Tour Package : ગરમીની સીઝનમાં કાશ્મીરની વાદીઓ ફરવા માટે IRCTC લાવ્યું પેકેજ, હવાઈ યાત્રાનો મળશે લાભ

IRCTC Tour Package : જો તમે માર્ચ મહિનામાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો. તો તમે કાશ્મીર જઈ શકો છો. IRCTC તમને કાશ્મીરની મુલાકાત લેવાની શ્રેષ્ઠ તક આપી રહ્યું છે. જો તમે આ પેકેજ હેઠળ ટૂર પર જવા માંગતા હો, તો તમે અહીં બુકિંગની જરૂરી વિગતો જોઈ શકો છો.

Tour Package : ગરમીની સીઝનમાં કાશ્મીરની વાદીઓ ફરવા માટે IRCTC લાવ્યું પેકેજ, હવાઈ યાત્રાનો મળશે લાભ
કાશ્મીરની વાદીઓમાં ફરવા જવા IRCTC નો સસ્તો પ્લાન Image Credit source: clubmahindra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 2:44 PM

પર્યટનને પ્રોત્સાહન આપવા માટે, IRCTC સમયાંતરે ટૂર પેકેજ લોન્ચ કરતી રહે છે. આ પેકેજો હેઠળ, તમને દેશ અને વિદેશમાં મુસાફરી કરવાની તકો મળે છે. IRCTC તમને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરની સફર પર લઈ જવા માટે એક ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ હેઠળ તમને પટનાથી હવાઈ માર્ગે કાશ્મીર લઈ જવામાં આવશે. 5 રાત અને 6 દિવસનું આ પેકેજ 15 માર્ચથી શરૂ થશે. આ પ્રવાસ દરમિયાન તમને શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ જવાની તક મળશે. 11 માર્ચે, તમને પટનાથી સવારે 08.25 વાગ્યે ફ્લાઇટ મળશે.

આ પછી તમે 14.10 વાગ્યે શ્રીનગર એરપોર્ટ પર પહોંચશો અને તમારી કાશ્મીરની શાનદાર યાત્રા શરૂ થશે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ સ્થળોની મુલાકાત લેવાની તક મળશે

15 માર્ચે, તમને શ્રીનગર એરપોર્ટથી હોટેલમાં લઈ જવામાં આવશે. હોટેલમાં ચેક ઇન કર્યા પછી, તમે તમારા પોતાના ખર્ચે શિકારાનો આનંદ માણી શકો છો. આ પછી તમારે રાત વિતાવવા માટે હોટેલ પરત આવવું પડશે.

16 માર્ચે, તમે પહેલગામના વિવિધ સ્થળોની મુલાકાત લેશો. આખો દિવસ પહેલગામની મુલાકાત લીધા પછી, તમારે રાત્રિ રોકાણ માટે હોટેલમાં પાછા આવવું પડશે.

17 માર્ચે, નાસ્તો કર્યા પછી, તમને ગુલમર્ગના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. તમે અહીં તમારા પોતાના ખર્ચે ઘોડેસવારી, કેબલ કાર રાઈડ જેવી એક્ટિવિટીનો આનંદ માણી શકો છો.

18 માર્ચે તમે સોનમર્ગની મુલાકાત લેશો. દિવસભર સોનમર્ગની મુલાકાત લીધા પછી, તમારે રાત્રે શ્રીનગરની હોટેલમાં રોકાવું પડશે.

19 માર્ચે, નાસ્તો કર્યા પછી, તમે શ્રીનગરમાં મુગલ ગાર્ડન, શંકરાચાર્ય મંદિર જેવા સ્થળોની મુલાકાત લઈ શકશો. આ પછી હોટેલ પરત આવશો.

20 માર્ચની સવારે, હોટેલમાંથી ચેક આઉટ કર્યા પછી, તમે શ્રીનગર એરપોર્ટ પર પહોંચશો. અહીં તમને પટનાની ફ્લાઈટ મળશે.

જો તમે માર્ચ મહિનામાં પ્રવાસ કરવા ન માંગતા હોય તો  આ સિવાય જમ્મુ કાશ્મીર માટે એપ્રિલ મહિના માટે પણ અમુક રેલવે પેકેજ જાહેર કર્યા છે. જે નીચે મુજબ છે આ પેકેજ માટે અહિ ક્લિક કરો

કેટલો ખર્ચ થશે

જો તમે આ પેકેજ હેઠળ એકલા માટે બુકિંગ કરાવો છો તો તમારે 46,950 રૂપિયા ખર્ચવા પડશે. જો બે લોકો માટે બુકિંગ કરાવો તો તમારે પ્રતિ વ્યક્તિ 38,290 રૂપિયા ખર્ચવા પડશે. ત્રણ લોકોનું બુકિંગ કરાવવા માટે તમારે પ્રતિ વ્યક્તિ 37,460 રૂપિયા ખર્ચવા પડશે.

આ વસ્તુઓને પેકેજમાં સામેલ કરવામાં આવશે

IRCTC તમારા એર ટિકિટનું ભાડું, હોટેલમાં રોકાણ અને નાસ્તો અને રાત્રિભોજન માટે તમામ દિવસો માટે જવાબદારી રહેશે. આ સિવાય, જો તમે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લો છો, તો તમારે તેના માટે અલગથી ચૂકવણી કરવી પડશે.

જો તમે આ પેકેજ હેઠળ બુકિંગ કરવા માંગો છો, તો તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જઈને બુક કરી શકો છો.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">