરી શકો છો. જેના માટે અમે કેટલાક આઈડિયા લઈને આવ્યા છે. તમે તમારા પાર્ટનરને આવી કઈ ભેટ આપી શકો છો.
- વેલેન્ટાઈન ડે માટે પત્ર અથવા હાથથી લખેલ લવ લેટર લખો. હા, મોટાભાગના લોકો પોતાના પાર્ટનરને ચાહતા ખુબ જ હોય છે પણ તેમની તારીફ કરવાની આવે ત્યારે શું બોલવું તે જ નથી સમજી શકતા. ત્યારે આ વીક તમે તમારા પાર્ટનરને તમારા વિચારો લખી એક લેટર તેમના તકીયા નીચે કે પછી જ્યાં તેમની નજર પડે ત્યાં મુકી શકો છો. આ એક ખુબ જ રોમેન્ટીક રીત છે. તેમજ શું કહું શું બોલુનો ડર પણ નહીં રહે. તેમજ સ્ટોરમાંથી ખરીદેલા કાર્ડ કરતાં વધુ સારા હાથ લખાણના વ્યક્તિગત કાર્ડ હોય છે. તમારા પાર્ટનરને જણાવો કે તમે તેમના વિશે કેવું અનુભવો છો. આ પત્ર પર તમારી ફીલિંગ લખો. તમે તેમના વિશે શું વિચારો છો. આ બધી બાબતો આ પત્રમાં લખો. તેનાથી તમારા પાર્ટનરને ખૂબ જ ખાસ અનુભવ થશે.
- જો તમારા પાર્ટનરને સંગીતનો શોખ છે, તો તમે તેમના મનપસંદ બેન્ડ અથવા પર્ફોર્મરના શો માટે ટિકિટ ખરીદી શકો છો અને ત્યાં લઈ જઈને તમે જેવું આવડે તેવી બે લાઈન ગાઈને તેમને ખુશ કરી શકો છો.
- તમે ઘરે તેમના માટે રોમેન્ટિક ડેટ પ્લાન કરી શકો છો. તમે ઘરે તમારા પોતાના હાથથી તેમની પસંદગીનું ડિનર પણ બનાવી શકો છો. કે પછી પોતાના રુમમાં થોડુ ડેકોરેશન કરીને તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપી શકો છે. ડેકોરેશન કર્યા પછી તમને જાતે જમવાનું બનાવતા આવડતુ હોય તો તે પણ કરી શકો છો નહીં તો તમારા પાર્ટનરનું મનપસંદ ભોજન ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો .
- જો તમારા સંપર્કમાં તમારા જીવનસાથીનો પસંદીદાર કોઈ કલાકાર હોય જેમકે કોઈ આર.જે. કે પછી પછી કોઈ એક્ટર તો તમે તેનો પણ સંપર્ક કરી તમારા પાર્ટનરને મેસેજ પહોંચાડી શકો છો પણ અન્ય કોઈ બીજી વ્યક્તિ તમારી ફિલીંગ્સ કહે તેના કરતા તમે તે જાતે જ તમારા પાર્ટનરને કહેશો તો તેમને વધારે ખુશી મળશે.
- તમે તમારા પાર્ટનરના ફોટામાંથી કોલાજ બનાવી શકો છો. તેના પર વિશેષ મેસેજ લખો. તમે તેને ડિજિટલી અથવા હાર્ડ કોપી પર પણ બનાવી શકો છો.
- વેલેન્ટાઈન ડે નિમિત્તે તમારી ઈચ્છા મુજબ કેકને કસ્ટમાઈઝ કરો. તેના પર તમારો અથવા તમારા પાર્ટનરનો ફોટા વાળી કેક બનાવડાવો.
- સૌથી સારુ કે મહિલા પાર્ટનરને જ્વેલરીઝનો ઘણો શોખ હોય છે. હા આજકાલની મહિલા ભારી ભરખમ જ્વેલરી નથી પહેરતી પણ નેકલેશ, રીંગ કે પછી બ્રેસલેટ પણ ગિફ્ટ કરી શકો છો. આ જ્વેલરી હંમેશા તેમની સાથે રહેશે અને તેમને તમારી યાદ અપાવતી રહેશે. તેમજ પુરુષ પાર્ટનરને ચશ્મા અને ઘડિયાળનો ઘણો શોખ હોય છે.