AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કુદરતી અને સસ્તી વસ્તુઓને મિક્સ કરીને બનાવો પેક, ચહેરાને મળશે ચમક

Homemade Face Pack: કુદરતી ચમક મેળવવા માટે તમે રસોડામાં હાજર અનેક પ્રકારની વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓ ખૂબ જ સસ્તી છે. ચાલો અહીં જાણીએ કે તમે તેનો ઉપયોગ ત્વચા માટે કઈ રીતે કરી શકો છો.

આ કુદરતી અને સસ્તી વસ્તુઓને મિક્સ કરીને બનાવો પેક, ચહેરાને મળશે ચમક
Face Packs
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 3:31 PM
Share

ધૂળ અને પ્રદૂષણને કારણે ત્વચા પર ગંદકી જામી જાય છે. જેના કારણે ત્વચા પર ટેનિંગ દેખાવા લાગે છે. ત્વચા નિસ્તેજ અને નિર્જીવ દેખાય છે. જેના કારણે ત્વચાની સુંદરતા બગડી જાય છે. આવી સ્થિતિમાં, તમે ત્વચાને સુધારવા માટે કેટલીક કુદરતી અને સસ્તી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. રસોડામાં સરળતાથી ઉપલબ્ધ આ વસ્તુઓ તમારા ચહેરા પર ચમક લાવે છે.

આ પણ વાંચો : ગરમીમાં આ 5 ડ્રિંક તમારા ચેહરાની સ્કિનને રાખશે હેલ્ધી અને આપશે નેચરલ ગ્લો

ત્વચા પર જમા થયેલી ગંદકીને ઊંડે સુધી સાફ કરે છે. આ વસ્તુઓ ચહેરા પરના ડાઘ દૂર કરે છે. તમારો ચહેરો ફ્રેશ લાગે છે. ચાલો જાણીએ કે તમે દાગ રહિત અને ચમકતી ત્વચા માટે કઈ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

હળદર અને કાચા દૂધનું પેક

એક બાઉલમાં એક ચપટી હળદર પાવડર લો. હળદરમાં કાચું દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હળદર અને દૂધની પેસ્ટને 20 મિનિટ સુધી રાખ્યા પછી, હળવા આંગળીઓથી માલિશ કરીને થોડી વાર રહેવા દો બાદમાં સાફ કરો. અઠવાડિયામાં બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી ત્વચામાં કુદરતી ચમક આવે છે.

દહીં અને ચણાનો લોટ

એક બાઉલમાં એક ચમચી દહીં લો. દહીંમાં એક ચમચી ચણાનો લોટ મિક્સ કરો. બંને વસ્તુઓને ત્વચા પર લગાવો અને થોડો સમય મસાજ કરો અને તેને સાદા પાણીથી સાફ કરો. તમે આ ફેસ પેકમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. અઠવાડિયામાં એક કે બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી કુદરતી ચમક આવે છે.

ટામેટા અને મધ

બેદાગ ત્વચા માટે તમે ટામેટાંનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા એક બાઉલમાં 2 ચમચી મધ લો. તેમાં ટામેટાંનો રસ ઉમેરો. દસ મિનિટ પછી આ પેસ્ટને સાદા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એક કે બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી ચહેરા પર ચમક આવે છે.

હળદર અને ચણાનો લોટ

એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ, એક ચપટી હળદર, એક ચમચી ગુલાબજળ અને થોડું કાચું દૂધ મિક્સ કરો. આ બધી વસ્તુઓને મિક્સ કરીને ગરદન અને ચહેરા પર લગાવો. આ વસ્તુઓથી બનેલો ફેસ પેક રોમછિદ્રોને સાફ કરે છે. તમારી ત્વચા કુદરતી રીતે ચમકતી દેખાય છે. ત્વચા પર જમા થયેલ ટેન એક ચપટીમાં દૂર થઈ જાય છે.

લાલ દાળ

તમે ચહેરા માટે મસૂર દાળની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. મસૂરને આખી રાત દૂધમાં પલાળી રાખો. બીજા દિવસે તેને પીસીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ત્વચા પર લગાવ્યા બાદ તેને પાણીથી ધોઇ લો.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">