AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel : આ મંદિરમાં 8 દિવસ સુધી લોકો આગ સાથે રમે છે, કારણ જાણીને તમે હેરાન થઈ જશો

મેંગ્લોર (Mangalore)થી લગભગ 30 કિમીના અંતરે આવેલું આ મંદિર નવરાત્રીના તહેવાર દરમિયાન લોકોની ભીડથી ભરેલું હોય છે. ખાસ વાત એ છે કે અહીં લોકો 8 દિવસ સુધી આગ સાથે રમે છે. આ મંદિર દેવી દુર્ગાને સમર્પિત છે.

Travel : આ મંદિરમાં 8 દિવસ સુધી લોકો આગ સાથે રમે છે, કારણ જાણીને તમે હેરાન થઈ જશો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 9:32 AM
Share

Durgaparameshwari Temple: ભારતમાં આવા ઘણા મંદિરો (Temple) છે, જેની અંદર ઘણા રહસ્યો છુપાયેલા છે. જે રહસ્યો આજ સુધી ઉકેલાયા નથી કોઈ મંદિરમાં ધન એટલો છે તો આમ કોઈના કોઈ મંદિરોમાં ચમત્કારો પણ જોવા મળતા રહા છે. આજે અમે તમને એવા જ એક મંદિર વિશે જણાવીશું, જેના વિશે તમે કદાચ જ જાણતા હશો. આ મંદિરનું નામ દુર્ગાપરમેશ્વરી છે, તમે વિચાર કરશો કે આ મંદિર ક્યાં આવેલું છે તો અમે તમને  એ પણ જણાવીશું કે આ  જે ભારતના દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં આવેલું છે. આ મંદિર દેવી દુર્ગાને સમર્પિત છે. આ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

જો તમે મેંગ્લોર જઈ રહ્યા છો તો તમે એક વખત આ મંદિરની મુલાકાત જરુર લો. તમને આખી પ્રોસેસ જણાવીશું કે તમારે આ મંદિરના દર્શન કરવા જવા છે તો કઈ રીતે જશો. તો પહેલા તમારે આના માટે મેંગ્લોર પહોંચવાનું રહેશે.મેંગ્લોરથી લગભગ 30 કિમી દૂર આવેલું આ મંદિર નવરાત્રીના તહેવાર દરમિયાન લોકોની ભીડથી ભરેલું હોય છે.

આ મંદિરની પરંપરાને લઈ તેમજ લોકોમાં મંદિરને લઈ આસ્થા પણ ખુબ જ છે.આ મંદિરની ખાસ વાત એ છે કે અહીંના લોકો આગ સાથે રમે છે. ચાલો જાણીએ દુર્ગાપરમેશ્વરી મંદિરના આ રહસ્ય વિશે

આ પણ વાંચો : Ganesh Chaturthi 2023 : ગણેશ ઉત્સવ દરમિયાન હેલ્ધી ડાયેટ મેઇન્ટેઇન કરવા આ ટિપ્સ અનુસરો

લોકો આગ સાથે રમે છે

તમને જણાવી દઈએ કે ,દર વર્ષે એપ્રિલ મહિનામાં આ મંદિરમાં લગભગ આઠ દિવસ સુધી અગ્નિની રમત રમાય છે. આ રમત મેષ સંક્રાંતિના એક દિવસ પહેલા શરૂ થાય છે. અગ્નિ કેલી નામ આપવાની પરંપરા અત્તૂર અને કલત્તુર નામના બે ગામોના લોકોમાં થાય છે.

મંદિર ખોલવાનો સમય

દુર્ગાપરમેશ્વરી મંદિર સવારે 4 વાગે જ ખોલવામાં આવે છે. આ પછી બપોરે 12.30 થી 3 વાગ્યા સુધી મંદિરના દરવાજા બંધ રહે છે. આ મંદિરમાં ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા છે.

કેવી રીતે પહોંચવું

જો તમે દિલ્હીથી આ મંદિરના દર્શન કરવા માંગો છો, તો તમારે મેંગ્લોર રેલવે સ્ટેશન સુધી ટિકિટ લેવી પડશે. આ મંદિર ત્યાંથી લગભગ 28 કિલોમીટરના અંતરે આવેલું છે. આ સિવાય તમે ફ્લાઈટ દ્વારા પણ જઈ શકો છો. તો આ મંદિરની પરિવાર સાથે મુલાકાત જરુર લો.

 લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">